SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સફલતા પ્રાપ્ત કરવાનું સર્વોત્તમ માગ. ૩૯ પણ એમજ છે કે આત્માનું વાસ્તવ સ્વરૂપ વ્યવહાર સુખમાં મશગુલ રહેવાથી પ્રાપ્ત થઈ શકતું નથી. પરંતુ વ્યવહારિક સુખના ભકતા પુણ્યવાન આ-માઓ હોય છે, એ ભૂલવું જોઈતું નથી. આત્મસ્વરૂપની સત્તમ સ્થિતિએ પહોંચેલા તીર્થકર ભગવાને અને કેવળી મહાશ પોતાના જીવનની પૂર્વાવસ્થામાં અતુલ વ્યવહારિક સુખોના ભકતા હતા, એ કાંઈ આપણુથી અજાણ્યું નથી. ધનવાન થવું અને વ્યવહારમાં સુખી હોવું, એ કાંઈષ પાત્ર નથી. ધનવાન મનુષ્ય ધનના મદમાં અહંકારી, અભિમાની અને દુષ્ટ વર્તનવાળા થઈ જાય છે, એવી ફરીયાદ ઘણા મનુષ્ય તરફથી આપણે સાંભળીએ છીએ, અને તેઓની એ ફરીયાદમાં સત્ય પણ રહેલું છે. કારણકે ઘણાં ધનવાન મનુષ્યો ધનના મદમાં દુષ્ટ ચારિ, વ્યવાળાં થઈ જાય છે, એમ વારંવાર આપણે જોઈએ છીએ, પરંતુ આ ઉપરથી એમ સિદ્ધ નથી થતું કે ધનવાન થવું એ દષપાત્ર છે. વ્યવહારની દ્રષ્ટિએ ધનવાન થવું એ જેમ અગત્યનું છે તેમ જીવનને ઉત્તમ અને સચ્ચારિત્ર્યવાન બનાવવું અને ધર્મ અને નીતિના માર્ગે વતી વ્યવહારિક અને આત્મિક સુખ પ્રાપ્ત કરવાનો પ્રયત્નશીલ થવું એ પણ તેટલું જ અગત્યનું છે. વ્યવહારની દ્રષ્ટિથી આ લેખ અમે લખતા હોવાથી વ્યવહારમાં જીવનને કેમ ઉત્તમ બનાવવું એ વિષય ઉપર વધારે વિવેચન થયેલું જોવામાં આવશે. આપણા જૈન સમાજની વર્તમાન સ્થિતિનું અવલોકન કરતાં જેનધર્માનુયાયી વર્ગની વ્યવહારમાં એટલી બધી નિકૃષ્ટ સ્થિતિ થયેલી છે કે જે તેઓને યથાર્થ જ્ઞાન આપી સુધારવા પ્રયત્ન નહિ કરવામાં આવે તો જેનોની ભવિષ્યમાં કેવી અધમ સ્થિતિ થશે એનો વિચાર માત્ર પણ અતિ દુ:ખદાયક છે. ગરીબાઈ અને નિર્ધનતા એ આપણું સમાજમાં મૂળ ઘાલીને બેઠા અને તેને લઈને જેનેની સંખ્યામાં દિનપ્રતિદિન આશ્ચર્યકારક ઘટાડો થતો જ્ય છે. જેનસમાજની આવી દશા હોવાથી અમને આ લેખ લખવાની કુરણ થઈ અને તદનુસાર આ લેખમાં પિતાના વર્તમાન જીવનને વ્યવહારથી અને નિશ્ચયથી શી રીતે ઉન્નત કરવું, તેને ઉલેખ કરાયો જણાશે; તેથી વાંચનાર પ્રસ્તુત લેખમાં લખેલા નિયમાનુસાર પિતાનું વર્તન રાખે તે વ્યવહારિક તેમજ કમે ક્રમે આત્મિક ઉન્નતિ સાધવાને ભાગ્યશાલી થશે. કઈ પણ આરંભેલા કાર્યને ઉત્તમતાપૂર્વક સંપૂર્ણ કરવું અને તેનાથી યથેષ્ટ લાભની પ્રાપ્તિ થવી, એનું નામ સફલતા છે. સફલતા શબ્દને આ સામાન્ય અર્થ છે. સંસારમાં ઘણા મનુષ્ય ધન પ્રાપ્ત કરવામાં જ સફળતા માને છે. તેઓની આ માન્યતા વ્યવહારદષ્ટિએ કેટલેક અંશે સત્ય પણ છે, કારણકે વ્યવહારમાં જે મનુષ્ય ધનવાન હોય છે, તેને જ મહાપુરૂષ માનવામાં આવે છે તેની સર્વ For Private And Personal Use Only
SR No.531168
Book TitleAtmanand Prakash Pustak 014 Ank 12
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1916
Total Pages49
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy