SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૩૮ www.kobatirth.org શ્રી આત્માનદ પ્રકાશ ज्ञानाराधन. • કાળના વિભાગ પાડી તેની ગણત્રી કરાવનાર વિક્રમના વર્ષની શરૂઆત કાતિક શુદ પ્રતિપદાથી થાય છે. નવીન વર્ષની શરૂઆત તે દિવસથી થાય છે. આખુ વર્ષ સુખ, આનંદ અને આરોગ્યમાં જાય તેને માટે પ્રત્યેક વ્યક્તિ તે ઢીવસ સારી ભાવનામાં કાઢવાને ઉત્સુકવાન હોય છે. ઈશ્વર પૂજન, ભજન, ગુરૂભક્તિ, પરોપકારાદિ કૃત્યાથી તેને શણગારે છે, કેટલેક સ્થળે તે જ્ઞાનપાંચમ યાને લાભપાંચમ એટલે કારતક શુદ્ઘ ૫ સુધી સ ંસારી કાર્યં “ધધા” નહીં કરતાં દેવદર્શનાદિ કૃત્યામાં ગુજારવામાં આવે છે. એ પાંચમને ખીજાએ લાભપાંચેમના નામથી ઓળખાવે છે. ત્યારે જૈન દ નકારાએ તેને જ્ઞાનપંચમીના નામથી ઓળખાવેલ છે. આ દિવસે ઉપવાસાદી વિવિધ પ્રકારની તપશ્યા યથાશક્તિ કરે છે. જ્ઞાનભડારામાંથી પુસ્તક-પેાથી કાઢી તેનું બહુમાન કરી પૂજન કરે છે. વિવિધ પ્રકારના પદાર્થો—ફળ, નિવેદ ચઢાવે છે. યથાશક્તિ દ્રવ્યથી પૂજન કરે છે. જ્ઞાનારાધન માટે પાષધ, દેશાવગાશિક વિગેરે વ્રત કરે છે. અને આખા દિવસ જ્ઞાનબ્બાનમાં વ્યતિત કરે છે. તે નિમિત્તે જાપ અને ધ્યાન કરવામાં આવે છે. પૂર્વે થઈ ગએલ ગુણમજરી અને વરદત્તની કથા ઘણાં ભુવા શ્રવણુ કરવામાં આવે છે. કેટલાક ભાવિક દરમાસે તેનું આરાધન કરવાને વ્રત ગ્રહણ કરે છે. એ રીતે જ્ઞાનપંચમીના દિવસ પવિત્ર રીતે ગુજારે છે. 66 Acharya Shri Kailassagarsuri Gyanmandir "" નવીન વર્ષની શરૂઆતમાં જો કોઇ પણ પવિત્ર પર્વની શરૂઆત થતી હાય તે તે જ્ઞાનપ ંચમીના દિવસથી થાય છે. તે સહેતુક છે. તિર્થંકર અને કેવળી ભગવતે આત્મિક ઉન્નતિના પહેલા પગથીયારૂપ કંઇપણ ચીજ જોઈ હોય તે તે જ્ઞાનને જોઇ છે. જ્ઞાન, દર્શીન અને ચારિત્ર આ ત્રણના આરાધનને મેક્ષ પ્રાપ્તિના ઉપાય માન્યા છે. એ ત્રણનુ પૂર્ણ પણે પ્રાપ્ત થવું એજ મેાક્ષ છે. એ ત્રણમાં જ્ઞાનને પ્રથમ પદ આપવામાં આવેલુ છે. વિચાર કરતાં તે ખરૂ લાગે છે. આત્માના અનંતા ગુણુ છે. તેમાં જ્ઞાન, દર્શીન એ મુખ્ય ગુણ છે. એ એમાં પણ પ્રથમ જ્ઞાનગુણ છે. કેમકે જ્ઞાનથીજ દર્શન શ્રદ્ધા થઇ શકે છે. સમ્યાન શિવાય સભ્યશ્રદ્ધા થઈ શકે નહીં. સમ્યગ્ જ્ઞાન શિવાયની શ્રદ્ધા અંધશ્રદ્ધામાં જાય છે. અંધશ્રદ્ધાથી આત્મા શુદ્ધ તત્ત્વની પ્રાપ્તિ કરી શકે નહીં. For Private And Personal Use Only જૈનદર્શનમાં જે જે ક્રિયાએ કરવાની કહી છે, તે તમામનું યથાર્થ સ્વરૂપ સમજી તથા તથ્ય આરાધન કરવામાં આવે તેા તે આરાધકની કેટીમાં આવે છે, નહીં તે વિરાધક અને છે. ભગવંતની આજ્ઞાના પાલનાર તે આરાધક, અને આજ્ઞા
SR No.531150
Book TitleAtmanand Prakash Pustak 013 Ank 06
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1915
Total Pages48
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy