________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
. શ્રી આત્માનંદ પ્રકાશ.
આજકાલ તે મર્યાદાને ભંગ વિશેષ થતે જોવામાં આવે છે. તરૂણ સ્ત્રી પુરૂષ સ્વતંત્રતાની લાલસા રાખે છે અને વડિલે તેમને પરતંત્ર રાખવા તત્પર રહે છે, ઉભયની એ સ્થિતિમાં પરાધીનતા દુ:ખમાંથી મુક્ત થવાની ઈચ્છા રાખનારા તરૂણ દંપતીના હૃદયમાં વડિલ તરફ અભાવ ઉત્પન્ન થાય છે, પછી તેમના તરફથી મયદાના ભંગનો આરંભ થવા માંડે છે. જે મર્યાદાના ભંગને લઈને શ્રાવક સંસારને આરંભમાંથીજ નિર્બલ કરી નાખવામાં આવે છે. હવે તે મર્યાદાને ભંગ ન થાય, તે વિચાર કરવાનો છે. મર્યાદા સાચવવાને માટે પ્રથમ ધર્મ અને નીતિના શિક્ષણની જરૂર છે. એ શિક્ષણમાં મનુષ્ય જીવનના ઉન્નત, ઉદાર અને સારા વિષ વિષે ઉત્તમ પ્રકારની સમજુતી આપવી. પાપ, ઈર્ષા, વ્યભિચાર આદિ ભાવે કે જે મનુષ્ય જીવનને કલંકિત કરનારા છે, તેમાંથી દૂર રહેવાની સચોટ છાપ પાડવી, અને વડિલવર્ગ પ્રત્યે સંતાને એ કેવી રીતે વર્તવું જોઈએ ? તે વિષે દષ્ટાંત સાથે ઉપદેશ અપાવ. વડિલેનું ગૌરવ કેવી રીતે ઉન્નત છે અને તેમનું બહુમાન કરવામાં કેવા કેવા લાર્ભો રહેલા છે ? તે વિષે સરસ સમજુતી આપવી. આવા શિક્ષણના પ્રકાશથી સંતાને બાલ્યવયથી જ મર્યાદા રાખતા શીખે છે. જ્યારે બાલકોના હૃદય ઉપર મર્યાદાના શિક્ષણની છાપ પડે છે, ત્યારે તે મર્યાદાની સીમાની બહાર જઈ શક્તા નથી. સાંસારિક રીત રીવાજો, તેની અસર, ધાર્મિક, સાંસારિક કે રાજકીય પ્રવૃત્તિ, મને વ્યાપારમાં થતા પરિવર્તન, અને જગતનો વિચિત્રતા એ મર્યાદાના શિક્ષણથી વિજ્ઞાત થાય છે. વીર્યશાલી, ઉદાર અને પરોપકારી મનુ જે ઉત્પન્ન થયેલા દેખાય છે, તે મર્યાદાના શિક્ષણને મહિમા છે. તેથી સદગુણ શ્રાવક ગૃહસ્થાએ જે પોતાના સંતાનને ભવિષ્યને સંસાર સુધારવો હોય તે તેમણે પિતાના સંતાનને મર્યાદાનું શિક્ષણ આપવું. એ શિક્ષણથી સંતાન એવા મર્યાદિત થાય છે કે જેથી વડિલેના તેઓ પૂર્ણ વિશ્વાસુ બને છે.
સાંપ્રતકાલે શ્રાવક સંસારમાં મર્યાદાને અનેક રીતે ભંગ થતો જોવામાં આવે છે. બાલલગ્નના દોષે કરી નાની વયના કુમારે પિતાની પદવી મેળવે છે. પોતાના વડિ. લની આગળ હજુ ઉછરતે બાળક જોતજોતામાં બાપ થઈને બેસે છે! થેડા વખતમાં તે કેટલાએક સંતાનેથી તે પરિવૃત થઈ જાય છે. મર્યાદાના પૂર્ણ શિક્ષણને અભાવે તરૂણે તત્કાળ વડિલેની મર્યાદા તોડવા માંડે છે. વડિલની પ્રત્યક્ષ પોતાના બાળકેને બોલાવે છે, હુલાવે છે, રમાડે છે, તેડે છે, અને બહાર ફરવા લઈ જાય છે. બાળકની ઉપર મોહિત થયેલો તરૂણ પછી તેને લઈને પત્નીની આધીનતામાં આવી જાય છે, પછી કેળવણી વગરની વધુ પણ વડિલ સાસુ સસરાને અનાદર કરે છે અને સ્વતંત્રતાના સુખની ચાહના રાખી મયદાનો ભંગ કરે છે. આમ ન થવું જોઈએ. શ્રાવક સંસારના આ દે ઘેર ઘેર જોવામાં આવે છે તેથી શ્રાવક ગૃહસ્થોએ એ મર્યાદા તરવને સુધારવા પ્રયત્ન કરવો જોઈએ.
For Private And Personal Use Only