SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી એટલાંટા જૈન કોમ્યુનીટી સંઘઃ (સુનંદાબહેન વહોરા - અમદાવાદ, ગુજરાત, ભારત) સંઘના સકળ સ્વજનોને ધન્યવાદ. જૈન દેરાસરના નવનનિર્માણ અને પ્રતિષ્ઠા મહોત્સવની શુભેચ્છા પાઠવું છું. આ દુષકાળમાં અને પશ્ચિમ જેવા ભૌતિકતાથી ભરપૂર દેશમાં ધર્મના એ દુ:ખથી-પાપથી બચવાનું અમોધ સાધન છે. જ્ઞાની પુરૂષો કહે છે કે જીવ માત્ર ઘર્મ થી સુખ પામે છે. તે સુખ માટે પુણ્ય જરૂરી છે. તે પુણ્ય માટે જિનપ્રતિમાં દર્શન અને જિનવાણી આવશ્યક છે. જેના વડે પુણ્ય સંચય થઇને જીવને મોક્ષનો માર્ગ બતાવે છે. પાપરાશિવાળાને ધર્મની રૂચિ થતી નથી. ઉત્તમ પુણ્યવાળાને ધર્મની, મોક્ષની રૂચિ થાય છે. આ લોક પરલોકના સુખની ઇચ્છાવાળાને મોક્ષની રૂચિ થતી નથી. મોક્ષ એટલે સ્વાધિન સુખ જે ચિત્તશુદ્ધિ વડે, શુદ્ધભાવ વડે પ્રગટ થાય છે. શુદ્ધભાવથી ભવિત થવા જિનપ્રતિમા પુષ્ટ અવલંબનસાધન છે. એટલાંટાના સકળ સંઘે જિનપ્રતિમા-જિનાલયના નિર્માણનું ઉત્તમ કાર્ય કરી સ્વ-પર શ્રેયનું કાર્ય કર્યું છે. તમારા સહુના આદર અને સ્વાધ્યાયરૂચિને કારણે મારે એટલાંટા આવવાનું થતું હતું. એટલાંટાનો સંઘ નાનો, જૈન વસ્તી ઓછી એટલે સૌને લાગે કે જિનાલય નિર્માણ એ તો મોટી જવાબદારી કહેવાય. હું કહેત્તી સંસારમાં મુશ્કેલી હોવા છતાં સંસાર નિભાવીએ છીએ તો સંઘ ભગવાનને સાચવી શકશે - ખરું કહું તો ભગવાન તમને સાચવશે. બીજે વર્ષે ફરી એટલાંટા ગઇ ત્યારે દેરાસરની જમીન લેવાઇ ગઇ હતી. મેં એ જમીન ઉપર નવકાર મંત્ર અને ઉવસગ્ગહર ગયા અને મને ખૂબ સારા ભાવ અનુભવમાં આવ્યા. પછીતો સંઘના સહકારથી દેરાસરનું કાર્ય શરૂ થયું. અને પરોણાગત પ્રતિમાજીનું સ્થાપન કરવામાં આવ્યું. ભગવાન પધાર્યા, સૌને ગમ્યા. સર્વજ્ઞ પરમાત્માનું માહાલ્ય જ એવું છે. પછી તો સકળ સંઘ ઉત્સાહભેર કામે લાગી ગયો અને વિશાળ રંગમંડપ સાથે બીજી પ્રતિમાજીનો અંજનશલાકા યુક્ત ભવ્ય પ્રતિષ્ઠા મલોત્સવ કર્યો. શ્રી પ્રતિમાજીનો પ્રતિષ્ઠા મહોત્સવ પહેલાં શ્રી સંઘે ભારત આવી પૂ. આચાર્યશ્રી નયવર્ધન મ.સા. પાસે અંજનશલાકા કરાવી પૂર્ણવિધીસર આયોજન કરી, ભારે પરિશ્રમ વડે આ નવનિર્માણ કર્યું છે. સંઘ નાનો પણ ભગવાન તો મોટા જ હોય અને એમાં પણ અદભુત એવા શ્રી આદિનાથ જિનનાં મુંબઈમાં ચંદનબાળામાં દર્શન કર્યા અને હૈયું નાચી ઉયું. અમેરીકામાં છેલ્લા વીસેક વર્ષમાં ભારતના જૈનવાસીઓનો આ દિશાનો અભિગમ પ્રશંસનીય છે. આ દેરાસર સાથે બહેનોના સ્નાત્ર મંડળ, સામાયિક મંડળની પ્રવૃત્તિઓ વિકસી છે. બાળકો પાઠશાળાની પ્રવૃત્તિઓ દ્વારા સુંદર સંસ્કાર મેળવે છે. આ ઉપરાંત સ્વાધ્યાયકારોના સાત્વિક-તાત્વિક પ્રવચનો દ્વારા સૌ ધર્મલક્ષી આરાધના કરે છે. આમ આવું એક આલંબન મળતાં વિવિધ ક્ષેત્રો વિકસતા જાય છે જે આત્મલક્ષી હોવાથી સૌને માટે કલ્યાણકારી છે. અંતે સૌને પુનઃ શુભેચ્છા પાઠવું છું અને મુંબઇમાં આ પ્રસંગે પૂજન વિગેરેનો લાભ મળ્યો તે બદ્દલ આભારી છું. લી. સુનંદાબેન વોહોરા ગુજરાત-ભારત
SR No.528341
Book TitleJain Society Greater Atlanta 2008 11 Pratistha
Original Sutra AuthorN/A
AuthorJain Center of Greater Atlanta
PublisherUSA Jain Center Greater Atlanta
Publication Year2008
Total Pages64
LanguageEnglish
ClassificationMagazine, USA_Souvenir Jain Center GA Greater Atlanta, & USA
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy