________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૨
-આત્માન પ્રકાશ
વિધિથી તે પ્રતિમાનું ગુરૂ પૂજન કરે છે. આ બંને વિધિ આચાર દિનકરમાં દર્શાવેલ છે. સૂર્ય પ્રતિમાનું પૂજન થઈ રહ્યા પછી ગુરુ, બાળકની માતાને સ્નાન કરી ઉત્તમ વસ્ત્રાભરણથી અલંકૃત થઈ બંને હાથમાં તે બાળકને લઈ બાહેર બોલાવે છે. ત્યાંથી સૂર્યના પ્રત્યક્ષ દર્શન કરાવે છે. આ વખતે ગૃહસ્થ ગુરૂ નીચે પ્રમાણે આર્ય વેદનો મંત્ર ઉચ્ચારે છે.
સૂર્યવેદ મંત્ર __ "ॐ अर्ह सूर्योऽसि दिनकरोऽसि सहस्रकिरणोऽसि विभः वमुरसि तमोपहोऽसि प्रियंकरोऽसि शिवंकरोऽसि जगञ्चनरसि मुरवोष्टितोऽसि मुनिवेष्टितोऽसि विततविमानोऽसि तेजोमयोऽसि ગorer મા લાલ नमस्ते भगवन् प्रसीदास्य कुलस्य तुष्टिपुष्टिं प्रमोदं कुरु कुरु સાહિતો મા કહ્યું ”
આ જૈન મંત્રના અર્થમાં જિનસ્તુતિ ગાર્ભિત સૂર્યની સ્તુતિ વર્ણવેલી છે. સૂર્યને દિનકર-દિવસના કરનાર, હજારે કિરણના ધારણ કરનાર, કાંતિમય, અંધકારને નાશ કરનાર, પ્રિય કરનાર, અને શિવ-કલ્યાણના કરનાર કહી તેનામાં રહેલ શુદ્ધદેવ સ્વરૂપને પ્રભાવ જણાવ્યું છે. તે સાથે વળી જણાવે છે કે, જે આ જગતનું નેત્ર રૂપ હોઇ તેજોમય છે. જે દેવતાઓથી અને મુનિઓથી વીંટાએલ હોવાથી તેના દર્શન કરનાર શિશુને તેતે જાતની પ્રભાવિક શક્તિને આપનાર છે. તેનું વિસ્તારવાળું તેજોમય વિમાન છે, કે જે વિમાનની અયા પણ દર્શકને સર્વરીતે પવિત્ર કરનારી છે. આવા સૂર્યધિણિત જિન ભગવંતને નમરકાર છે. તેઓ આ દરક બાલકના કલને તુષ્ટિ, પુષ્ટિ અને હર્ષ આપ તેમજ સદા તેની પાસે રહે.*
For Private And Personal Use Only