SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ છંછેડાય છે. ચિનગારીથી પ્રગટેલી અહંકારની આગ, જવાળામુખી બને છે. અને વિશ્વભૂતિ નિર્દોષ ગાયને બે શિંગડાથી પકડીને આકાશમાં છાવે છે, અને શક્તિનું પ્રદર્શન કરે છે. તે જ પી, કરેલી તમામ તપશ્ચર્યાનું લીલામ થઇ જાય છે. પ્રભુ ! આ દૃશ્ય જોઇને થાય છે કે વિશ્વભુતિતો મહાન જ્ઞાની અને મહા તપસ્વી હતા પરંતુ અમારા જીવે તો આસક્તીની ઘણી ગાયોને અહંકારના આકાશમાં ઉછાળી છે, અને કરેલી તપશ્ચર્યા ઉપર પાણી ફેરવ્યું છે. પ્રભુ વિશ્વભુતિ બનીને આપે સમગ્ર વિશ્વને પ્રેરણા આપી. તે આત્મા ! તપસ્વી બનીને સ્વાત્માનું દર્શન કરજે પરંતુ શક્તિનું પ્રદર્શન ન કરતો. પ્રભુ ! આપના ત્રિવૃવાસુદેવના ભવનો એ પ્રસંગ અમારી આંખોના પડદા ઉપર દેખાય છે. ત્રણ ત્રણ ખંડના માલિક વાસુદેવને સત્તાનો અહંકાર સતાવી ગયો. પેલા શૈયા પાલકે સંગીત બંધ ન કરાવીને ત્રિપૃષ્ઠનો અહંકાર છંછેડયો. સત્તાનો મદ હદ વટાવી ગયો. પેલા શૈયાપાલકના કાનમાં, ભર સભામાં, ઉકળતુ સીસુ રેડાવીને તેને મૃત્યુની ખાઇમાં ધકેલી દીધો. સત્તાની ખુમારીએ પાગલ બનીને વિકરાળ સ્વરૂપ લીધું. કર્મ પ્રકૃતિએ કેવી સજા ફટકારી? સમગ્ર જીવન દરમ્યાન કરેલી હિંસા અને કુરતાનું પરિણામ શું આવ્યું? બે-બે વખત નારકીના અસહ્ય દુઃખો વેઠવા પડયા. પ્રભુ ! અમારા જીવે પણ ઘણાના કાનમાં ઉકળતા શબ્દો રેડયા છે. કોને ખબર ! જીવે કેવા કર્મો બાધ્યા હશે. પરંતુ ત્રિપુષ્ટ બનીને આપે જગતને દિવ્ય સંદેશ આપ્યો કે મળેલી સત્તા અને સંપત્તિનો દુરૂપયોગ ન કરશો, નહિ તો કર્મ સત્તા છોડો નિહ. ૨૫ મા નંદનમુનિના ભવમાં તો આપે કમાલ કરી નાખી. પૂર્વભવમાં પાળેલો સંયમ, આરાધનાનું બળ, ઉગ્ર તપશ્ચર્યા, શાસ્ત્રોનો અભ્યાસ અને વિશેષ કરીને આપના રોમ રોમમાં નૃત્ય કરતો સૌ જીવો પ્રત્યેનો અનુકંપા ભાવ... આ બધાના પરિણામે આપ અધ્યાત્મના ઉચ્ચ શિખરને સ્પર્ધા, અને કર્મ શત્રુઓના ભૂકકા બોલાવ્યા. "સવિ જીવ કરૂં શાસન રસી "આપના હૃદયની પ્રત્યેક ધડકનમાંથી વહેતા આ સંગીતથી તીર્થંકર નામ કર્મ આપના ચરણો સમક્ષ નાચી ઉઠયુ અને નિકાચીત બની ગયું. