SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Bandhu Triputi SHANTINIKETAN SADHNA KENDRA TITHAL : 396 006. DIST : VALSAD GUJARAT (INDIA) PHONE : (02632) 48074 ( શુભેચ્છા-સંદેશ ) જિનધર્માનુરાગી શ્રી ડેટ્રોઈટ જેન સંઘના ધર્મપ્રેમી કમિટી મેમ્બરો તથા સંઘના સહુ સભ્યો જોગ, તીથલથી બંધુત્રિપુટીના સપ્રેમ ધર્મલાભ... ડેટ્રોઈટ જૈન સંઘ, જેન સેન્ટરનું નિર્માણ કરી નૂતન જિનાલયની પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવવા તૈયાર થયો છે તે જાણીને અમે ઊંડી પ્રસન્નતા અનુભવીએ છીએ અને અંત:કરણની શુભેચ્છાઓ પાઠવીએ છીએ. જૈન મંદિરો અને જૈન તીર્થો એ જૈન સંસ્કૃતિના જીવંત કેન્દ્રો છે. જૈન મંદિરોનું શાંત પવિત્ર વાતાવરણ અને તેમાં બિરાજીત થયેલી જિનેશ્વર પ્રભુની પ્રશાંત મુખમુદ્રાવાળી વીતરાગ પ્રતિમાઓ માનવમનને અંતર્મુખ બનાવી આત્મશાંતિનો અનુભવ મેળવવા માટે પ્રબળ આલંબનરૂપ બને છે. અમેરિકાની ધરતી ઉપર આવા ઉત્તમ આલંબનોની ખૂબ જરૂર છે. | ડેટ્રોઈટ જૈન સંઘના ઉપક્રમે આવું ઉત્તમ આલંબનરૂપ ભવ્ય જિનમંદિર નિર્માણ પામ્યું છે અને તેનો ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ તમે ઉજવી રહયા છે ત્યારે અંતરના ઉમળકા સાથે તમારી ધર્મભાવનાની અમે અનુમોદના કરીએ છીએ. અને પ્રતિષ્ઠા મહોત્સવ સર્વાગ સુંદર રીતે પાર પડે તેવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. તમારા શ્રી સંધમાં સદાય સંપ, સરળતા અને એકતા જળવાઈ રહે અને તમે સહુ જિનેશ્વર પ્રભુના ધર્મની આરાધના અને પ્રભાવનાના કાર્યોમાં આગળ વધતા રહો તેવી શુભેચ્છા સાથે. બિનઅધિA, જિનચન્દ્રવિજયના ધર્મલાભ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.528481
Book TitleJain Center Detroit 1998 06 Pratistha
Original Sutra AuthorN/A
AuthorJain Center Detroit
PublisherUSA Jain Center Detroit MI
Publication Year1998
Total Pages266
LanguageEnglish
ClassificationMagazine, USA_Souvenir Jain Center MI Detroit, & USA
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy