SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાત્માની પ્રતિષ્ઠાના પ્રસંગે (શ્રી જૈનસંધને શુભસંદેશ) અમેરિકાની ધરતી ઉપર છેલ્લા ૩૦-૪૦ વર્ષોથી ગામેગામ સુંદર જિનાલયોનું નિર્માણ થઈ રહ્યું છે. ભવ્ય પ્રતિમાઓનું ભરાવવાનું અને પંચકલ્યાણકાદિ પ્રસંગો પૂર્વકનો અઠ્ઠાઈ મહોત્સવ ઉજવવા સાથે પરમાત્માની પ્રતિષ્ઠા કરાવવાનું અત્યન્ત શ્રેયસ્કર કાર્ય થઈ રહ્યું છે. સમસ્ત જૈન સમાજમાં ધાર્મિક સંસ્કારોની વૃદ્ધિ થાય, અંગ્રેજી શિક્ષણમાં મોટાં થતાં બાલક-બાલિકાઓ પણ આ ધર્મસંસ્કારો પામે એવા ભવ્ય પ્રસંગો ઉજવાઈ રહ્યા છે. એટલાંટા ગામમાં ૨૦૦૮ના નવેમ્બર માસમાં નૂતન જિનાલયમાં પરમાત્મા શ્રી તીર્થકરદેવોની પ્રતિમાજીની પ્રતિષ્ઠાનો અનુપમ પ્રસંગ આવી રહ્યો છે. જૈનસંધ અનેરો આનંદ અને ઉલ્લાસના હીલોળે ચડયો છે. ઘેર ઘેર ઉત્સાહ અને હર્ષની લહેરી લાઈ રહી છે. ભવ્યપ્રસંગ ભવ્ય રીતે ઉજવવા જૈનસંધ થનગની રહ્યો છે. ધણા જ આનંદની અને અભિનંદનને યોગ્ય આ વાત છે કે આ સમસ્ત જૈનસંધ, પોતાનામાં, પોતાના બાલકબાલિકાઓમાં તથા પોતાની ભાવી પેઢી-દર-પેઢીમાં જૈનધર્મના ઉંડા સંસ્કારો જળવાઈ રહે અને પ્રતિદિન તેમાં વૃદ્ધિ થાય તેવાં નક્કર પાયાનાં કામકાજ કરી રહ્યો છે. શ્રી એટલોટા જૈન સંધના નાનામોટા તમામ ભાઈ-બહેનો સંપૂર્ણપણે એકમનવાળા થઈને યથાયોગ્ય કામકાજનો ભાર ઉપાડીને પોતપોતાની સમજપૂર્વક અને જવાબદારીપૂર્વક તન-મનઅને ધનનો ધણો જ ભોગ આપીને પોતાના આત્માનું કલ્યાણ કરવાનું અને શ્રી જૈનસંધને ધણા ધણા ઉન્નતિના પંથે લઈ જવાનું કામ કરી રહ્યા છે. આપણે આ પ્રસંગે શુભ અનુમોદના કરીએ અને &યથી ધણા જ ધણા આશીર્વાદ વરસાવીએ કે શ્રી સંધનું પ્રાણપ્રતિષ્ઠાનું આ કાર્ય નિર્વિબે પૂર્ણ થાય. અને જૈનશાસનની પ્રભાવના કરનારૂં બને તથા શ્રી એટલાંટા જૈનસંધની યશોગાથા ગવરાવનારૂં બને. ચારોતરફ વધારે યશ પથરાય એવી અંતરની કામના. આ વિષમકાળમાં પરમાત્માની પ્રતિમા અને પરમાત્માની વાણી આ બે જ સંસારથી તારનારાં તત્વો છે. સ્વાધ્યાય દ્વારા જિનવાણીનો પણ સારો પ્રચાર થઈ રહ્યો છે. ગામેગામના સંધોમાં ધર્મ સંસ્કારો વૃદ્ધિ પામ્યા છે. જિનાલયો પણ બની રહ્યા છે. જિનવાણી અને જિનપ્રતિમા આ જ બે તત્વો આત્મકલ્યાણની પ્રાપ્તિના અને કર્મોની નિર્જરાનાં કારણ છે. સંપ્રતિમહારાજ, વસ્તુપાલ, તેજપાલ, વિમલશાહમંત્રી અને ધનાશાહ જેવા અનેક ધનાઢય મહાપુરુષોએ ગગનચુંબી જિનાલયો બનાવી જૈનધર્મની વિજયપતાકા ફરકવી છે, તેને જ અનુસાર એટલાંટા જૈનસંધ નૂતન જિનાલય બનાવી પરમાત્માની અનુપમભક્તિ કરી કર્મોની નિર્જરા કરવા દ્વારા આખા અમેરિકામાં સવિશેષ પ્રશંસા પામે અને ઋદ્ધિવૃદ્ધિ તથા કલ્યાણ કરનાર બને. ભવ્યજિનાલય, ઉત્તમ જિનપ્રતિમા અને ધણા ઉત્સાહ સાથે ઉજવેલો આ ભવ્ય મહોત્સવ સેંકડો વર્ષો સુધી બાળકમાં અને તેની પાછલી પ્રજામાં ઉડાં બીજ રોપનારો, ધર્મ ન પામેલાને ધર્મ પમાડનારો, આડે અવળે રસ્તે જતા જીવોને માર્ગે લાવનારો બને છે. તેથી બહુ જ ઉલ્લાસ અને આનંદની સાથે અંતરના ભાવપૂર્વક આપણે બધા સાથે મળીને પ્રતિષ્ઠાનો આ ભવ્ય પ્રસંગ સારી રીતે ઉજવીએ અને આવા કાર્યની ધણી જ ધણી અનુમોદના કરીએ કે આ શ્રી એટલાંટા જૈન સંધ દિવસે દિવસે ઋદ્ધિ-વૃદ્ધિ અને કલ્યાણ પામીને ચઢતીના પંચે ધણો આગળ વધે. એજ આશા સાથે વારંવાર અનુમોદના. લિ. ધીરજલાલ ડાહ્યાભાઈ મહેતા (સુરતવાળા) તા. ૨૬/સપ્ટેબર/૨૦૦૮ રાલે, નોર્થકેરોલીના
SR No.528341
Book TitleJain Society Greater Atlanta 2008 11 Pratistha
Original Sutra AuthorN/A
AuthorJain Center of Greater Atlanta
PublisherUSA Jain Center Greater Atlanta
Publication Year2008
Total Pages64
LanguageEnglish
ClassificationMagazine, USA_Souvenir Jain Center GA Greater Atlanta, & USA
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy