________________
આ રીતે સમગ્રતયા જૈન દર્શન નો અભ્યાસ (comprehensive study) કરવાનો લાભ ઘણા ભાઈ – બહેનોએ છેલ્લા દશેક વર્ષ માં લીધેલ છે.
આ અભ્યાસ દરમ્યાન નીચે જણાવ્યા પ્રમાણેનાં ત્રણ મુદાઓ નો વિચાર કેન્દ્રમાં રાખી તે બાબતે પ્રયત્ન કરવામાં આવેલ. (૧) પરમોપકારી ભગવાન શ્રી મહાવીર સ્વામીએ પ્રરૂપેલા સિધ્ધાંત ને બરાબર સમજવા. (૨) જૈન દર્શન વિષે નો ખ્યાલ (concept) બરાબર સ્પષ્ટ થવો જોઇએ. (૩) જૈન પારિભાષિક શબ્દોથી પરિચિત થવુ જરૂરી છે.
આ મુદાઓની ચકાસણી માટે લગભગ દરેક સુત્ર/પાઠ પૂરો થાય ત્યારે ટેસ્ટ લેવાતી અને તેમાં પણ ઘણા ઉત્સાહથી ભાઈ-બહેનો એ ભાગ લીધેલ. ત્યાર બાદ જ્યારે પુસ્તકનો અભ્યાસ પૂરો કર્યો ત્યારે સમગ્ર પુસ્તક નો ટેસ્ટ ૫ જુન ૧૯૯૪ માં લીધેલ. તેમાં ૯ર પ્રશ્નો પુછવામાં આવ્યા હતા. તેના પરિણામ ઉપરથી એમ લાગે છે કે મહદ્અંશે ઉપરના ત્રણ મુદાઓ/આકાંક્ષાઓમાં સારી રીતે સફળતા પ્રાપ્ત થયેલ અને તે ભાગ લેનારા ભાઇ-બહેનોની ધગશ, ખંત, જિજ્ઞાસા અને પુરૂષાર્થને આભારી છે. તે માટે તેમને જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે.
આજે પણ સમગ્ર રાષ્ટ્ર માં જૈન સેન્ટર ઓફ સધર્ન કેલીફોર્નીયા નાં જૈન દર્શનના અભ્યાસ માટેના પ્રયત્નો પ્રત્યે માનની લાગણી જોવા મળે છે તેનું કારણ તેમાં ભાગ લેનારા ભાઇ-બહેનો નો પુરૂષાર્થ
૧૯૯૬ માં સમગ્રપણે અને સઘન અભ્યાસના હેતુથી ચાર શિબિરી નવતત્વના વિષયો પર યોજેલ. જેમાં ૨૫0 ભાઈ બહેનો એ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ. slide presentation વિષયને સરળતા,વિસ્તાર અને સ્પષ્ટતાથી સમજવા માટે ઘણું ઉપયોગી નિવડેલ.
અત્યારે રવિવારના સ્વાધ્યાયમાં પૂજ્ય દીપરત્ન સાગરજી મહારાજ સાહેબે લખેલ પૂજ્ય ઉમાસ્વાતિ મહારાજ સાહેબનાં “તત્વાર્થ સૂત્ર”ની અભિનવટીકા નો પહેલો અધ્યાય પૂરી કરી, બીજા અધ્યાય નો અભ્યાસ ચાલી રહ્યો છે.
નવા ભાઈ-બહેનોને મદદરૂપ થવાના હેતુથી, “નવ તત્વનો સરળ પરિચય” entry level/review તરીકે દર બુધવારે સાંજે ૮ થી ૧0 થોડા સમય માટે લીધેલ.
તે સિવાય છેલ્લા ૧૫ વર્ષ થયો દર સોમવારે રાતના ૮-30 થી 10 સુધી સ્વાધ્યાય ચાલે છે તેમાં 30-૩૫ ભાઈ-બહેનો નિયમિત ભાગ લે છે. અત્યાર સુધીમાં “દ્રવ્ય સંગ્રહ્યું ” અને “તત્વજ્ઞાન તરંગીણી ” ની સુંદર અભ્યાસ પૂરો કર્યો છે અને હાલમાં પૂ. ગુણભદ્રાચાર્ય ના “ આત્માનુશાસન ” નો અભ્યાસ ચાલે છે.
Jainism has had a deep and profound impact on my life and the way that I lead it. It is the
mold for my moral character. - Chaitali Gala (17)
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org