SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International 10th Anniversary Celebration નિત્ય આરાધન વિધિ સવારે ઉઠતી વખત) (૧) સવારે ઉઠતાં આઠ નવકાર મહામંત્ર ભણવા (૨) ઈશાન ખુણા સન્મુખ શ્રી સીમંધર સ્વામી પ્રભુને ત્રણ ખમાસમણ દર્દી પ્રાર્થના કરવી. હે પરમતારક દેવાધિદેવ પ્રભો! અનાદિકાલથી આજ સુધી અનન્તા ભવોમાં મારા જીવે જે કાંઇ હિંસા-જૂઠ-ચોરી-મૈથુન-પરિગ્રહ-કોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષ-કલહ-અભ્યાખાન પૈશુન્ય-પર-પરિવાદ-રતિ-અરતિ-માયા મૃષાવાદ અને મિથ્યા-દર્શન શલ્યએ અઢાર પાપ સ્થાનો સેવન કર્યાં હોય સેવન કરાવ્યાં હોય કરતાને અનુબોધ્યા હોય અનેરું જે કાંઇ વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ આચરણ કર્યું-કરાવ્યું-અનુમોદયું હોય તેના માટે હું ત્રિવિધે ત્રિવિધે મિર્ફોમ દુક્કડં દઉં છું, મિચ્છામિ દુક્કડં દઉ છું, મિચ્છામિ દુક્કડ ઉં છું. હે પ્રભો! પૂર્વે અનન્તા ભવોમાં મારા જીવે જે કાંઇ શ્રી અરિહંત દેવો, ગુરુ ભગવન્તો, શ્રી જિનધર્મની વિરાધના કરી હોય, આશાતના કરી હોય, ઉત્સૂત્ર પ્રરૂપણ કર્યું તેના માટે હું નિામિ દુક્કડ દઉં છું. મિયા ટુડે ઉં છું, મિચ્છામિ દુક્કડં દઉં છું. શ્રી. પ્રભો! આપના ભક્તિના પ્રભાવે મને શ્રી સમ્યગ્દર્શન-ન-ચરિત્ર રૂપરત્નની પ્રાપ્તિ થાઓ ભવોભવ આપના ચરણની સેવા મળે જેના પ્રતાપે હું જિન આજ્ઞા અનુસાર આરાધન કરવા પૂર્વક કર્મોનો નાશ કરી મોક્ષ સુખ પ્રાપ્ત કર્યું. હે પ્રભો! આપના પ્રભાવે મને એવી શક્તિ પ્રાપ્ત થાઓ જે દ્વારા હું મારા કર્તવ્યો નીતિન્યાય-અહિંસા-સત્ય-અચૌર્ય-બ્રહ્મચર્ય-અપરિગ્રહ વ્રતોનું પાલન કરી શકું. પ્રાણિમાત્ર પ્રત્યે મૈત્રીભાવના, ગુણ શીલ પ્રત્યે પ્રમોદ ભાવના, દીન દુ:ખી પ્રત્યે કરુણ ભાવના, ધર્મ વિહુણા પ્રત્યે મધ્યસ્થ ભાવના ભાવનારો બનું. સર્વયા સહુ સુખી થાઓ, પાપ ન કોઈ આચરો, રાગ દ્વેષથી મુક્ત થઇને, મોક્ષ સુખ સહુ જગવરો નિત્ય આરાધન વિધિ (રાત્રે સૂતી વખતે) સાત નવકાર ગણીને નીચે પ્રમાણે પ્રાર્થના કરવી શ્રી અરિહંત પરમાત્માનું શરણ હો । શ્રી સિદ્ધ પરમાત્માનું શરણ હો । શ્રી સાધુ ભગવન્તોનું શરણ હો । શ્રી કેવલિ-પ્રરૂપિત ધર્મનું શરણ હો । એગોમે સાસઓ અપ્પા નાણÉસણ સંજીઓ સેસા મેં માહિરાભાવા સર્વો સંજોગ લખ્ખા ॥૧॥ એક મારો આત્મા શાશ્વત છે, જ્ઞાનદર્શન મારા ગુણો છે, તે સિવાય બધા પૌદ્ગલિક સંજોગો સંબંધ-ધન-સ્ત્રી-કુટુંબ વિગેરે આત્માથી જુદા છે, સાથે આવ્યા નથી, આવશે નહિ, સાથે કેવલ એક શ્રી જિનેશ્ર્વર દેવનો ધર્મજ આવશે. આહાર-શરીરને ઉપધિ પચ્ચખું પાપ અઢાર મરણ આવેતો વોસિરે, જીવંતો આગાર ॥૨॥ આજ દિવસ સુધી મારા જીવે જે કાંઇ પુદ્ગલો ગ્રહણ કરીને મૂક્યા હોય તેને ત્રિવિધ ત્રિવિધ વોસિરાવું છું, વોસિરાવું છું, વોસિરાવું છું. હે જગદ્ વત્સલ! ભવચક્રમાં આજ દિનપર્યંત મારા જીવે આપશ્રીની આજ્ઞા અનુસાર જે કાંઈ આરાધન કર્યું હોય, કરાવ્યું હોય, કરતાનું અનુમોદન કર્યું હોય તેનું હું ત્રિવિધે વિવિધ અનુદન કર્યું છે, અનુષને કરું છું અનુમોદન કરું છું. આપશ્રીની આજ્ઞાનુસાર જયાં જયાં આરાધન થયું હોય, થતુ હોય, થવાનું હોય તેનું હું નિબંધ કિષિષ અનુમોદન કર્યું છે. અનુષાન કર્યું છે. અનુમોદન કરું છું. હું સર્વે જીવોને ખમાવું છું, સર્વે જીવો મને ખમાવે, સિદ્ધ પરમાત્માની સાક્ષીએ હું આલોચન કરું છું મારે કોઇની સાથે વેર વિરોધ નથી, ચૌદરાજલોકમાં પરિભ્રમણ કરતાં સર્વે જીવો ર્મવશ છે તે સર્વેને મેં ખમાવ્યા છે, તે સર્વે મને ખમાવે, જે જે મનથી, વચનથી, કાયાથી પાપ કર્યું હોય તે મિથ્યા દુષ્કૃત થાઓ. (નાશ પામો) ૐ સોડમ, સોહમ્, સોહમ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.528601
Book TitleJain Center Essex Fells NJ 1993 04 Ten Years Celebration
Original Sutra AuthorN/A
AuthorJain Center Essex Fells NJ
PublisherUSA Jain Center New Jersey
Publication Year1993
Total Pages84
LanguageEnglish
ClassificationMagazine, USA_Souvenir Jain Center NJ Essex Fells, & USA
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy