SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ SHREE JINCHANDRA MAHARAJ Prerna Prakashan Trust Office : SHANTI DHAM * P O. TITHAL - 396 006 (VALSAD) * GUJARAT → INDIA X (02632) 255874 * FAX : 247974 એટલાન્ટા જૈન સંઘને પ્રતિષ્ઠા પ્રસંગે શુભેચ્છા પ્રતિ, શ્રી જૈન સંઘ, એટલાન્ટા – જ્યોર્જિયા તિથલથી મુનિ જિનચંદ્ર વિજયના સપ્રેમ ધર્મલાભ અને આશીર્વાદ તમે જૈન સેન્ટરમાં એક ભવ્ય શિખરબંધી જિનાલયનું નિર્માણ કર્યુ છે. અને તેમાં શ્રી તીર્થંકર પ્રભુની પ્રતિમાઓની સ્થાપના - પ્રતિષ્ઠા કરી રહ્યા છો તે જાણીને ખૂબ આનંદ થયો છે. પ્રતિષ્ઠા મહોત્સવની સર્વાંગીણ સફળતા ઈચ્છુ છું. છેલ્લા ૨૦/૨૫ વર્ષમાં અમેરિકામાં જૈન ધર્મના આચાર્યો, મુનિઓ અને વિદ્વાનો ધર્મપ્રચાર માટે આવતા થયા છે તેના કારણે અમેરિકાના નાના-મોટા દરેક શહેરોમાં જૈન ધર્મની વિશેષ જાગૃતિ આવી છે. ગામે ગામ જૈન સંઘોની સ્થાપના અને જૈન સેન્ટરોના નિર્માણ થઈ રહ્યા છે, જિનમંદિરો બની રહ્યા છે, જૈન તત્ત્વજ્ઞાનનો પ્રસાર કરતી પાઠશાળાઓ ચાલી રહી છે. અને અલગ અલગ પરંપરાના જૈનો પણ એક થઈને જૈન ધર્મની જૈ આરાધનાઓ કરી રહ્યા છે તે જોઈને હું ઊંડી પ્રસન્નતા અનુભવું છું. તમે બધાએ પણ આવા કાર્યો માટે તન-મન-ધનનો જે ભોગ આપ્યો છે તે માટે સંઘના દરેક સભ્યોને ધન્યવાદ સાથે તમારા સુકૃતની અનુમોદના કરૂં છું. એટલાન્ટા જૈન સંઘ સાથે પણ છેલ્લા ઘણા વર્ષોથી મારે આત્મીયતાભર્યો સંબંધ રહ્યો છે, તમારા સંઘની વિનંતિ સ્વીકારીને અનેકવાર તમારી વચ્ચે આવવાનું અને રહેવાનું બન્યું છે. આ વર્ષે પણ થોડા દિવસ પછીજ તમારે ત્યાંના પ્રતિષ્ઠા મહોત્સવમાં તમારા સંઘની ભાવભરી વિનંતીથી ઉપસ્થિત રહેવાનું છે અને નજીકના દિવસોમાંજ આપણે મળવાના છીએ તેથી વિશેષ આનંદ અનુભવું છું. જૈન ધર્મના તત્ત્વને સમજવાની તમારા બધાની જિજ્ઞાસા અને ધર્મની આરાધનાઓ કરવાની તમારી ભાવનાઓ જોઈને હું હંમેશા રાજી થયો છું. તમે સૌ સંઘની એકતાને બનાવી રાખો અને નવી પેઢીને જૈન ધર્મના મૂળ તત્વો સાથે જોડી રાખનારા બની રહો, તથા તમારા સંઘનો સતત અભ્યુદય થતો રહે તેવી શુભેચ્છાઓ પાઠવું છું. તા. ૨૬-૧૦-૨૦૦૮ ધનતેરસ લિ. મુનિ જિનચંદ્રજી (બંધુ ત્રિપુટી) શાંતિધામ – તિથલ
SR No.528341
Book TitleJain Society Greater Atlanta 2008 11 Pratistha
Original Sutra AuthorN/A
AuthorJain Center of Greater Atlanta
PublisherUSA Jain Center Greater Atlanta
Publication Year2008
Total Pages64
LanguageEnglish
ClassificationMagazine, USA_Souvenir Jain Center GA Greater Atlanta, & USA
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy