________________
અમેરિકાના Los Angeles શહેરમાં જિનમંદિરની રચના થઈ રહી છે અને ત્યાં શ્રી જિનેશ્વર ભગવંતોની પધરામણી થશે એ શુકનવંતા સમાચાર સાંભળી અંતરમાં આહૂલાદની અનુભૂતિ થઈ. પ્રસ્તુત પ્રતિષ્ઠા-મહોત્સવ અને જિનાલયનિર્માણથી ત્યાંનો જૈનસમાજ અને વિશેષ તો યુવાવર્ગ લાભાન્વિત થશે, જિનેશ્વરની ભક્તિ તેમજ જૈન સંસ્કારોનું સિંચન ઉત્તરોત્તર વૃદ્ધિ પામશે, દઢ થશે. આવા ઉમદા નિમિત્તનું સંયોજન કરવા બદલ આયોજકોને, દાતાઓને તથા સકળ સંઘને હાર્દિક અભિનંદન.
પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે, “શુદ્ધ આત્મદશારૂપ શાંત જિન છે. તેની પ્રતીતિ જિનપ્રતિબિંબ સૂચવે છે. તે શાંત દશા પામવા સારુ જે પરિણતિ, અથવા અનુકરણ અથવા માર્ગ તેનું નામ “જૈન'; - જે માર્ગે ચાલવાથી જૈનપણું પ્રાપ્ત થાય છે.” આવું જૈનપણું હર કોઈ પ્રગટાવે, શ્રી વીતરાગ સર્વજ્ઞ દેવનાં દર્શન-પૂજન-સેવનથી અમેરીકાનો કોઈ જૈન, કોઈ કલ્યાણવાંછુ જીવ વંચિત રહેવા ન પામે એ જ પરમકૃપાળુ પરમાત્માના યોગબળ આગળ પ્રયાચના.'
સપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.”