SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છવન દર્ય. ૩૧૫ વિશાળ થશે, જે દ્રવ્યની કે કીર્તિની પ્રાપ્તિથી પણ થવું અશક્ય છે. તમારે માનસિક તેમજ શારીરિક રાક એગ્ય વિવિધ વસ્તુઓને બનાવો. તેનાથી તમને અવસ્ય અમૂલ્ય લાભ થશે. તમારું શરીર કામ કરવાને બળવાન અને સશકત હોય અને તેમાં ફેરફાર કરવાની કંઈપણ અપેક્ષા ન હોય તો પણ તમારા મનને તે ફેરફારની અપેક્ષા છે. આરોગ્યના દષ્ટિબિંદુથી નિવૃત્તિની જેટલી અપેક્ષા છે તેટલી જ ચારિત્ર્યના દષ્ટિબિંદુથી તેની અપેક્ષા છે. જે તમે આખું વર્ષ એકજ પ્રકારના માનસિક બરાક પર જીવે છે, જે તમે ત્રણસે પાંસઠ દિવસ એક જ પ્રકારના અનુભવ મેળવે છે તે ખાત્રીપૂર્વક માને કે તમારા જીવનમાં કેઈપણ સ્થળે ભય રહેલું છે. વિજય અને સુખ મેળવવામાં, આપણું જીવન ઉચ્ચ અને ઉદાત્ત બનાવવામાં સંદર્ય પારખવાની શક્તિના વિકાસને વિષય ઘણી જ અગત્યતા ધરાવે છે. સંદર્યના પ્રેમથી આંગ્લવિદ્વાન રસ્કિનનું જીવન અવર્ણનીય રીતે સુંદર અને ઉગ્ર બન્યું હતું. સંદર્ય કુદરતને વિશિષ્ટ ગુણ છે, અને સાંદર્યની સાથે વધારે પરિચયમાં રહેવું તે કુદરતની સાથે નિકટ સમાગમમાં રહેવા સરખું છે. “જેમ જેમ આપણે મનુષ્યમાં, બાળકમાં, પ્રવૃત્તિ અને નિવૃત્તિમાં, બાહા અને આંતર જગતમાં વધારે વધારે સંદર્ય જોઈએ છીએ તેમ તેમ આપણે. કુદરતને વધારે વધારે પ્રત્યક્ષ કરીએ છીએ.” જીવનને ઉચ્ચ અને સમતલ બનાવવામાં સંદર્યને પ્રેમ બહુ અગત્યને ભાગ ભજવે છે. સુંદર માણસની અને વસ્તુઓની આપણા પર શું અસર થાય છે તે આપણું સમજવામાં ભાગ્યેજ આવે છે. તેઓ આપણું દષ્ટિએ વારંવારપાઠવાથી આપણું અનુભવમાં સામાન્ય થઈ પડે છે. જેથી આપણું ધ્યાન ખેંચવામાં નિષ્ફળ થાય છે. પરંતુ એ તે ચોક્કસ છે કે પ્રત્યેક સુંદર ચિત્ર, પ્રત્યેક રમણીય સૂર્યાસ્ત, પ્રત્યેક ભૂપ્રદેશને કટકે, પ્રત્યેક લાવણ્યમય આકૃતિ અને પ્રત્યેક રમ્ય પુષ્પ ચારિત્ર્યને ઉદાત્ત અને ઉચ્ચ કોટિનું કરે છે. આપણા જીવનનું વલણ ઉચ્ચ લાગણીઓને નાશ કરવા તરફ અને સંદયના વિકાસને દાબી દેવા તરફ સામાન્ય રીતે હોય છે. આપણે ભૌતિક વસ્તુઓના લાભપર વધારે લક્ષ આપીએ છીએ અને જે દેશમાં પૈસાને પ્રભુતુલ્ય ગણવામાં નથી આવતે તે દેશમાં જે શકિતઓને અધિક્તર ખીલવવા પર ધ્યાન આપવામાં આવે છે તેના તરફ આપણે દુર્લક્ષ રહીએ છીએ. જ્યાં સુધી આપણી શકિતઓને ઉપયોગ દ્રવ્યસંચય કરવામાં આગ્રહપૂર્વક કરીએ છીએ અને ઉચ્ચ સુંદર શકિતએને ગુપ્તપણે દબાવી રાખી નષ્ટપ્રાય: થવા દઈએ છીએ ત્યાંસુધી ઉચ્ચ સમતલ For Private And Personal Use Only
SR No.531168
Book TitleAtmanand Prakash Pustak 014 Ank 12
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1916
Total Pages49
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy