________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
શ્રી આત્માનંદ પ્રકાશ
----
રકત નિબંધ વાંચવાથી થશે એમ અમારું માનવું છે. આ નિબંધમાં ગૌતમબુદ્ધ અને શ્રી મહાવીર દેવના સમય કાળને નિર્ણય કરવામાં પ્રખ્યાત રાજકાલ ગણનાનો તેમજ યુગપ્રધાને, આચાર્યો, સ્થવિરેની કાલગણનાને ઉપયોગ તેમજ તે વખતના બનાવની હકીકત પણ સાથે આપેલ હોવાથી ઇતિહાસિક બાબતો સાથે બીજી કેટલીક નવી નવી હકીકત વાચકને જાણવાની પણ તેમાંથી મળે છે. એકંદર રીતે આખો લેખ મનન કરવા જેવો, અમૂલ્ય અને ઐતિહાસિક દૃષ્ટિએ ઘણે સુંદર લખ્યો છે, સર્વને વાંચવાની સુચના કરીએ છીએ.
જૈન ગૂર્જર કવિએ-બીજો ભાગ–પ્રયોજક મોહનલાલ દલીચંદ દેસાઈ, પ્રકાશક શ્રી જેન વેકેન્ફરન્સ ઓફિસ-મુંબઈ. કિંમત રૂપિયા ત્રણ. આ બીજા ભાગમાં વિક્રમના અઢારમા શતકના ગુજરાતી ભાષાના જૈન કવિઓની કૃતિઓ સહિત વિસ્તૃત સૂચિ આપવામાં આવેલ છે. ભાઈ મોહનલાલ જૈન સાહિત્ય ઇતિહાસના ખરેખરા અભ્યાસ અને સંશોધક છે. જૈન વસ્તીવાળા, જૈન ભંડારોવાળા શહેરોમાં જઈ ખંતપૂર્વક કરેલ શોધ અને પ્રયત્નનું ફળ આ ગ્રંથનું પ્રકાશન તે છે; કે જે તેમના નિવેદનમાં વાંવાથી જણાય છે. આ ગ્રંથમાં કવિઓની અનુક્રમણિકા અને છેવટે ગદ્યકૃતિઓની નેંધ કરી ચાર અનુક્રમણિકા આપેલ છે જેથી કોઈપણ હકીકત મેળવતાં વાચકને સરલતા થાય છે તે પછી પાંચ પરિશિષ્ટ જૈનકથા નામકેષ, જૈન ગની ગુરૂપઢાવલીઓ ! ત્રીજામાં અંચલ ગની પટ્ટાવલી, ચેથા રાજાવલી અને છેલ્લે પ્રથમ ગ્રંથના અભિપ્રાય છે. ચાર પચીશીમાં આખા શતકના જૈન કવિઓની કતિની વહેંચણી કરવામાં આવે છે, જેથી સંકલનાપૂર્વક યથાયોગ્ય આ ગ્રંથની રચના વિદ્વતાપૂર્ણ બંધુ મેહનલાલે કરી છે. આ ગ્રંથ પ્રકટ થવાથી શ્રી જૈન કોનફરન્સ સાહિત્ય માટે જે પ્રયાસો કરે છે તેમાં આ ગ્રંથ તેની વૃદ્ધિ કરે છે; એટલું જ નહિ પરંતુ ગુજરાતના સર્વમાન્ય ઈતિહાસના લેખક ને ઉપયોગી વસ્તુ થઈ પડી છે. જૈન અને જૈનેતર ઈતિહાસપ્રિય વાચકોએ આ ગ્રંથને લાભ લેવા જેવું છે.
સુત્તનિપાત અનુવાદક અધ્યાપક ધર્માનંદ કસબી, પ્રકટ કર્તા શ્રી ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ શ્રી પુંજાભાઈ જૈન ગ્રંથમાળાના પ્રથમ ગ્રંથ તરીકે પ્રકટ કરેલ છે. આ જૈન ગ્રંથ માળામાં જૈન ગ્રંથ પ્રકટ કરવાના છતાં તેની શરૂઆત આ બૌદ્ધધર્મના ગ્રંથથી થાય છે. શેઠ પુંજાભાઈની ઈચ્છા અહિંસાની પેક કોઈ પણ ધર્મના ગ્રંથો હેય તેનો પણ સ્વીકાર થવાની હોવાથીજ આ ગ્રંથ પ્રકાશ, પ્રકટ કરેલ જણાય છે, અનુ. વાદક મહાશય બૌદ્ધધર્મના વિદ્વાન પંડિત સાક્ષર પુરૂષ હોવાથી યથાયોગ્ય થયેલ હોય તેમાં નવાઈ નથી. પાલીત્રિપિટકના સુત્ર, વિનય અને અભિધમ્મપિટક ત્રણ મુખ્ય વિભાગ છે. સુત્તપિટકના પાંચ વિભાગ દીધનિકાય, મજિઝમનિકાય, સંયતનિકાય, અંગુત્તરનિકાય, અને ખુદ્દનિકાય એ છે; હવે છેલ્લા નિકાયના પંદર પ્રકરણમાં પાંચમા સુત્તનિપાતને આ અનુવાદ છે, જેમાં આ સુતનિકાય બધા કરતા પ્રાચીન છે જુદા જુદા ૭૧ પ્રકરણોમાં ૧૧૪૯ ઉપયોગી બોધવચનોનો સમાવેશ કરવામાં આવેલો છે. જૈન અને જૈનેતરને વાંચવાની અમે ભલામણ કરીએ છીએ. કિંમત રૂ. ૧–૦–૦.
For Private And Personal Use Only