________________
એવી તીવ્રતા આવે છે.
પરમાત્માનાં દર્શન માટે તેના અંતરતમમાં તીવ અભીપ્સા જગૃત થાય છે કે એક વાર, બસ એક વાર દીદાર પ્રાપ્ત થઈ જાય. ઓછામાં ઓછું નજરનું અંતર તો તૂટે, અનંત કાળ રહ્યું છે અંતર, હવે સહન નથી થતું. ભલે હાથમાં ન આવે પણ દર્શન તો થઈ જાય..... તેને થાય છે કે ચાંદ અને તારા ભલે હાથમાં રમાડી શકાતા નથી પણ તેમના દીદાર તો થાય છે. કેટલા દૂર છે, છતાં દેખવા માત્રથી પણ કેટલો આનંદ આવે છે! મારા જીવનમાં પરમાત્મા હવે માત્ર એક શબ્દરૂપે ન રહેવા જોઈએ. પરમાત્મા એટલે તો એક અનુભવ મારે પરમાત્માનો સ્વાદ લેવો છે, સુગંધ લેવી છે, સંગીત સાંભળવું છે..... આવી તીવ્ર અભીપ્સા જગે ત્યારે પ્રાણપ્રતિષ્ઠા થાય.
સશુર નજર થી કરાવે આવી અભીપ્સા સદ્ગુરુ દ્વારા જ જાગે. આપણે ઊંચી ક્રિયાઓ કરીએ છીએ પણ નજર તો નીચે જ હોય છે. રામકૃષ્ણ પરમહંસ કહેતા કે સમડી આકાશમાં ઊંચે ઊડે છે પણ તેની નજર તો નીચે ધરતી ઉપર જ હોય છે કે ક્યાંકથી કોઈ મરેલો ઉદર મળી જાય. તેમ આપણો ઊંચા સ્થાનોએ મંદિરાદિઈ જઈએ છીએ, ઊંચા માણસો પાસે સદગુરુ આદિ) જઈએ છીએ, ઊંચી ક્રિયાઓ (ભક્તિ આદિ) પણ કરીએ છીએ પણ નજર તો સંસાર પ્રત્યે જ રહે છે. વિધિઓ ધર્મની પણ વાસના સંસારની, વાતો આત્માની પણ તૃષ્ણા ભૌતિક પદાર્થોની આવી હાલતમાં સદ્દગુરુ આવી આપણી નજર ઊંચી કરાવે છે. માત્ર વિધિ કે પ્રષ્પિા જ ઊંચી ન આપે, નજર પણ ઊંચી કરાવે - આકાશ પ્રત્યે, અમૂર્ત પ્રત્યે, આત્મા પ્રત્યે, પરમાત્મા પ્રત્યે.....
અંજનશલાકા મૂર્તિકાર શિલ્પી પથ્થરમાંથી પરમાત્માની પ્રતિમા પડે છે, તૈયાર કરે છે પણ આપણા જેવા અબુધ જનોને પ્રતિમામાં પરમાત્મા જોતાં કરનાર અનન્ય ઉપકારી શ્રી સદગુરુ છે. “જિનપ્રતિમા જિન સારખી’ એ અંતરદષ્ટિ સદ્દગુરુ આપે છે. આ જ તો અંજનશલાકા છે. હદયનય ખોલવાની વિધિ અંજનશલાકા છે, સદ્ગુરુ તે કરે છે.
આપણા જેવા પામર જીવો પ્રતિમામાં પરમાત્મા જોતાં થઈએ એ પરમકૃપાળુદેવની અનહદ કૃપાનો જ પ્રતાપ છે. જેમના દ્વારા સદેવતત્ત્વ અને સધર્મતત્ત્વ સમજાય, પ્રગટ થાય તે છે સદગુરુ. અજ્ઞાનરૂપી તિમિર - અંધકારથી જે અંધ, તેનાં નેત્ર જેમ જ્ઞાનરૂપી અંજનશલાકા, આંજવાની સળીથી ખોલ્યાં તે શ્રી સદ્ગુરુદેવને નમસ્કાર.....
પ્રાણપ્રતિષ્ઠાથી મૂર્તિ જીવંત બને છે મૂર્તિમાં પ્રારા પૂરવામાં ન આવે ત્યાં સુધી તે પથ્થર છે. શ્રીગુરુની કૃપાથી ભક્ત મૂર્તિમાં પ્રારા પૂરે છે અને પ્રાણ ભય પછી પૂજાનો પ્રારંભ થાય છે. જેવા તેમાં પ્રારા ભરવામાં આવે કે તે જીવંત થઈ જાય છે. અને જે જીવંત બને છે તેમાં સાકાર અને નિરાકાર અને સમાવિષ્ટ થઈ જાય છે. દેહ સાકાર છે અને ચેતના નિરાકાર. દેહ મૂર્ત છે અને ચેતના અમૂર્ત.
જ્યાં સુધી મૂર્તિ પથ્થર છે ત્યાં સુધી માત્ર આકાર છે, મૂર્ત છે. જેવા તેમાં પ્રારા ભય, પ્રતિષ્ઠા થઈ અર્થાત્ ભક્ત પોતાના હૃદયને મૂર્તિમાં ભર્યું, ધબકતું કર્યું કે મૂર્તિ જીવંત બની ગઈ. તેમાં હવે બને વાત આવી ગઈ - એક તરફ અાકાર રહ્યો અને બીજી તરફ નિરાકારનું દ્વાર ખૂલ્યું. એક તરફ મૂર્ત રહ્યું અને બીજી તરફ અમૃતનું દ્વાર ખુલ્લું થયું. હવે આ હાર વડે જે યાત્રા થાય છે તેને પૂજા કહેવાય છે.