________________
આપણા શ્રી સંધ અથાગ પ્રયત્ન કરીને આ જિનાલયને મોટુ ક૨વા આજુ-બાજુની વધારે જગ્યા લીધી છે. અને તેને વિકસાવવાનું છે તે જ સૂચવે છે કે શ્રી જૈન સંઘનો અભ્યદય થઇ રહ્યો છે. શાસનદેવો આ સંઘને પરોક્ષ રીતે અવશ્ય સહાય કરે જ છે. અને ભવિષ્યમાં પણ કરશે જ. જૈન સંઘના સમસ્ત ભાઈ-બહેનોમાં જે નિર્મળ-પવિત્ર-શુધ્ધ ભાવના છે, તેને કાયમ આ માધ્યમ દ્વારા સિંચન મળ્યા જ કરે. અને એ ભાવના કર્મોનો ક્ષય કરવામાં અતિ ઉત્તમ સાધન બને એવી આશા રાખું છું.
આપણા સંઘમાં અનુભવી-પીઢ બ્રર્યકરો છે. નિર્મળ ભાવના છે. કાર્ય કરવાની સુઝ અને ખંત છે. પરસ્પર મળી જવાનો સ્વભાવ છે. ન ગમતું જતું કરવાની ટેવ છે. આવા સંસ્કારી જ જૈન સંઘને ઉચે લાવે છે.
અંતમા– વિપરીત સંસ્કાર વાળા દેશમાં રહેવા છતાં ત્યાંની સંસ્કૃતિની અસર નીચે ન દબાતા ભારતભૂમિની સંસ્કૃતિના બીજતુલ્ય આવા ધર્મસ્થાનોના પાયા નાખ્યા છે. અને દશ વર્ષમાં તેમાં અનેક ગણો વધારો કર્યો છે. તેનાં ફુલ-ફળ રૂપે તેનો અનેક ગણો વધારો થાય. અને સેંકડો તથા હજારો વર્ષ આ જૈન સંઘ તથા તેની ઉત્તરોત્તર પેઢીઓ અનંતકલ્યાણી બને. સૌ આત્માનું હિત સાધે. એજ આશા.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org