________________
(ગર ભક્તિ
સુશીલાબેન શાર્ડ
ગુરુ બિન ભવ નિધિ તરઇ ન કોઈ. જૉ વિરંચિ સંકર સમ હોઇ. ગુરુ વગર જ્ઞાન નહિ. ગુરુ વગર ભવસાગર તરી ન શકાય. નૌકા તો જોઇએ, પણ સાથે ખેવૈયા પણ જોઇએ. ગુરુ કઈ રીતે મળે, આ પ્રશ્ન થાય તો પણ શોધવા ન જવું. તમે અધિકારી બનો, પા] બનો, ગુરુ આપોઆપ મળશે. ઝેન કથામાં કહયું છે તેમ When the desciple is ready, Guru appears. ભગવાન એની ભેટો કરાવશે. એને જોયા પછી તમારું રોમે રીમ પુકારી ઉઠશે કે બસ, આ જ મારા ગુરુ. ભીતરથી અવાજ ઉઠશે.
ઘણા બધા મહાત્માઓ હોય છે, પણ ગુરુ માટેની ભાવ તો કેવળ એક જ વ્યક્તિ પ્રત્યે થાય, તરત જ સમર્પિત થઇ જવાય. બાકી શોધવા જઈએ ને કહીએ "મેં તમને ગુરુ ધાર્યા" તો મર્યા. આપણે કોઇને "ગુરુની ડીગ્રી આપવાવાળા કોણ? કહેવું હોય તો કહીએ કે "હું શિષ્યભાવે સમર્પિત છું."
અર્જુને શ્રી કૃષ્ણને એમ તો નથી કહ્યું કે તમે મારા ગુરુ બનો. અર્જુને એમ કહયું કે " હું તમારી શિષ્ય છું. મુમુક્ષુપણું જાગશે તો આપોઆપ સદ્ગુરુ મળી આવશે. ગુરુ કોઇ વ્યક્તિ નથી અને કોઈ વ્યક્તિ એ ગુરુ નથી. ગુરુ તો પરમ અસ્તિત્વ છે.
ગુરુભા ગુરુર્વિષ્ણુ ગુંટુર્દવી મહેશ્વરઃ
ગુરુ: સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મ શ્રી ગુરવે નમ: ગુરુ સાક્ષાત્ પરબ્રહમ છે. ગુરુત્વ એટલે જ્ઞાન. એ તમને ક્યારેય દગો દેશે નહિ, ગુરુ બનાવો નહિ, સ્વયં શિષ્ય બનો. ગુરુને અધીન થવાનું છે. અધીશ નહિ. હું તમને ગુરુ કહું છું" એમ કહેવું અવિવેક છે. એમ હાથ જોડીને કહો કરીષ્ય વચનં તવ. હું પ્રપન્ન છું. હું તમારી શરણમાં છું.” "ગુરુ બિન હોઈ ન જ્ઞાન એમ તુલસીદાસે કહ્યું, પણ મીરાબાઇએ તો એથી આગળ વધીને કહયું કે ગુરુની કૃપા ભવસાગરને સુકવી નાખે છે.
ભવસાગર સબ સુખ ગયા છે, ફિકર નહિ મોહે સરનન કી, મોહે લાગી લટક ગુર-ચરનન કી, ચરન બિના મોહ કઈ નહિ ભાવે, જુઠી માયા સબ સપનન કી. મોહે લાગી લટક ગુર-ચરનન કી,
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, ઊલટ ભઇ મોરે નયનન કી, મોહે લાગી લટક ગુર-ચરનન કી, ગુરુ જ આપણો હાથ પ્રભુના હાથમાં પકડાવે છે. સદ્ગુરુની શરણાગતિ હશે તો ગમે તેટલા વાવાઝોડા કુંકાશે છતાં પણ આપણે નીતિને, નિષ્ઠાને અને સત્યના માર્ગથી ચલિત નહિ થઇએ., એથી સંગુરુની આવશ્યકતા છે.
પુસ્તક વાંચતા પંડિત થવાય પણ જ્ઞાન તો ગુરુ વગર ના મળે. ગુરુથી જે મળે છે તે પરોક્ષ જ્ઞાન છે. એ જ્ઞાનની સાધના દ્વારા અપરોક્ષની અનુભૂતિ કરવાની છે. જ્યાં સુધી અપરોક્ષની અનુભૂતિ નથી થતી ત્યાં સુધી આપણે આત્માને ઓળખી ન શકીએ..
સદગુરુ એટલે જે તમને પરમાત્મા તરફ અભિમુખ કરે, એટલું જ નહિ, જે તમને તમારા સ્વયંથી મુક્ત કરે અને પોતાનાથી પણ મુક્ત કરે.
With All
Best
FINE JEWELRY AT ITS BESTI
Wishes to Jain Center
Southern California
DIA RING
FINE JEWELRY AT ITS BEST - 550. HILL ST, #990, LOS ANGELES, CA 90013
PH: 213 489 3894 FAX: 213489 3896