________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વઓળખાણ સંબંધી સ્થળ વિચાર.
૨૭૭ છે. જે વખતે એ ગુણસ્થાના ઉપર મુનિ મહાત્માઓ વીરાજમાન હોય છે, તે વખતે મેહની કર્મને સતામાં દબાવી દીધેલું હોય છે, અને આત્મા તેટલે કાળ નિર્મળ અને સ્થિર હોય છે. એમ જ્ઞાનીઓનું કથન છે. અહા એવી સ્થિતી ક્યારે પ્રાપ્ત થશે ?
૬ ઉપર જણાવ્યા તે ઉપશાંત મેહી સિવાય બીજા સકષાયીમાં દશમા ગુણસ્થાને વર્તતા સૂફમ સકષાયી અને તેથી નિચલા ગુણસ્થાને વર્તતા બાદર સકષાયી છે. બાદર સકષાયમાં એક શ્રેણી પ્રતિપન્ન, અને બીજા શ્રેણ રહિત. એટલે આઠમા નવમાં ગુણસ્થાને વર્તતા મહાત્માઓ શ્રેણી પ્રતિપન્ન અને બાકીના બીજા રહિત આ કાળમાં આ ક્ષેત્રમાં શ્રેનો અભાવ છે એટલે ભગવંત જંબુસ્વામીના પાછલ જે દશ બાબતો આ ક્ષેત્રમાં વિચ્છેદ ગઈ છે તેમાં એણે પ્રતિપનો પણ સમાવેશ કરેલો છે. એટલે એવી લાયકાત આ કાલના જીવો પ્રાપ્ત કરી શકવાના નથી એમ ભગવંત મહાવીરે પોતાના જ્ઞાન બળથી જાણુને કહેલું છે તેથી એ કેટીમાં પણ આપણે આવી શકીએ નહિં.
૭ શ્રેણી રહિતનામાં અપ્રમાદી સાતમા ગુણસ્થાને વર્તતા અને બાકીના પ્રમાદી તેથી નિચલા ગુણસ્થાને વર્તતા જેવા છે. છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનકવર્તિ સર્વ વિરતી મુનિ મહારાજાઓ છે. સાતમાં ગુણસ્થાનકને ઝુલા સમાન ગણેલું છે. જેમ હિંચકા ઉપર બેઠેલા પ્રાણી હિંચકા ખાતી વખતે ઊંચે અને નિચે જાવ આવ કર્યા કરે છે. હિંચકે તે વખતે સ્થિર રહી શકતું નથી. તેમ પ્રમાદ દશામાંથી અપ્રમાદ દશામાં વર્તતા મુનિ મહારાજાઓની એ સ્થિતી ગણાય છે. જ્ઞાન ધ્યાનમાં વર્તતા એટલે કાળ તેમાં તદાકારવર્તિપણે થઈ જાય તે વખતે તે અપ્રમાદ દશામાં ગણી શકાય તેમાં ફેરફાર થતાની સાથે જ તે પ્રમાદ દશામાં આવી જાય છે. ગૃહસ્થ દશામાં જે પ્રમાદ ગણાય છે તે પ્રમાદ અને આ પ્રમાદ દશામાં બહુ તફાવત છે. છ કાય જીવન રક્ષક, પંચમહાવૃતના સંપૂર્ણ પ્રતિપાલક અને ભગવંતની આજ્ઞા મુજબ છઠ્ઠા ગુણસ્થાન આરાધક મુનિ મહાત્માઓ છે. આ છઠ્ઠા ગુણસ્થાનકને પ્રમાદ ગુણસ્થાન એવું નામ પણ આપેલું છે. આ ગુણસ્થાનક મારામાં વર્તતું નથી કારણ હું તે ગૃહસ્થદશામાં છું જ્યારે ત્યારે આ ગુણ સ્થાનક પ્રાપ્ત કર્યા સિવાય ઉપલી હદે જવાનો અધિકાર મને પ્રાપ્ત થવાનો નથી. એ ગુણસ્થાનક પ્રાપ્ત થાય એવી ભાવના હમેશ ભાવવી જોઈએ. તે પણ ભવાતી નથી. કેટલા ખેદની વાત છે? '
૮ પ્રમાદી માં છઠ્ઠા ગુણસ્થાનકથી નીચેના ગુણસ્થાને વર્તતા તમામ જીનો સમાવેશ થાય છે. સમક્તિ પ્રાપ્ત કરેલા ચોથા ગુણસ્થાનક વર્તિ, અને વિરતી પરિણામવાળા જેઓએ દેશથકી વ્રત નિયમ અંગીકાર કરેલા છે તે પાંચમા
For Private And Personal Use Only