SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ જૈવ રોલ્ટર ઓફ અમેરિકા - ન્યુયોર્ક પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે પ્રસ્તુત વચિાર ડૉ. શેખરચન્દ્ર જૈન પ્રધાન સંપાદક- તીર્થંકર વાણી આમ તો વર્ષોથી અમેરીકાના વ્યાપારી પાટનગર ન્યૂયોર્કમાં જૈન ધર્માવલંબિઓ માટે સેવા - પૂજા - આરાધના ભક્તિ માટે જૈન સેન્ટર અસ્તિત્વમાં હતું. વર્ષો પૂર્વે ચર્ચ ખરીદીને તેને જૈન સેન્ટરમાં ફેરવવામાં આવેલ. અમેરીકાના જૈનોની વિશિષ્ટતા છે કે જેમ તેઓએ પોતાના દેશ ભારતને છોડીને અમેરીકામાં રોજી-રોટી વ્યાપાર માટે સાહસ કર્યુ તેવી જ રીતે ભારતના જૈન સામ્પ્રદાયિક વાડાઓને ત્યજી એક માત્ર જૈન તરીકે એકતા સાથે રહેવાનું પણ ઉત્તમ કાર્ય કર્યું. અમેરીકામાં માટેજ “જૈન મંદિરો નથી પણ ‘જૈન સેન્ટરો છે આ જૈન સેન્ટરમાં બધા જ ફિરકાના જૈનોની મૂર્તિ કે ઉપાશ્રય છે. પોતપોતાની રીતે દર્શન-પૂજા સ્વાધ્યાય કરે છે. ધાર્મિક પ્રસંગો જેવાકે પર્યુષણ-દશલશ્રણ, મહાવીર જયંતિ, દીવાળી જેવા પ્રસંગે સહુ ભેગા મળે છે. ધર્મારાધના ની સાથે સમૂહ ભોજન (સ્વામિવાત્સલ્ય) થી એક્તા વધારે છે. તેઓ અહીં જૈન બાળકો/યુવાનોમાં જૈન સંસ્કારો પાંગરે, તેઓ પશ્ચિમનાં પ્રવાહમાં પોતાનું જૈનત્વ ના ભૂલે, સંસ્કારોથી ચુત ના થાય તે માટે જૈન પાઠશાળા ચલાવે છે. પ્રવચન, વકતૃત્વ નિબંધ, ચિત્ર સ્પર્ધા યોજે છે. ભારતથી અનેક વિદ્વાનોને આમંત્રિત કરી તેમના પ્રવચનો રાખે છે. જૈન સેન્ટર ઓફ અમેરીકા - ન્યુયોર્ક આ બધામાં વધુ રસ ધરાવે છે. મંદિર ખુબ જ નાના સ્થાનમાં હોવાથી ત્યાંના સંઘે વિચાર્યું કે વધતી શ્રાવક સંખ્યાને ધ્યાનમાં લઈ તેને વિશાળ રૂપે નિર્માણ કરવું. આ વિચારનો સહુએ તન-મન-ધનથી સહકાર આપવાનાં ભાવથી સ્વીકાર કર્યો. ડૉ. શાહે સવિશેષ યોગદાન આપી કાર્યને મૂર્ત સ્વરૂપ આપ્યું અને કાર્યની શરૂઆત કરી. આજે ચાર માળના વિશાળ ભવનમાં મંદિરો – ઉપાશ્રય આવેલા છે. અહીં શ્વેતાંબર મૂર્તિપૂજક, દિગંબર મૂતિપૂજક માટે મંદિરો, સ્થાનકવાસિઓ માટે ઉપાશ્રય, શ્રીમદ્ રાજચંદ્ર ધ્યાન કક્ષ બનાવવામાં આવ્યા છે. ઉપરાંત અષ્ટાપદની થઈ રહેલ રચના સર્વાધિક આકર્ષણનું કેન્દ્ર છે, અહીં વિશાળ સભાખંડ, ભોજનખંડ, અધ્યાપન માટે વર્ગખંડ, ગ્રંથાલય ખુબ જ સગવડતા પૂર્ણ છે. સન ૨૦૦૫ માં થયેલ પ્રતિષ્ઠા અતિ ઉત્સાહ રીતે સમ્પન્ન થઈ. સંપીર્ણ ન્યૂયોર્કનો આ વિસ્તાર એટલો બધો જૈનત્વમય બન્યો કે લાગતું હતું કે ભારતનાં જ કોઈ શહેરમાં