________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આમાનદ પ્રકાશ.
અત્યારે ડેાકટરો અને દવાઓને પરાધીન થઈ રહ્યું છે તેમાં સમજપૂર્વક પલટો થઈ કુદરતી ( Natural ) જીવન જીવવાની તૈયારી જૈન સમાજમાં પ્રકટી શકે.
પાલીતાણા જૈન ગુરૂકુળમાં ગત વર્ષના દિ અષાડ માસમાં નવાં નવાં મકાનોનાં નામાભિધાન મહોત્સવનો મેળાવડા કરવામાં આવ્યો હતો પ્રસ્તુત ગુરૂકુળની સંસ્થાને મુનિ શ્રી ચારિત્રવિજયજી કછીએ પાઠશાળાના આકારમાં જન્મ આપ્યા પછી તે સંસ્થાને વિકાસ મુંબઈ અને ભાવનગરન કમીટીના કાર્યવાહકે અનેકગણો વધારી શક્યા છે. આ સંસ્થાની વ્યવહારિક તેમજ ધાર્મિક સંગીન ખીલવણ ( Motive power ) ના પરિણામે દોઢસો જેટલા વિદ્યાર્થીઓ લાભ લે છે; તેવી અન્ય સંસ્થા ભાગ્યેજ હશે. આ રીતે સંસ્થાના કાર્યવાહકે તન મન અને ધનને ભોગ આપી ઉક્ત સંસ્થાની પ્રગતિ ( evolution ) કરી રહ્યા છે. આ વખતે મેળાવડાના પ્રમુખ શ્રીયુત રણછોડભાઈ રાયચંદ મોતીચંદ ઝવેરીનું ભાષણ તેમજ શેઠ જીવણચંદ ધરમચંદનું ગુરૂકુળની કમીટીના પ્રમુખ તરીકેનું ભાષણ મનન કરવા લાયક ભવિષ્યકાલીન ઉચ્ચ ભાવનામય અને પ્રેરક શક્તિવાળું હતું. અનેક સ્થળે આવાં ગુરૂકુળો જૈન સમાજના ઉદ્ધારાર્થે સ્થાપવાની આવશ્યકતા ઉપર અમે સવિશેષ ભાર મુકીએ છીએ.
આ પ્રસંગે ગત વર્ષમાં ઉપાધ્યાય શ્રી સુમતિવિજયજી, ૫. સુંદરવિજયજી તથા પ. મોતીવિજ્યજી વિગેરે સદગુરૂઓને સ્વર્ગવાસ તથા આ સભાના અંગભૂત સભાસદો વહોરા ગીરધરભાઈ ગોરધનદાસ, દુર્લભજી કલ્યાણજી પારેખ, શા. ઝવેરચંદ મગનલાલ, સવચંદ છગનલાલ વિગેરેના મૃત્યુની દીલગીરી પુર:સર નોંધ લેવામાં આવે છે.
આષાઢ માસમાં શેઠ ગોવીંદજી ખુશાલનું આકસ્મિક રીતે વેરાવળના મુસલમાનો તરફથી છરીથી થયેલા ખુનથી થએલું અવસાન એ ઘણી ખેદજનક બીના છે, જાહેર સંસ્થાએના આગેવાન કાર્યકર્તા અને ગીરનારજી જીર્ણોદ્ધારમાં તન મન અને ધનથી અગ્ર ભાગ લેનારા તેઓ હતા. એમના મૃત્યુથી જૈન સમાજને એક જૈન રત્નની મોટી ખોટ પડી છે; ભવિતવ્યતા બળવાન છે, હિંદુત્વ જાળવવાની ખાતર મુસલમાન તરફથી તેમને ભોગ લેવાયો છે; સદ્દગતના આત્માને અમે શાંતિ ઇચ્છીએ છીએ.
પ્રસ્તુત માસિકે ગતવર્ષમાં ગદ્ય અને પદ્ય લેખે મળીને લગભગ સડસઠ લેખે આપેલા છે. તેમાં ૨૩ પદ્ય લેખે છે અને ૪૪ ગદ્ય લેખે છે. પદ્ય લેખો માં લગભગ આઠ લેખે સંઘવી વેલચંદ ધનજીના છે. જેઓની કવિતાઓ હદ ગુંજન અને સંધ્યાતરંગ વિગેરે રસિક સમયેચિત કાવ્યની ઉત્પાદક અને બોધક છે. રા. છગનલાલ નહાનચંદ નાણાવટીનાં કાવ્યો પણ સુંદર અને લાલિત્યથી ભરપૂર છે. અને “અજોડ ની કવિતામાં તે ધીમંત અને સૌભાગ્યવંત વિગેરેને ઠીક મેળ સાથે છે. રા. અભિલાષીના તથા રા. ઝવેરચંદ છગનલાલનાં પદ્યો વૈરાગ્ય અને અભ્યાસને ઉત્તેજનારાં છે; સદગત આ. શ્રી અજિતસાગરસૂરિ કે જેઓ શ્રી ભાષાંતરકાર તથા સ્વયંવહ (Automatic) કવિ તરિકે
For Private And Personal Use Only