SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ શૈલેષ શાહે પણ સંસ્થાને સેવાઓ આપી હતી. સંસ્થાના બીજા ઉત્સાહી ભાઇ બહેનોમા વધારો થતો જ રહ્યો અને શ્રી સુરેન્દ્ર મહેતા, નવિન શાહ, ચંદ્રકાંત દોશી, જ્યોત્સનાબેન મહેતા તથા અશ્વિન વોરાની સેવાઓનો લાભ પણ મળવા લાગ્યો. ઘેરાસર તથા પ્રોગ્રામોમાં શરદ કોઠારી, બિપિન શયથી શાહ. રજનીમાઇ કપાસી, ભરત મહેતા. રપેશ દોશી, વીરેન ઘેલીયા વગેરે અનેક માર્ય બહેનો સમય આવ્યે ત્યારે સંસ્થાને પોતાની ગણીને સહકાર આપતાં રહે છે. અત્રે બધાના નામ લખવા શક્ય નથી તો માફ કરશો. આ વર્ષે તો ભારતથી આવેલા ભાઈશ્રી જાબાઇ પાસી પણ કાર્યક્રમોમાં ખુબજ મદદ કરી હતી. સિધ્ધિઓ મહાવીર ફાઉન્ડેશના અને આપણાં સહુના સૌભાગ્યની વાત છે કે મહાવીર ફાઉન્ડેશનને એક સુંદર મકાન મળેલ છે. આ મકાનમાં અત્યારે આપણે દેરાસર બનાવેલ છે અને અહીં દર અઠવાડીયે લગભગ ૩૫૦ થી ૪૦૦ વ્યક્તિઓ દીનનો લાભ લે છે. આ મામાં શ્રી મહાવીર સ્વામી, શ્રી પાર્શ્વનાથ ભગવાન, શ્રી આદિનાથ ભગવાન, શ્રી માણીભદ્રવીર, પદ્માવતી માતા તથા ગૌતમ સ્વામીની મૂર્તિઓની સ્થાપના કરેલી છે. દેરાસરની બાજુના રૂમમાં શ્રીમ, રાજચંદ્રની સુંદર છબી મૂકી છે અને અહીં દર મંગળવારે તથા બુધવારે સત્સંગો યોજાય છે. દેરાસરની ઉપર અત્યારે સાધ્વીશ્રી શીલાપીજી રહે છે. તેઓશ્રી વીરાયતનથી આવે છે અને ૫. પૂ. આચાર્યા ચંદનાજીના શિષ્યા છે. તેઓ અહીં લંડન યુનીવર્સીટીમાં પી. એચડી. કરે છે. કાર્યક્રમોની રૂપરેખા મહાવીર ફાઉન્ડેશને અનેક પ્રકારના સુંદર કાર્યક્રમોનું આયોજન કરેલું છે. આપણા કેન્ટન સેન્ટરમાં મૂર્તિની સ્થાપના કર્યા પહેલાં મૂર્તિઓના અઢાર અભિષેકનો સુંદર કાર્યક્રમ રાખવામાં આવયો હતો. આ સિવાય મા એ ત્રણ વર્ષમાં પદમાવતી પૂજન, ગૌતમ સ્વામી પૂજન, મક્તામર પૂજન વગેરે કાર્યક્રમો યોજાયા હતાં જેમાં બહુ મોટી સંખ્યામાં ધર્મપ્રેમીઓએ ભાગ લીધો હતો. કેન્ટન રોડ પરની જગ્યા આપણને સ્વભાવિક રીતે જ નાની પડે છે અને સહુની ભાવના છે કે જેમ બને તેમ જલ્દી મોટી જગ્યા લઇને શિખરબંધી દેરાસરનું નિર્માણ થવું જોઇએ. અન્ય પ્રવૃત્તિઓ મહાવીર ફાઉન્ડેશન કાઉટ હોલમાં દર વર્ષે પર્યુષણ તો જવું જ છે પરંતુ આ ઉપરાંત મહાવીર જયંતીનો કાર્યક્રમ પા થાય છે. ભૂતકાળમાં સહુથી પહેલી યુથ શિબિર મહાવીર ફાઉન્ડેશને બોલાવી હતી અને કેનેડાથી ઘુસ કોંસ્ટેઇનું આમંત્રણ આપ્યું હતું. ઇન્સ્ટીટયુટ ઑફ જૈનોલોજીના ક્લાસીસ પણ આપણા સેન્ટરમાં જ યોજાય છે. વીરાયતન અને યંગ જૈન્સ દ્વારા ચાલતા ક્લાસીસ પ્રથમ આપણા સેન્ટરમાં જ શરૂ કરવામાં આવ્યાં હતાં. પર્યુષણ બાદ તપસ્વીઓના પારણા કરાવવાની પ્રથા મહાવીર ફાઉન્ડેશને સહુ પ્રથમ શરૂ કરી હતી તે હવે જો કે બંધ કરેલ છે. છેલ્લા બે વર્ષ દરમ્યાન મહાવીર ફાઉન્ડેશને નવરાત્રીના તહેવારો દરમ્યાન પદ્માવતી માતા તથા અંબિકામાતાના રાસ-ગાનું પણ સુંદર આયોજન કરેલ છે. નાણાકીય સધ્ધરતા: મહાવીર ફાઉન્ડેશનની નાણાકીય પરિસ્થિતિ અત્યારે સંગીન છે પરંતુ દેરાસર બનાવવા માટે ઘણી મોટી રકમની જરૂર પડવાની છે અને અમે સાશા રાખીએ છીએ કે મહાવીર ફાઉન્ડેશન દ્વારા જયારે જમીન લેવાય ત્યારે સહુ ભાવિક જનો ધર્મના આ મહાન કાર્યમાં અને આપણી ભાવિ પેઢી માટે એક મોટુ ગંભાક્ષ મૂકી જવામાં સાથ અને સહકાર આપશે અને તન, મન અને ધનથી સહાય કરશે. Jain Education International_2010_03 14 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.529057
Book TitleMahavir Foundation 1997 11 London 10th Anniversary
Original Sutra AuthorN/A
AuthorMahavir Foundation
PublisherMahavir Foundation
Publication Year1997
Total Pages68
LanguageEnglish
ClassificationMagazine, UK_Souvenir Mahavir Foundation, & UK
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy