________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ.
મૂત્યજ જાણતા નથી. સમય બચાવવા ચાહીએ તે અવશ્ય બચાવી શકાય છે, માત્ર ઈચ્છા હોવી જોઈએ. ઘણું મનુષ્ય એવા પણ જોવામાં આવે છે કે જેઓ કંઈ સારું કાર્ય કરવા માટે “ઉત્તમ તકની રાહ જોયા કરે છે, એ પણ ઠીક નથી. સારાં કાર્યને પ્રારંભ કરી દેવો જોઈએ; “ઉત્તમ તક” ની રાહ જોઈ બેસી રહેવાથી કેવળ સમય નષ્ટ થાય છે. સમય તે એજ ઉત્તમ ગણાય છે કે જેમાં ઉત્તમ કાર્યનો પ્રારંભ કરવામાં આવે. પરંતુ એક વાત અવશ્ય ધ્યાનમાં રાખવી જોઈએ કે કોઈ પણ કાર્ય એકાએક ક્ષણિક સમાં આવીને કરી નાંખવું જોઈએ નહિ. એમ કરવાથી કાર્યની સિદ્ધિ થતી નથી, કોઈ પણ કાર્ય ધીમે ધીમે અને થોડું થોડું કરે, પરંતુ તે હમેશાં દઢતાપૂર્વક કરે; પછી તમારાં કાર્યની સફલતામાં કઈ પણ પ્રકારને સંદેહ રહેશે નહિ. વળી કાર્ય કરવાથી આપણને બે પ્રકારના લાભ થાય છે, એક તો આપણું ઇચ્છિત કાર્ય પૂર્ણ થાય છે અને બીજું આપણામાં કરવાની ચેગ્યતા વધતી જાય છે. બસ, આટલાથી આપણે સમજી શકીએ છીએ કે આળસુ મનુષ્ય કરતાં ઉદ્યમી મનુષ્ય કેવી રીતે અધિક કાર્ય કરવા શક્તિમાન થાય છે. આનું એક ઉદાહરણ લઈએ. તમે કઈ કામકાજમાં રોકાયેલા મનુષ્ય પાસે જઈ તેને એક ચિઠ્ઠી લખી આપવાનું કહેશે કે તે તરત જ ચિઠ્ઠી લખી આપશે; પરંતુ તમે એક આળસુ મનુષ્યને એક ચિઠ્ઠી લખવા માટે આખા દિવસનો અવકાશ આપશો તે પણ તે એક ચિઠ્ઠી પણ લખી આપશે નહિ, તેને એક ચિઠ્ઠી લખવા માટે બે ચાર દિવસ અથવા એક અઠવાડીયું જેશે.
કઈ પણ કાર્ય પૂરું કરીને જ છેડવું જોઈએ, અધુરૂં મુકી દેવાથી કાર્ય પૂરું થતું નથી, એટલું જ નહિ પરંતુ તેનાથી અધુરા કાર્ય કરવાની ખરાબ ટેવ પડી જાય છે. એક વખત એક વર્તમાન પત્રના સંપાદકે પોતાના એક મિત્ર લેખકને કહ્યું કે “કેમ ભાઈ! તમે પ્રસિદ્ધ કરવા માટે એક પણ લેખ આપતા નથી. રાત્રિ દિવસ લખ્યા તે બહુ કરે છે.” ઉક્ત લેખકે તે સંપાદક પાસે કાગળનો એક ઢગલે લાવી મૂક્યું. તેની અંદર અનેક વિવિધ વિષયે ઉપર લેખ લખેલા હતા, પરંતુ તેમાં એક પણ લેખ સંપૂર્ણ નહે. તે અપૂર્ણ લેખે વાંચવાથી એટલું અવશ્ય માલુમ પડતું હતું કે લેખકમાં અપૂર્વ વિદ્વતા હતી પરંતુ તે શું કામની ! એક કાગળ ઉપર એક મધુરી કવિતા લખી હતી. બીજા કાગળ ઉપર વિજ્ઞાન સંબંધી અપૂર્ણ લેખ હતે, એક સ્થળે ઉન્નતિ વિષયક એક લેખ લગભગ પુરો થવા આવ્યું હતે, એક બીજા પૃષ્ઠમાં “કર્તવ્ય” ઉપર લેખ લખવામાં આવ્યું હતું, જેમાં માત્ર
ડું લખવું બાકી રહ્યું હતું. ટુંકામાં એક પણ લેખ સંપૂર્ણ નડે. આ પ્રમાણે કામ કરવાથી શું લાભ? એનાથી સમયની હત્યા માત્ર થાય છે. એ કરતાં સારું તે એજ છે કે કઈ પણ એક કાર્ય સારી રીતે પૂર્ણ કરી નાંખવું.
For Private And Personal Use Only