________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭૨
શ્રી આત્માનંદ પ્રકાશ.
નથી રાખી ખામી પરમ કરવામાં ઉપકૃતિ, નમે પ્રેમે એવા ગુરૂજી વિજયાનંદસૂરિને. રચ્યા ગ્રન્થ જેણે ગહન અતિ શાસ્ત્રો નિરખિને, ઘણું હિન્દીમાંહી સરલ કરી ત વરણવ્યા; થયા સવે ગ્રન્થ ગુણકર અતિ સ્વલ્પ મતિને, નામે પ્રેમે એવા ગુરૂજી વિજયાનંદસૂરિને. ફરીને શ્રેણીમાં અનુભવિ થયા સર્વ મતના, કરીને ચર્ચાઓ અસલ મત થાઓ અવનિમાં ઘણું પ્રાણી પોતે શયન કરતા બધિત કર્યા નમે પ્રેમે એવા ગુરૂજી વિજયાનંદસૂરિને. કર્યા કાર્યો જે જે અવિચળપણે ધૈર્ય ધરીને, બની ઉંચાં તે તે અખિલ જનમાંહી પ્રિય થયાં, સમારંભી કાર્યો વિકલ નહીં થાતા વિદાનથી, નો પ્રેમે એવા ગુરૂજી વિજયાનંદ સૂરિને. નથી વિવે કઈ ગુરૂની ઉપમા ધારણ કરે, હમેશાં ભારેથી અગર ઉપકારી મન ધરે; લહે નિચે તે તે મનુજ જય મોટે અવનિમાં, નમે પ્રેમે એવા ગુરૂજી વિજયાનંદ સૂરિને.
મહાશ! વિશ્વવંદ્ય પૂજ્યપાદ મમ મુનિ શ્રી મદ્વિજયાનંદસૂરિ (આત્મારામજી) મહારાજના નામથી જેન કેમમાં ભાગ્યે જ કોઈ અજાણ્યું હશે, મહાત્મા શ્રીએ જૈન તેમજ જૈનેતરમાં સારી પ્રતિષ્ઠા મેળવી ધર્મેઘાત કરવામાં ન્યૂનતા નથી રાખી, આવા મહાત્માશ્રીના પવિત્ર જીવનને સ્મૃતિમાં લાવવા આજે આપણે અહીંઆ એકત્રિત થયા છીએ, તે ઘણી હર્ષની વાત છે!
સજજનો! ઉત્તમ પુરૂષના પવિત્ર જીવનનું સ્મરણ, અને અવલંબન પવિત્રતાને બનાવે છે, એ અનુભવ સિદ્ધ વાત છે, વિશ્વમાં દરેક પ્રાણી પવિત્ર વસ્તુના ગ્રાહક છે, અને એટલાજ માટે એક પૈસાની પણ વસ્તુ ગ્રહણ કરશે તે, શુદ્ધ વસ્તુને ગ્રહણ કરશે. જ્યારે પિગલિક વસ્તુઓમાં પવિત્રતાનું અન્વેષણ કરવામાં આવે છે, તે પછી આત્મિક જીવનમાં પવિત્રતાના સંચાર માટે કેમ ન પ્રયત્ન કરી જોઈએ?
બંધુઓ! મહારાથી પહેલાં કેટલાક મહાશયેએ ઉક્ત મહાત્માના જીવન સંબંધિ કાંઈક વર્ણન કર્યું છે, અને આગળ વર્ણન કરવાને કેટલાક મહાશયે ઉત્સુક
For Private And Personal Use Only