________________
Jain Society of Greater Detroit
PRATISHTHA MAHOTSAV JUNE 27-JULY 6 1998
જૈનધર્મમાં ભક્તિયોગ.
મુનિશ્રી કીર્તિચન્દ્રજી (બંધુત્રિપુટી)
Togo ) 10
New
જૈનધર્મમાં ભકિતયોગ નથી કે જૈનદર્શન ઈશ્વરતત્વને-પરમાત્મતત્ત્વને માન્ય રાખતું નથી, એવું કહેનારા અને સમજનારાઓ જો જરા જિજ્ઞાસુ બનીને તટસ્થષ્ટિએ વિચાર કરશે, અને સત્યને સમજવાનો પ્રયત્ન કરશે તો એમને જરૂર સમજાઈ જશે કે જૈનધર્મની સાધનામાં ભકિતયોગને પણ યોગ્ય સ્થાન આપવામાં આવ્યું છે; અને જૈનદર્શન નિરીશ્વરવાદી નથી, પરંતુ તીર્થંકર સ્વરૂપે સાકાર પરમાત્મ તત્ત્વને અને સિદ્ધસ્વરૂપે નિરાકાર પરમાત્મ તત્ત્વને યુકિતસંગત રીતે સ્વીકારે છે, શ્રદ્ધાથી માને છે, અને ભકિતપૂર્વક એની આરાધના, ઉપાસના પણ કરે છે.
ભારતભરમાં ખૂણે ખૂણે પથરાયેલા પ્રાચીન તેમ જ અર્વાચીન અનેક જૈનતીર્થધામો અને રમણીય જિનમંદિરો, એ જૈનસંઘના અંતરમાં ઉછળતી પરમાત્મભકિતનો પ્રત્યક્ષ પુરાવો છે. જૈનદષ્ટિએ ઈશ્વર
હા, જૈનદર્શનની ઈશ્વરના સ્વરૂપ વિષેની અને પરમાત્મપદની પ્રાપ્તિ વિષેની માન્યતા, એ એની પોતાની એક આગવી વિશેષતા છે.
જૈનદર્શન કોઈ જગતકર્તા અનાદિ ઈશ્વરને કે મુક્તદશામાંથી પાછા આવીને સંસારમાં અવતાર ધારણ કરનાર ઈશ્વરતત્ત્વને માનતું નથી. કારણ કે જૈનદર્શન એમ માને છે કે આ વિશ્વ કોઈએ બનાવ્યું નથી કે કોઈ એનો સર્વથા નાશ કરી શકતું નથી. આ વિશ્વનું અસ્તિત્ત્વ અનાદિકાળથી છે અને તે અનંતકાળ સુધી રહેવાનું છે. અર્થાત્ એનો કોઈ આદિ કે અંત નથી, હા, એમાં સતત પરિવર્તન ચાલુ જ રહે છે અને કેટલાક કુદરતી નિયમોને આધીન પણે તે વ્યવસ્થિત રીતે ચાલતું જ હોય છે.
જૈનદર્શન એમ માને છે કે, પરમાત્મપદને પામેલા પરમ આત્માઓ આ વિશ્વનું સર્જન કે સંચાલન કરતા નથી. પરંતુ તેઓ પોતે, જે પરમ ધન્ય અવસ્થાને પામ્યા છે, તે આત્માની સચ્ચિદાનંદમય શુદ્ધ અવસ્થાને શી રીતે પામી શકાય તેનો સચોટ અને અનુભવસિદ્ધ માર્ગ તેઓ જગતને બતાવે છે.
સર્વ દુઃખોથી મુકત થવાનો અને સાચા સુખને પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવનાર સર્વજ્ઞ અને વીતરાગ પરમપુરૂષોને જૈનપરંપરા ઈશ્વર તરીકે સ્વીકારે છે. જૈન પરિભાષામાં એમને તીર્થકર, જિનેશ્વર, અરિહંત કે અહત કહેવામાં આવે છે.
સંસાર સાગરથી તરવા માટે ધર્મરૂપી તીર્થની સ્થાપના કરનારા આવા મોક્ષ માર્ગદર્શક તીર્થંકરો એજ જૈનધર્મમાં પરમાત્મા કે આરાધ્ય દેવ તરીકે પૂજાય છે. આવું
180
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org