________________
સંસ્કાર સમૃદ્ધિના અંકુરા
અતિ સંતોષકારક આનંદની વાત છે કે “જૈના” દ્વારા નિયોજીત ‘નિબંધ હરિકાઈ ૯૮’ માં આપણા જૈન સેન્ટર ના ઘણા વિદ્યાર્થીઓ એ ઉમંગભેર ભાગ લીધો. તેમના આ નિબંધોમાથી ફુલની પાંખડી રૂપ એક એક સુવાક્ય 10 વર્ષની પુર્ણાહુતિ ના સર્વેનીયરમાં પાને પાને અંક્તિ કરતા આનંદ થાય છે.
નિબંધ માં તેઓની સરળ શૈલી, ઉત્કૃષ્ટ ભાવ, ધર્મ પ્રત્યેની લાગણી અને નિર્ણયતા, તેમની કમજોરી નો એકરા૨, તેમની શક્તિઓની સભાનતા, તેમનો દ્રષ્ટિકોણ, તેમની ધર્મમાં ભિંજવવાની ભાવના અને ધર્મને આગળ લઈ જવાની કટિબદ્ધતા, તેમના હૈયાનો ઉમંગ, તેમનો ધર્મ પ્રત્યેનો ઉત્સાહ ખરેખર પ્રશંસનીય છે.
તેમના પોતાના પહેલાના આગવા ધર્મ સંસ્કારી, તેમના કુટુંબ તથા માતા-પિતાની અમુલ્ય કેળવણી, જૈન સેન્ટર માં પાઠશાળા ની વ્યવસ્થા અને પાઠશાળાના શિક્ષકોની અંતભરી શિક્ષણ આપવાની પ્રવૃત્તિઓએ આ વિદ્યાર્થીઓને સંસ્કાર સમૃદ્ધિના અંકુરા રૂપ બનાવ્યા છે. આ સંસ્કાર સમૃદ્ધિ ના અંકુરાઓ પરિપક્વ થઈ નજીકના ભવિષ્યમાં મોક્ષ સુખના પરમ આનંદ ને પ્રાપ્ત કરવાની અભિલાષા કરે છે, તે પુર્ણ થાય તેવી પરમ કૃપાળુ પ્રભુ પાસે પ્રાર્થના અને શુભકામનાઓ સાથે જય જિનેન્દ્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org