________________
Jain Education International
Tulsa Jain Sangh Pratishtha Mahotsav 2004
ક્ષમાપના
હે ભગવાન ! હું બહુ ભૂલી ગયે, મેં તમારાં અમૂલ્ય વચનેાને લક્ષમાં લીધાં નહીં. તમારાં કહેલાં અનુપમ તત્ત્વના મેં વિચાર કર્યાં નહીં તમારાં પ્રણીત કરેલા ઉત્તમ શીલને સેબ્યુ નીં તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મે ઓળખ્યાં નહીં. હે ભગવન્ ! હું ભૂલ્યા, આથડયા, રઝળ્યો અને અનંત સ`સારની વિટમ્બનામાં પડયે છું. હું પાપી છું. હું બહુ મદેાન્મત્ત અને કમ'રજથી કરીને મલીન છું. હે પરમાત્મા ! તમારાં કહેલાં તત્ત્વ વિના મારે મેક્ષ નથી. હું નિરંતર પ્ર૫ચમાં પડયે . અજ્ઞાનથી ઘ થયે છું. મારામાં વિવેકશક્તિ નથી અને હું મૂઢ છું, નિરાશ્રિત છું, અનાથ છું. નિરાગી પરમાત્મા ! હવે હું તમારૂ', તમારા ધમ'નું અને તમારા મુનિનું શરણુ ગ્રહુ છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સ’પાપથી મુક્ત થએ મારી અભિલાષા છે. માગળ કરેલાં પાપાના હુ' હવે પશ્ચાતાપ કરૂ છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડા ઉતરૂ છું તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારા મારા સ્વરૂપને પ્રકાશ કરે છે તમે નિરાગી, નિવિકારી, સચ્ચિદાનંદસ્વરૂપ, સહજાન ંદી, અતંતજ્ઞાની અન ંતદર્શી, અને શૈલેકય પ્રકાશક છે. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારાં કહેલા તત્ત્વની શંકા ન થાય. તમારા કહેલા રસ્તામાં અહેરાત્ર હું રહું. એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાએ ! હે સવ'જ્ઞ ભગવાન ! તમને હું વિશેષ શું કહું ? તમારાથી કઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપથી હું કજન્ય પાપની ક્ષમા ઈચ્છુ છુ.
ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ સત્સંગી ભાઇ–વ્હેનો તરફથી
For Private & Personal Use Only
www.jainelibrary.org