ઉજવણી કરી રહ્યા છીએ. ઉત્તમ આરસના મંદિરો - તોરણો - મૂર્તિઓ ખૂબ જ પ્રભાવોત્પાદક છે. પ્રતિષ્ઠામાં શ્રાવકોએ ઈન્દ્રઈન્દ્રાણી બનીને અંજનશલાકાને પૂર્ણ ભવ્યતા અને પ્રતિષ્ઠાને અનુરૂપ પૂર્ણ કરી પ્રભુને બિરાજમાન કરીને અનેરો આનંદ પ્રાપ્ત કર્યો. સૌથી ભવ્ય દૃશ્ય હતું પ્રભુના વરઘોડાનું બધે જ જૈન ધ્વજ લહેરાતા હતા. બેન્ડના સુરો, લોકોના નૃત્ય આકર્ષક હતાં લગભગ અડધો કિ. મી. નો જુલુસ કદાચ ન્યુયોર્કનાં ઈતિહાસમાંપ્રથમ હતો. આ પ્રસંગે લગભગ બધા સમ્પ્રદાયનાં સાધુ-સંતો-વિદ્વાન એક જ મંચ પર પૂ. ચિત્રભાનુજી, પૂ. બંધુત્રિપુટી, પૂ. ભટ્ટારકજી, પૂ. સતીચંદનાજીની ઉપસ્થિતિમાં બિરાજમાન હતા. બધાએ પોતાના ઉદ્બોધનમાં જૈન એક્તા માટે જે વિચારો વ્યક્ત કર્યો હતા તે સ્મરણીય રહેશે. આશા છે તે એક્તા સફળ થશે. રાત્રે યોજાતા પ્રવચન અને ભાવનામાં જનસમૂહની વિશાળ ઉપસ્થિતિ તેઓના ઉત્સાહ-ધર્મભાવનાનો પ્રતિબંબિપાળતો હતો. જગ્યાના અભાવે તેમ કર્યુ હશે. પણ હું ઇચ્છું કે જગ્યાનો અભાવ ભલે રહે પણ કયારેય શ્વેતાંબર/દિગંબરનો ભેદ ન થાય, એવું ન બને કે પોતપોતાના મંદિર સિવાય બીજે જાય જ નહિં. જો આમ થાય તો વર્ષોની એકતાની મહેનત ધોવાઈ જાય. તે જરૂર બધા ધ્યાનમાં રાખશે. આ વિશાળ સેન્ટરમાં કરોડો રૂપિયા ભક્તોએ ખર્ચ કર્યો છે પણ કયાંય પોતાના નામની તક્તીની ખેવના નથી રાખી તે અનુકરણીય છે, અને આને માટે બધા જ દાનદાતાઓ ધન્યવાદને પાત્ર છે-પ્રણમ્ય છે. પ્રતિષ્ઠા વખતે જે પણ અધૂરું કામ હતું તે લગભગ પૂર્ણ થયું હશે. ન્યૂયોર્ક સેન્ટરનાં ઉત્સાહી કાર્યકર્તાઓ | શ્રેષ્ઠિઓ અતિશીઘ્ર તે પૂર્ણ કરશે. મને લાગ્યું હતું કે અહીં જગ્યા ભલે થોડી ઓછી હોય પણ શ્રાવકો – સાધર્મી ભાઈઓના મન ખૂબ જ મોટા છે.હું તીર્થંકર પ્રભુને-શાસનદેવને પ્રાર્થના કરૂં છું કે આ સેન્ટર અતિ પ્રગતિ કરે અને માત્ર ન્યુયોર્ક કે અમેરીકાને નહિ પણ વિશ્વને એકતાનું માર્ગદર્શન કરાવે. 38 ૨૫, શિરોમણી બંગલોઝ, બરોડા એક્સપ્રેસ હાઈવે સામે, અમદાવાદ - ૩૮૦૦૨૬ (ગુજરાત) ભારત ફોન : (૦૭૯) ૨૫૮૫ ૦૭૪૪
SR No.528693
Book TitleJain Center of America NY 2005 06 Pratishtha
Original Sutra AuthorN/A
AuthorJain Center of America NY
PublisherUSA Jain Center America NY
Publication Year2005
Total Pages220
LanguageEnglish
ClassificationMagazine, USA_Souvenir Jain Center NY New York, & USA
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy