SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ્રંથાવલોકન. યોગ્ય છે તે માટે શાસ્ત્રાધારે બતાવી તેની પણ પુષ્ટી કરેલ છે. પુલાકાદિક પાંચ નિગ્રંથની હકીકત છેવટે આપી પ્રથમ પરિશિષ્ટ પૂર્ણ કરેલ છે. બીજા ૫રિશિષ્ટમાં આ બ્રહ્મચર્ય પદની પૂજામાં સુચવેલા દ્રષ્ટાંત કથાઓને સંપ્રહ વિસ્તાર પૂર્વક આપવામાં આવેલ છે. જેમાં સિંહગુફાવાસી મુનિ, લક્ષ્મણ સાધી રોહિણી વગેરે સોળ કથા કઈ પૂજામાં કયે સ્થળે તે દષ્ટાંતો છે તે સાથે જે આપવામાં આવેલ છે તે આ મહાત્માના વિદ્વાન શિષ્ય પન્યાસ શ્રી લલિતવિજયજી મહારાજની કૃતિ છે, જે ખરેખર વાંચવાયોગ્ય છે. પિતાના ગુરૂરાજશ્રીની આ પૂજાની રચનાને ઉચ્ચ પદ આપી ગુરૂભકિત બજાવવા પં. શ્રી લલિતવિજયજી મહારાજે આ દષ્ટાંત સંગ્રહની જે રચના કરી છે તે પણ વિદ્વત્તા પૂર્ણ હોઈ ગુરૂભક્તિનું ખરેખર એક અંગ તેઓએ સિદ્ધ કરી બતાવ્યું છે. જેના પઠન પાઠનથી વાંચક વર્ગને પણ માલમ પડે તેમ છે. છેવટે પંન્યાસજી શ્રી લલિતવિજયજી મહારાજે મનની ચંચલતા-પૂરાણ પ્રસંગનો એક લેખ લખેલે છે તે તથા પૂજાના કર્તા મહાત્મા શ્રી વલ્લભવિજયછની “ શ્રીકી પતિને પ્રાર્થના, શિલવિષયક સ્ત્રીને હિતશિક્ષા’ આ બે પદે પણ આ ગ્રંથને અનુસરતા બનાવી આ ગ્રંથ પૂર્ણ કર્યો છે. આ ગ્રંથના મનનથી જ્ઞાન થવા સાથે દેવભક્તિમાં અપૂર્વ આલ્હાદ ઉત્પન્ન કરનાર એક ઉચ્ચ કૃતિ બની છે. તેના પ્રકાશન અમદાવાદ નિવાસી શેઠ ભોગીલાલભાઈ તારાચંદ ઝવેરી કે જેઓની પ્રેરણાથી જ આ પૂજા વિવેચન પૂર્વક બની છે અને પોતાના પરના પિસાથી છપાવી વિના મૂલ્ય આપવાને જ્ઞાનોદ્ધારના આ કાર્ય માટે કરેલ સુપ્રયત્ન માટે તેઓ પણ ખરેખર ધન્યવાદને પાત્ર છે. ધી જેન એસેસીએશન ઓફ ઇન્ડીયાનો–સં. ૧૯૭૯ નો વવિક રીપોર્ટ અમોને મળ્યો છે. આ સંસ્થા બુદ્ધિમાન, શ્રીમાન અને કાર્યવાહકની બનેલી હોઈ જૈનધર્મની અનેક સેનાએ કરી છે કે તેમાં નવાઈ નથી. આ વર્ષમાં આ સંસ્થાએ હિંસા અટકાવી જીવદયાના, સ્કાલરશીપ આપી કેળવણી ઉત્તજનના, નાંદલાઈ અને અંતરીક્ષ જે તીર્થો માટે ની અનેક મુશ્કેલી માટે લડત ચલાવી જૈન તીર્થ ના રક્ષણ વગેરેની બાબતના, અને ધારા સભામાં પ્રતી િવતની માગણ, જેન તહેવારોની રજ અને જૈન ધર્મ ઉપર અન્ય વિદ્વાનોએ કરેલા આક્ષેપ સામે લીધેલા ઉપાયોથી જૈન સામાજીક સેવાની બાબતમાં અને શ્રી આબુજી તીર્થ ઉપર કેમ્પના નાકાથી દેલવાડ પગ રસ્તે જતાં બે ગવવી પડતી જેનોને હાડમારીની બાબતમાં તે ખાસ લડત ચલાવીને મુશ્કેલીઓ દૂર કરવા કરેલી સેવા વગેરે આ રીપેટથી જાણે આ સંસ્થા ના અ વા કાર્યો માટે તેને ધન્યવાદ ઘટે છે. આ સંસ્થા ને તમે મ જેન કામ તન, મન અને ધનની સંપૂગે સહાય આપે તે તે ઘણું કરી શકે તેવી છે. જેનધર્મની સેવા કરનારી આ સં થા સૌથી જુની છે. આ સંસ્થાને જાહેર લતા ઉપર ખાસ મકાનની આવશ્યકતા છે, મુંબઈમાં અનેક ધ.ઢય જૈનબંધુઓ વસે છે તે તેમાં પણ સહાયક થાય અથવા એક કડ કરી તેમ કરવા તેના કાર્યવાહકેને સૂચના કરીયે છીએ. આ સંસ્થાના કાર્યવાહકે ખરેખર ધન્યવાદને પાત્ર છે. કારણુંકે આ રીપોર્ટ તેની સાક્ષી પૂરે છે. અમો ભાવષ્યમાં તેની આબાદ ઈચ્છીએ છીએ. - શ્રી પાલણપુર વીર વિદ્યોતેજક સભાને રીપોર્ટ-આ સંસ્થાને સં. ૧૯૬૮થી સં. ૧૯૭૮ના આસો વદ ૩૦ સુધી (૧૧ વર્ષ) રીપે ટ મળ્યો છે આ સભા, લાઈબ્રેરી, આલમચંદજી જૈન પાઠશાળા આ બે ખાતા પેતાના હસ્તક ચલાવે છે. પાઠશાળામાં હાલ ૪૬ વિદ્યાર્થીઓ જ્ઞાન મેળવે છે. પાલનપુર જેવા જેન શ્રીમ તો છતાં લાઈબ્રેરી તથા પાઠશાળા કેમ આવી ધીમી ગતિએ અને નાના પાયા પર છે તેમ સમજી શકાતું નથી. રીપેટ વાંચતા વહીવટ For Private And Personal Use Only
SR No.531252
Book TitleAtmanand Prakash Pustak 022 Ank 03
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1924
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy