________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આહંત મહાસમાજ અથવા જૈન કેન્ફરન્સ.
૫૫
પાર્જન કરવાનો સમય અને મળે છે. આપ સર્વે ભાઈઓની ધર્મ ભક્તિ જોઈને આપ જે પરિશ્રમ વેઠીને અને ખરચ કરીને તમારા અમૂલ્ય વખતના ભેગે દુર દેશાવરથી અત્રે પધાર્યા છે તે જોઈને, આપની એક સંપ થવાની વૃત્તિ જોઈને અને મેહટામાં મોટો ઉલ્લાસ અને આનંદ જોઇને મારી છાતી આ વખતે જે ઉભરાઈ રહો છે તે બતાવવાને મારી પાસે કોઈ શબ્દો નથી; પણ બંધુઓ, આપ અને તકલીફ ઉઠાવીને પધાર્યા છે તેને વાતે ફરીથી અનેના સંઘ તરફથી તમા સર્વેને ખુશી ભર્યો આવકાર આપુ છું. આપે આ મુંબાઈના શ્રી સંઘને મહેટામાં મોટું માન આપ્યું છે અને અમારા તરફથી આપની ખાતર બરદાશ થવામાં જે જે ખામીઓ રહી જાય, આપને જે જે પરિશ્રમ ઉઠાવવું પડે તે સરવે આપ માફ કરશે. એક સામાન્ય કાર્ય તરફ લક્ષ રાખવાને આપને અને અને મારે બન્નેનો હેતુ છે; તે જોઈ દરગુજર કરી જે કામે આપણા આગલ કરવાના છે તેના ઉપર લક્ષ આપી અને સરને આભારી કરશે.
હીંદુસ્થાનના નામદાર શહેનશાહ સાતમા એડવર્ડના રાજયની શીતલ છાયામાં આપણે આપણો પવીત્ર ધર્મ નિર્વિક્તપણે આચરી શકીએ છીએ. પ્રતાપી બ્રીટીશ રાજ્યના સ્થાપન થવા સાથે ધર્મ સંકટના દિવસો હવે ચાલ્યા ગયા છે. આ મહાન શહેનશાહત આપણા ઉપર ચિરકાળ તપો અને આપણે આપણે પવિત્ર ધર્મ પુરેપુરી રીતે જાળવી શકીએ એવી આપણા સરવેની ખરા અંતઃકરણની ઈચ્છા છે.
ગયા વરશે આ સમાજની પહેલી બેઠક શ્રી ફોધી તીર્થ
For Private And Personal Use Only