________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૬
શ્રી આત્માનંદ પ્રકાશ.
૪ દીક્ષા લીધા પછી ભગવાન કયાંય પણ વધુ નિદ્રા નહીં લેતા. હમેશાં પિતાને જગાવતા રહેતા. કયાંક લગારેક સૂતા તો પણ ત્યાં નિદ્રાની ઈચ્છા કરતા નહીં.
૫ તેઓ નિદ્રાને કર્મ બાંધનારી જાણ જાગૃત રહેતા. કદાચ નિદ્રા આવવા માંડતી તો તેને ઉપાયથી દૂર કરતા.
દ ઉપરોક્ત સ્થળોમાં રહેતા ભગવાનને ભયંકર અનેક પ્રકારના ઉપસર્ગો થયા હતા.
૭ જાર પુરૂષ શૂન્ય ઘરમાં કુકમ કરવા જતા ભગવાનને ત્યાં ધ્યાનસ્થ દેખી ઉપસર્ગ કરતા વળી વિષય વાંછનાથી પણ લેકે પ્રભુને સતાવતા.
૮ એ રીતે ભગવાને મનુષ્ય તથા તિર્યંચે તરફથી અનેક પ્રકારના અનુ. કૂળને પ્રતિકુળ ભયંકર ઉપસર્ગો હમેશાં સાવધાનપણે વર્તતા થકા સહન કર્યા.
૯ વળી ભગવાન હર્ષ–શાક ટાળીને મનપણે વિચરતા રહેતા.
૧૦ નિર્જન સ્થળમાં ભગવાનને ઉભેલા જે લોકે પૂછતા અથવા રાત્રિ વખતે જાર પુરૂષ પ્રભુને પૂછતા કે અરે તું કેણ ઉભે છે ? ત્યારે ભગવાન કર્યું બોલતા નહીં. તેથી તેઓ ગુસ્સે થઈ ભગવાનને મારવાનું પણ કરતા, પરંતુ ભગવાન તે નિસ્પૃહ થકા સમાધિમાં તલ્લીન રહેતા.
૧૧ અરે અહીં તું કોણ ઉભો છે? એમ લોકોએ પૂછતાં કોઈ વખતે ભગવાન બાલતા કે “ભિક્ષુક ઉભો છું ” તે સાંભળી જે તેઓ બોલતા કે “અહીંથી જલદી જતો રહે ” તે ભગવાન અન્યત્ર જતા, કારણ કે એ ઉત્તમ આચાર છે અને જો તેઓ જવાનું કશું નહીં કહેતાં કષાયવંત બનતા તે ભગવાન મન રહી ત્યાંજ ધ્યાન કરતાં.
૧૨ જ્યારે શિશિર ઋતુમાં ઠંડા પવન જેસથી કુંકાતો હતો, જ્યારે લોકો થરથર ધ્રુજતા હતા, જ્યારે અપર સાધુએ તેવી ઠંડીમાં વગર પવનની જગા શોધતા હતા તથા વસ્ત્રો પહેરવા ચાહતા હતા, જ્યારે તાપસ લાકડાં બાળી શીતનું નિવારણ કરતા હતા, એમ જ્યારે શીત સહવી ભારે કઠીન હતી ત્યારે સંયમી ભગવાન નિરીહપણે ખુલ્લા સ્થાનમાં શીત સહન કરતા થકા સમભાવે રહેતા તેમ બીજા મુમુક્ષુ જનોએ વર્તાવા ખપ કરવો.
નિરાગી પ્રભુએ કેવા કેવા પરીષહ સણા. (૩) ૧ ભગવાન સદા સંયમમાં સાવધાન બની, કર્કશ, સ્પર્શ, તાઢ, તાપ તથા ડાંસ અને મછરના ડંખ વિગેરે ભયંકર પરીષહ સહન કરતા હતા.
For Private And Personal Use Only