________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનનું રહસ્ય..
૨૯૭ એ દેશે નિર્મૂળ કરવા માટે સાચી સાધના કરવી જોઈએ; ત્યારે જ તમારું જીવન ઉન્નત થશે.
મન સંસ્કારના સમૂહ સિવાય બીજું કાંઈ નથી. એ કેવળ અભ્યાસને સમૂહ છે. જે ઇચ્છાઓ જુદા જુદા વિષયના સંસર્ગથી ઉત્પન્ન થાય છે તે ઈચ્છાઓના સંકલનનું મન ઘડાયેલ છે. મન એ ભાવનો સમૂહ છે કે જે જુદા જુદા વિષયથી એકત્રિત બને છે. એ વિચારે, ભાવ તથા અનુભવે હમેશાં બદલાયા કરે છે. કેટલાક જુના ભાવો અને વિચારે પોતાના નિવાસસ્થાન મનમાંથી પ્રસ્થાન કરે છે અને તેઓનું સ્થાન નવા વિચાર અને ભાવે લે છે.
આ સતત પરિવર્તનથી માનસિક કિયામાં જરાપણ વિક્ષેપ પડતું નથી. માત્ર કેટલાક જુના વિચાર, ભાવ તથા અનુભવ ચાલ્યા જાય છે અને બાકી રહેલા વિચારે નવા આવેલા વિચારના સહવાસ તથા સહકારથી કામ કરવા લાગે છે. નવા આવેલા વિચારે જુના વિચારો કરતાં ઘણું વધારે આકર્ષક હોય છે. અને પ્રકારના વિચારો એકરસ થઈને કામ કરે છે અને એ એકરસતાથી માનસિક સ્થિતિની એકતા બની રહે છે.
મન જ ભ્રમાત્મક વિષયમાં મેહ ઉત્પન્ન કરે છે. મન જ બધા કર્મોનું મૂળ છે. એજ આપણા શરીરને હમેશાં કામ કરવા માટે તથા ભેગ ઉપભેગ માટે જુદા જુદા સુખદાયક વિષયની પ્રાપ્તિ માટે પ્રોત્સાહિત કરે છે.
સાચે સન્યાસ મનની ઉપેક્ષામાં રહેલું છે. સંસારના અસ્તિત્વમાં નહિં. અહંકાર તથા બધી કામનાઓને દૂર કરવી એજ સન્યાસ છે. ત્યારે જ જીવન અમરત્વ પ્રાપ્ત કરે છે અને અહંકાર મુક્ત અવસ્થાને અપૂર્વ આનંદ ભોગવે છે.
મનને વાસ્તવિક સ્વભાવ વાસનામય હોય છે. વાસના અને મન એક બીજાના પર્યાય છે. “ હે' ની ભાવના જ મનરૂપી વૃક્ષનું બીજ છે. અહંકારના એ બીજમાંથી જે પહેલો અંકુર ઉત્પન્ન થાય છે તે “બુદ્ધિ છે. એ અંકુરમાંથી નીકળેલી શાખાઓ “સંકલ્પ” નામ ધારણ કરે છે. એટલા માટે એ મન રૂપી ભચાનક વૃક્ષમાંથી હમેશાં સંકલ્પરૂપી શાખાઓ કાપતા જાઓ અને છેવટે મનના વૃક્ષને તદ્દન નષ્ટ કરી દ્યો. શાખાઓનું કાપવું એ ગૌણ કર્મ છે. વૃક્ષને એના મૂળ “હું” ની સાથે ઉખેડી નાંખવું એજ મુખ્ય કર્મ છે. તેથી જો તમે શુભ કર્મોવડે મનરૂપી વૃક્ષના મૂળ “હું” ની ભાવનાને નાશ કરી દેશે તે તે ફરી નહિ ઉગે. સમ્યગજ્ઞાનથી “હું” ના યથાર્થ સ્વરૂપનું અન્વેષણ થાય છે. જે મનને નાશ કરનાર એક અગ્નિરૂપ છે. “જ્ઞાનાઝિર સમક્ષ મમતાસૉ તથા
જ્ઞાનાગ્નિ સર્વ કમેને ભસ્મીભૂત કરી દે છે. મનની અંદર અનુકરણની મહાન શક્તિ રહેલી છે. એટલા જ માટે
For Private And Personal Use Only