________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ.
જૈન ઐતિહાસિક સાહિત્ય. મહોપાધ્યાય શ્રીધર્મસાગર ગાણ.
મહાન મુગલ સમ્રાટ્ર અકબર બાદશાહના દરબારમાં ઉત્તમ આદર પ્રાપ્ત કરનાર જગદગુરૂ શ્રીહીરવિજય સૂરિના શાસનકાલમાં તપાગચ્છમાં જે અનેકાનેક પ્રિોઢ પંડિત થઈ ગયા છે તેમાં ધર્મસાગર ઉપાધ્યાય સાથી પ્રથમ નામ લેવા યોગ્ય છે. તેઓ પોતાના સમયના ઉત્તમ વિદ્વાન્ અને લેખક, અપ્રતિમ લાગણું અને જુસ્સાવાલા, સ્વસંપ્રદાયના અસાધારણ અભિમાની અને અન્યમતાસહિષ્ણુ હતા. તેમને શિષ્ય સમુદાય પણ હેટી સંખ્યાનો હતો અને પ્રમાણમાં વિદ્વત્તા પણ તેમાં યથેષ્ટ હતી. ઉપાધ્યાયજીને સ્વભાવ ઉગ્ર અએવ નીડર અને તેથી જ બીજા મ-સંપ્રદાયે સાથે વાદવિવાદ કરવામાં અત્યંત રસવાલે હતે. તેમના આવા સ્વભાવના લીધે તેઓ જેમ પોતાના અનેક પ્રશંસકેની પ્રીતિ મેળવી શક્યા હતા તેમ અનેકની અપ્રીતિના પણ ભાજન થયા હતા. બીજા--મતો અને સંપ્રદાયે તે તેમના પ્રતિ વિધભાવ વાલા હોય તેમાં શું આશ્ચર્ય. પણ સ્વસંપ્રદાયને પણ કેટલાક વિશિષ્ટ ભાગ તેમનો સખ્ત વિરોધી હતે. ખુદ ગચ્છાધિપતિ પણ કેટલીક વાર તેમની પ્રકૃતિ અને કૃતિથી ખેદ પામતા હતા. અનેકવાર તેમને ઉપાલંભે અપાયું અને ફરીવાર તેમ ન બને તેટલા માટે હિત વચને કહેવાણા. જેમાં તેમના રચેલા કેટલાક ગ્રંથની સ્વયં ગચ્છાધિપતિએ બહુ પ્રશંસા કરી છે તેમ કેટલાક બંને જલશરણ પણ કરવા પડ્યાં છે. તેમની સાથે સંબંધ ધરાવનારો ઈતિહાસ ઘણા વિસ્તૃત પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે. તેમની અનુકૂલ અને પ્રતિકૂલ બંને બાજુએ લખાયલા ઘણાક ઉલ્લેખો ગ્રંથ અને છુટક નિબંધ-પ્રબંધમાં મળી આવે છે. તેમના જેવા, એકંદર રીતે સમર્થ સાધુ પુરૂષના જીવનની સમગ્ર સામગ્રી એકત્ર કરી જન સમાજની સન્મુખ મૂકવાની ખાસ આવશ્યકતા છે.
આજના સયંમન્ય જમાનામાં ઘણા ખરાવિદ્વાને ધર્મની બાબતમાં આવી ઉગ્ર પ્રકૃતિવાલા પુરૂ પ્રતિ આદર ભાવ અલ્પ દેખાય છે તેમજ મત-મતાંતરે તરફ ખંડન -મંડનની દ્રષ્ટિએ લખાયેલા વિચારોની કીંમત પણ ઓછી અંકાય છે. સ્વયં આ પં. તિઓ લખનાર પણ કેટલેક અંશે આવીજ કટિમાં ગણાય તેવો છે. પરંતુ તાત્વિક દ્રષ્ટિએ વિચારતાં તેમજ દેશકાલની પરિસ્થિતિનું અવલોકન કરતાં જણાય છે કે કેટલીક વખતે તેવી પ્રકૃતિવાલા મનુષ્ય અને તેવા વિચારો પણ પોતપોતાના જન સમુદાય અને ધર્મ વિચારેને ઘણા અનુકૂલ થઈ પડે છે. પાશ્ચાત્ય પ્રજાના સંસર્ગ અને શિક્ષણના પ્રતાપે આજે ભારતીય જનતામાંથી આત્માભિમાન અને ધર્માભિમાન
For Private And Personal Use Only