________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનંદ પ્રકાશ.
ऐतिहासिक-साहित्य ।
Go
* મહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજ્યજી.
આ
આ
)B).
મહા પુરૂષે પોતાના પવિત્ર જન્મથી કઈ ભૂમિ, કઈ જતિ અને કયા કુળને અલંકૃત કર્યું છે, એની કાંઈ પણ સત્ય હકીકત હજી સુધી જાણવામાં આવી નથી. તેમજ એમણે ક્યારે દીક્ષા લીધી. જ્યારે ન્યાય
ચાર્યાદિ પદ પામ્યા અને કઈ કઈ વખતે શી શી શાસન-સેવાઓ બ9 જાવી, ઈત્યાદિ વૃત્તાંત પણ અનુપલબ્ધજ છે. અર્થાત્ જૈનશાસનના આ મહાન પ્રભાવકના પવિત્ર જીવનની વિસ્તૃત ચર્ચાથી ઘણા ભાગે આપણે અજ્ઞાતજ છીએ. આવા એક અસાધારણ મહાત્માના મહાન અને જગમંગળકર જીવનથી અપરિચિત રહેવું પડે તે બહુજ અફસરકારક બીના છે; પરંતુ ઉપાય શું?
જે તેઓશ્રી મૂળ-પરંપરામાં પટ્ટધર આચાર્ય થયા હતા તે તો, તેમના સંબંધમાં થોડો ઘણો ઉલ્લેખ-દેશ, જાતિ અને માતાપિતાના નામે તથા દીક્ષા વિગેરેની સાલ ઈત્યાદિપટ્ટાવલિમાંથી અવશ્ય મળી આવતા, પરંતુ તેઓશ્રી ઉપાધ્યાયપદથી વિભૂષિત થયેલા હોવાથી પટ્ટાવલિમાં તત્સંબંધે કાંઈ પણ ઉલ્લેખ કરવામાં આવ્યા નથી.
આમ હોવા છતાં પણ, આ શાસન-રક્ષક કમગી-શ્રમણના જીવન સંબંધમાં કાંઈક વાસ્તવિક ઉલ્લેખ મળવાની, એક બીજી રીતિએ, હારા મનમાં ઘણું સમયથી આશાં લાગી રહી હતી ! આશાનું કારણ આ છે કે-જેવી રીતે, સત્યવિજય, કલ્યાણુવિજય, વૃદ્ધિવિજ્ય, લક્ષ્મીસાગર, ન્યાયસાગર અને નેમસાગર આદિ મહાતમાઓના જીવનની ટુંક હકીકતે, (કે જે કેટલીક જોન રાસમાળામાં છપાવ્યું છે અને કેટલીક હારી પાસે છે,) તેમના શિષ્યએ અથવા ભકતોએ, આપણું જેવી ભાવિ પ્રજાના ઉપકાર માટે કહો કે પછી પિતાની ભકિત માટે કહો પણ, ગુજરાતી ભાષામાં રાસ, ભાસ કે નિવાણ જેવા પ્રબંધો લખી, પોતાના આત્માને પવિત્ર કરવાનું પ્રયત્ન કર્યું છે, તેવી રીતે ઉપાધ્યાયજીના જીવન વિષયમાં પણ કઈ ભાગ્યશાળીએ “કાંઈક” લખી સ્વજન્મને સફળ કરવા અવશ્ય શેડે ઘણે ઉદ્યમ કેમ ન કર્યો હોય,
For Private And Personal Use Only