________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૮
શ્રી આત્માનંદ પ્રકાશ.
શ્રી તરંગવતીને થયેલ જાતિસ્મરણ જ્ઞાનથી અને તેને લગતી બીજી હકીકતે ઉપરથી પુનર્જન્મને સિદ્ધાંત કેવી પ્રબળતાથી ભાવનામય પ્રદેશ ઉપર અસર કરી છે. વસ્તુસ્થિતિમાં આવી ઠરે છે, કે જેથી આપણી આ કથામાં પુનર્જન્મની ભાવના અવરોધભાવે પ્રગટે છે, પ્રકટ થાય છે, જેથી પુનર્જન્મ નહિ માનનારાઓએ પણ તે માનવાની શ્રદ્ધા થતાં કબુલ કરવું પડે છે. આ કથાની ગુથણીમાં ભારતીય ભાવનાના સ્ત્રીના આદશનો ખરેખર ચિતાર ખડા થાય છે. જેથી ભારતવર્ષના કથાત્મક સાહિત્યમાં આ ગ્રંથ એક નમૂનારૂપ દેખાય છે, આ ગ્રંથમાં તરે ગવતીનું આખું ચરિત્ર વાંચવા જેવું છે. ગ્રંથમાં બાર પ્રકરણે પાડવામાં આવેલા છે. જૈન શાસ્ત્રો અને સાહિત્ય ક્ષેત્રમાં અનેક વિદ્વાન મહા પુરૂષોની અનેક આવી અપૂર્વ કૃતિ હજી અકસિદ્ધ રહેલ છે, તેને પ્રસિદ્ધિમાં લાવવાની જૈન સમાજને ખાસ જરૂર છે. અને ત્યારેજ જૈનના વિપુલ સાહિત્ય માટે અન્ય આશ્ચર્યચક્તિ થશે. ડે, લેયમેનને અમે એક જૈન કથા સાહિત્યને જર્મની ભાષામાં તરજુમો કરી બહાર લાવવા માટે અને તેને ગુજરાતી અનુવાદ પ્રકટ કરવા મી. બમલચંદ કેશવલાલ મોદીને ધન્યવાદ આપીયે છીએ આ ગ્રંથ દરેકને વાંચવા ભલામણું કરીએ છીએ.
મળવાનું ઠેકાણું–પ્રકાશકને ત્યાં. અમદાવાદ હાજા પટેલની પોળમાં. કિંમત બાર આના.
વર્તમાન સમાચાર. આ સભાનો ૨૮ (અઠ્ઠાવીસ) મો વાર્ષિક મહોત્સવ. યંતી મહોત્સવ-પ્રાતઃ સ્મરણીય ન્યાયાભાનિધિ શ્રીમદ્ વિજયાનંદસૂરિ ( શ્રી આત્મારામજી) મહારાજના સ્વર્ગવાસ તિથી નિમિત્તે જેઠ સુદી ૮ ના રોજ આ સભા તરફથી શ્રી સિદ્ધાચળજી પવિત્ર તિર્થ ઉપર જ્યાં આ પૂજ્યપાદું ગુરૂરાજની મોટી ટુંકમાં દેરી છે, ત્યાં દરવર્ષ મુજબ આ વખતે પણ જયંતિ ઉજવવામાં આવી હતી. દરવર્ષ પ્રમાણે આ સભાના સુમારે ૭૫) પાણસો સભાસદેએ ત્યાં જઈ મુનિરાજશ્રી વલ્લભવિજયજી કૃત પંચતીર્થની પૂજા ભણાવી હતી. સંદર આંગી મેટી ટુંકમાં શ્રી આદિનાથ પ્રભુ શ્રી પંડીકજી મહારાજ, અને ગુરૂરાજની મૂર્તિને રચાવી હતી. ભાવના ભાવી, દેવગુરૂપૂજાભક્તિ વિગેરે કર્યું હતું. સાંજના સ્વામી વાત્સલ્ય પણ સામાન્ય રીતે કર્યું હતું. એ રીતે ગુરૂભક્તિ કરી હતી ! દરવર્ષ મુજબ આ વર્ષે પણ આ સભાના માનવંતા સભાસદ જામનગર નિવાસી શેઠ મોતીચંદભાઈ હેમરાજના તરફથી તેના સુપુત્ર ભાઈ છોટાલાલ તરફથી જ સ્વામીવાત્સલ્ય વગેરે સર્વ ખર્ચ કરવામાં આવ્યું હતું.
સભાનું વાર્ષિક અહેવ-જેઠ વદી સાતમના રોજ આ સભાને સ્થાપન થયા અઠ્ઠાવીશ વર્ષ પૂરા થઈ ઓગણત્રીશમં બેસતું હોવાથી દરવર્ષ મુજબ અઠ્ઠાવીશમે વાર્ષિક મહોત્સવ સભાના મકાનમાં પ્રભુજી પધરાવી કરવામાં આવ્યા હતા, સવારમાં પ્રથમ પ્રભુજી તથા પુજ્યપાદ ગુરૂરાજ શ્રી આત્મારામજી મહારાજની છબી પધરાવી વાસક્ષેપથી પુજન તથા ગુરૂ રસ્તુતિ કરવામાં આવી હતી. ત્યારબાદ મુનિરાજ શ્રી વલ્લભવિજયજી મહારાજત બ્રહ્મચર્યની પૂજા ભણાવવામાં આવી હતી. સાંજના વોરા હડીશંગભાઈ ઝવેરચંદ તરફથી સ્વામિનાય કરવામાં આવ્યું હતું. એ પ્રમાણે દરવર્ષ મુજબ વાર્ષીક મહોત્સવ ઉજવવામાં આવ્યું હતું. શ્રી જૈન યુવક પરિષદની પ્રથમ બેઠક ભાવનગર–આ પરિષદ્દની બેઠક ચાલતા માસની જેઠ સુદ ૧૩-૧૪-૧૫ તા. ૧૫-૧૬-૧૭ જુનના રોજ અત્રે મળવાની છે. પ્રમુખ તરીકે નવસારી નિવાસી રા. રા. બંધુ નગીનદાસ જગજીવનદાસ પી. એચ. ડી. ને નિમવામાં આવ્યા છે. આ બેઠક માટે બહાર ગામ આમંત્રણો પણ મોકલી આપવામાં આવ્યા છે.
For Private And Personal Use Only