________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ.
આ પ્રમાણે ચારે તરફથી વિચાર કરી મુળ સિદ્ધાંત ઉપર પાયે રચી પ્રસંગ પ્રમાણે મુત્સદ્દીપણું અને જનાશકિતને બળે જ આગળ વધવું. એક એક સાધનને અનેક દષ્ટિથી સાધવું. એક કામમાં અનેક સાચ્ચે સિદ્ધ કરવાં. આકર્ષતા અને લેકમત ખાતર સંસ્થામાં મુળ સ્વરૂપમાં રહીને આંતરશુદ્ધિ બરાબર રાખીને જે બાહ્ય દેખાવ કરવો, તેનું નામ કેટલાક આડંબર કહે છે, પણ આનું નામ હું વ્યવહારૂતા કહું છું. આજ વ્યવહારૂતાને લીધે આપણી પ્રજા પર તે યુક્તિમાં નિ પણ પ્રજા રાજ્ય કરે છે. સમર્થ પ્રજમાં કેમ રહેવું અને સામાન્ય પ્રજામાં કેવી રાજનીતિ રાખવી, એવા સુક્ષ્મ પ્રકારો અને ફળમુખી ઉપાયની એજના એજ વ્યવહારૂતા છે, માત્ર આંતરીક શુદ્ધિ વિના આડંબર તેજ આડંબર કહેવાય છે. આપણામાનાં કેટલાક વ્યવહારૂતાને એવો અર્થ કરે છે કે લાંબા વિચાર કરવા નહીં, વધારે હાથ પગ હલાવવા નહીં, વધારે ઉંડી તપાસ કરો નહીં, પણ વ સાધને પ્રાપ્ય હોય, તમારી પાસે હાજર હોય, તે ઉપરથી કામ શરૂ કરો. આગે આગે ગોરખ જાગે. આને વ્યવહારતા કહે છે. પણ આનું નામ વ્યવહાતા નથી. કામ કરનારે ઉંડા ઉતરવાની દરેક દિશા તપાસી લેવાની અને દરેક દીશાઓ વચ્ચે પોતાનો રસ્તે ધો અને નવીન છતાં ચાલુ જણાય ચાલુ છતાં નવીન જણાય આવા કાર્યના અંગેની ખીલવણ એજ વ્યવહારૂતા ગણાય, કાર્યોને વ્યવહારૂ બનાવવામાં બહુ કઠીણ કામ છે. તેમાં આપણા દેશના લોકો તે એ બાબતથી કઈ કઈ જ જાણીતા છે. અંગ્રેજો પાસેથી મેજશોખ અને ખાલી અનુકરણે આપણે શીખ્યા પણ તેઓ ની આ કળા આપણે શીખ્યાજ નથી, કામ આપણે એની પદ્ધતિથી તેઓની સામે સ્પર્ધા કરવા માટે કરીએ છીએ પણ આવડત વ્યવહારૂતામાં મોટો ભેદ છે.
નાના પાયા ઉપર કામ કરવામાં શી અડચણ ? આ યોજનામાં કામ લાંબા સરકલથી બતાવવામાં આવ્યું છે. પણ જે ટૂંકી રીતે કામ કરવામાં આવે તે પુરતી યોજના નહીં હોવાને લીધે બીજા મદદના સાધન ઉત્પન્ન કરવાની સગવડ કે ભવિષ્યના સંજોગોને પહોંચી વળવાની સગવડ મળેજ નહીં, એટલે પછી જે થોડી ઘણી વ્યકિતઓની ઘણી મહેનતથી જે કંઇ થાય તેને કંઈ અર્થ રહે જ નહીં. આવા કામ તો ઘણાએ થાય છે, અને લય પામે છે. એકાદ બે કે પાંચ વિદ્વાને રોકીને અમુક સંખ્યામાં અને અમુક છુપી રીતે મહેનત કરીને તૈયાર થાય પણ તેનો પ્રવાહ ચાલવાને નહીં. તે કામમાં છેવટે દરેક અંગને કેટાળો અને અસંતોષ રહેવાને, વળી પાયે ગમે તેવો નાનો હોય પણ કામ કરનારનું લક્ષ્ય આ લેખમાં બતાવ્યા પ્રમાણે વિસ્તૃત હોવું જોઈએ. અને તે લક્ષ્ય સીદ્ધ કરવા જે જે ઉપાયે જેવી જેવી રીતે શક્ય તેવી રીતે શરૂ કરી દેવા જોઈએ. તોજ તે પાછળથી વ્યાપક બની જાય, પણ કાચા પાયા ઉપર કામ કર્યું જવું તેથી
For Private And Personal Use Only