________________
આંગણું, મારા દાદાનું
ફ્યુમ કિશોર સંઘવી દાદા, આ શબ્દ સાંભળતા નજરે તરી એક એવી વ્યકિત જેની આંખોમાંથી પ્રેમ નીસરતો હોય. હાથ જ્યારે માથાઉપર ફરે દુનિયા આખીની ચિંતાઓ ખરી પડતી હોય. હૈયા સરસી ચાપે ત્યારે દિલમાં ટાઢક ફરી વળતી હોય. હુંફની અને સલામતીની પૂર્ણ અનુભુતી થતી હોય. સફેદ વાળ, ચોખ સ્મીત જેમાથી નીતરે છે ફક્ત પ્રેમ, પ્રેમ અને પ્રેમ.
દાદા, આ શબ્દ સાંભળતા નજરે તરે છે એક ઘેઘૂર વડલો, વિશાળ વૃક્ષ, લીલાછમ પાન, કુમળી કુંપણી, અનેક વડવાઇઓ અને ઉડા, ઉડા મૂળ. એના છાંયડામાં કલ્લોલ કરતાં નાના ભુલકાઓ અને મીઠી નીંદર માણતા અનેક વટેમાર્ગુઓ, એની ડાળીઓ ઉપર પકડા પકડી રમતાં ચકલા અને કબૂતરો.
દાદા એટલે પિતાનો પ્રેમ અને માતાની માયા, પિતાના નિયમો અને માતાની શિક્ષા. સમગ્ર કદંબના હીતની સતત ફીકર, જીવનના સમગ્ર અનુભવોનો નીચોડ આખા કુટુંબને શીખામણના સ્વરૂપે દર્શાવે. ટુંકમાં દોડીને વળગી પડાય એ દાદા.
આજે મારે આવા જ મારા દાદાની વાત કરવી છે. આવા જ દાદાના આંગણની વાત કરવી છે. એ છે મારા જૈન ભવનની. આપણા જૈન ભવનની. આપણા આદેશ્વર દાદા, પાર્શ્વનાથ દાદા, અને મહાવીર સ્વામી દાદાના આંગણની. આ ભવન સાથેનો મારો સંબંધ કયારથી? વિચાર કરતા નજરે તરે સાઉથ ગેટનો પાટીદાર સમાજનો હોલ. પર્યુષણ પર્વની ઉજવણી. પારણાનો દિવસ. 100 કે 200 પૂરીઓ અથવા ભાત બનાવીને લઇ જવાના. તપસ્વીઓને પારણા કરાવીને જાત જાતની પારણાની વાનગીઓ આરોગવાની. બધા આપણા જૈનો છે એટલે હોંશથી બધાને મળી સારું સારું જમીને છુટા પડવાનું.
અત્યારની જગ્યાએ ભવન બંધાયું ત્યારે અમારા બાળકો સાવ નાના. બંખમાં તેડીને લાવતા. તેમના નાના નાના પગલાઓ ભવનમાં ચારેકોર દોડાદોડ કરતાં. એમ કરતાં પાઠશાળાએ જવાનું શરૂ કર્યું. જેનોનો abc એવો નવકાર મંત્ર પોતાના જીવનમાં ઉઠતા અને સૂતા વણવા લાગ્યા ત્યારે આ ભવનની અને પ્રભુના અમીદ્રષ્ટીની અગત્યતા સમજાઇ. બાળકોના પગલે પગલે અમે એડલ્ટ સ્વાધ્યાયમાં જવાનું શરુ કર્યું. ત્યારે જૈન “ધર્મ શું છે તે સમજાયું. લોહીમાં ધર્મના સંસ્કાર ખરા. બાળપણમાં બા ચૈત્યવંદન કરતાં જે સ્તવન ગાતા તેનો અવાજ હજુ કાનમાં ગુંજે છે. લગ્નબાદ ગરદેવ શ્રી કાનજીસ્વામીને “તું ભગવાન છો”, “તું પરમાત્મા છો”