________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનદ પ્રકાશ,
ઉપર અઢળક દ્રવ્ય ખરચનાર જાવડશા બાહાડ મંત્રી તથા કરમાશા વીગેરે ધનવાન વ્યાપારીઓનાં નામે જૈન કોમમાં મશહુર છે તેઓએ તીર્થંકર મહારાજની ભવ્ય પ્રતીમાઓને આકાશ સાથે વાત કરે તેવા મહાન મંદિરમાં સ્થાપન કરીને અનેક ભવ્ય પ્રાણી - ઓ ઉપર અવર્ણનીય ઉપકાર કીધે છે, એ મંદીરે જઈને યુરેપનાં શિલ્પશાસ્ત્રીઓ વિચારમાં પડી જાય છે અને જૈન મને એ તઃકરણથી માન આપે છે. આવા મહાન મંદિરોને વારસો આપણને માહા પુન્યના ઉદયથી મળે છે પરંતુ બંધુઓ, દીલગીરી ભરેલું એ છે જે એ વારસાને આપણે જાળવી શક્યા નથી અથવા વધારે સ્પષ્ટ રીતે બેલીએ તે આપણે જાળવવા જોઈએ તે યત્ન કયો નથી. કલિકાળ સર્વજ્ઞ શ્રી મદ્ હેમચંદ્રાચાર્યજી પિતાના
ગ શાસ્ત્રમાં સ્પષ્ટ રીતે લખે છે કે નવા દેરાસર બંધાવવા કરતાં જીણું દેરાસન્ની મરામત અને ઉધાર કરાવવામાં આઠ ગણું વધારે લાભને પુણ્યબંધ છે. અત્યારે ૩૬૦૦૦ દેરાસરે જુદે જુદે સ્થાનકે છે અને તેઓની જાળવણી માટે મહા પ્રયાસ કરવાની બહુજ જરૂર છે. જયારે મારવાડ, બંગાળ વગેરેમાં આવેલા ભવ્ય દેરાસરની સ્થિતિ નજરે જોવામાં આવે છે ત્યારે અત્યંત ખેદ સાથે આપણે નીસા મુકવો પડે છે કે આપણે પૂર્વજોનું દેવું આપી શક્યા નથી પાંચમા આરામાં જ્ઞાન-દર્શન અને ચારિત્ર એ ત્રણે આપણને આધારભૂત છે, અને તેથી તેને માટે જે કાંઈ કરવું જોઈએ તે સર્વ પ્રકારને સ્વાર્પણ કરીને કરવાની પ્રત્યેક જૈનની પ્રથમ ફરજ છે. માહાન્ આચાર્યો વારંવાર કહી ગયા છે કે સાત ક્ષેત્રમાં જે ક્ષેત્ર વધારે નબળી સ્થિતિમાં હોય તે ઉપર પ્રથમ ધ્યાન આપવું તે નિ
For Private And Personal Use Only