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના સર્વ સુક્ષ્મ અને સ્થૂલ જીવો પ્રત્યે આપે અનુકંપાનું ઝરણું વહેતું કર્યું. આપે એક હાથે તાળી વગાડી, અનાતનો અંતરનાદ સાભળ્યો. અમૃતનો સ્વાદ ચાખ્યો. આપના પ્રત્યેક શ્વાસમાંથી જિનશાસનની સુગંધ મહેકી અને આપ મુક્તિપંથના મુસાફર મટીને માલિક બની ગયા. જેની મર્યાદા છે અને જેની સીમા છે એવા રોગને છોડીને અમર્યાદિત અને અસીમ એવા વાસણ્યને આપે અપનાવ્યો. આપ રાગનું આંગણું છોડીને શુધ્ધ અને નિર્મળ પ્રેમના આકાશ નીચે આવીને ઊભા રહ્યા. પ્રભુ ! કલ્પના ન હતી કે બે બે વખત નારકીની ઊંડી ખાઇમાં પટકાઇને, અસહ્ય દુઃખો સહન કરનારો વ, પુરૂષાર્થ, શ્રધ્ધા, સમર્પત, સાધનાના અને આરાધના ના બળે, જીવનનું સર્વોત્તમ શિખર સર કરનારો શેરપા બની જશે. આપ મહાજ્ઞાની, મહા તપસ્વી, અને મહાત્યાગી બન્યા એટલું જ નહિ પણ મહા-નીર બન્યા. પ્રેમની ગંગા, ચારિત્રની યુના અને જ્ઞાનની સરસ્વતીનો ત્રિવેણી સંગમ આપની ચેતનાને વિશુધ્ધ કરી ગયો. નંદનમુનિ બનીને આપે જગતના સર્વ જીવોને ઉત્તમ પ્રેરણા પહોંચાડી, તેનો સાર એક જ છે કે ધર્મનું જન્મસ્થાન બુધ્ધિ નથી પણ હૃદય છે. સંપ નથી પણ સમર્પણ છે. સંઘર્ષ નથી પણ સંવાદ છે. ઇન્કાર નથી પણ સ્વીકાર છે. પ્રભુ આપના પૂર્વ ભવોનું ચરિત્ર એક વાત સાબિત કરે છે. કર્મને બાધનારો આત્મા છે. કર્મને ભોગવનારો આત્મા છે. કર્મને તોડનારો પણ આત્મા જ છે. બંધાનારા કર્મ કરતા બાધનારો અને તોડનારો આત્મા ચઢિયાતો છે. કાળા માથાનો માનવી ભૂલો કરે છે પરંતુ ભૂલોથી હતાશ થવાને બદલે, જાગૃત બની, હિંમતવર બની,પુરૂષાર્થ અને ધર્મના બળે, સંયમ અને સાધનાના બળે પહાડ જેટલા બંધાયેલા કર્મોને રાઇ જેટલા નાના કરી શકવાને સમર્થ છે. પ્રભુ આપનો આ અંતિમ ભવ છે. આપના જન્મથી નિર્વાણ સુધીની પવિત્ર યાત્રા અમે જોવા અને માણવા જાગૃત પણે રાહ જોઇ રહ્યા છીએ. છેતો એક નમ્ર વિનંતી : ન દેવાનંદા ને છોડીને આપ ચાલ્યા ગયા પણ અમને છોડીને ન જશો. ત્રિશલામાતા જેવું સદ્ભાગ્ય અમને પ્રાપ્ત થાય તેવી અમારી પ્રાર્થના છે. પ્રભુ ! ચ્યવીને આપ અમારા હૃદયમાં આવ્યા તો જન્મ પણ અમારા હૃદયમાં જ થવો જોઇએ. પ્રભુ! પત્ર લખવામાં કંઇ અવિનય થયો હોય તો ક્ષમા કરશો. આતુર નયને, અમે અમારા હૃદયમાં, આપના જન્મની રાહ જોઇ રહ્યા છીએ..... ચંદ્રકાન્ત મહેતા રવિવાર, માર્ચ ૧૪ ૧૯૯૯ Jain Education International 21 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.528531
Book TitleJain Center ST Louis 1999 05 Pratistha
Original Sutra AuthorN/A
AuthorJain Center St Louis
PublisherUSA Jain Center St Louis MO
Publication Year1999
Total Pages40
LanguageEnglish
ClassificationMagazine, USA_Souvenir Jain Center MO St Louis, & USA
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy