________________
શુભ- સંદેશ
પંડીત શ્રી ધિરજલાલ ડાહ્યાલાલ મહેતા
શ્રી લોસ એંજલસના જૈન સંઘના ધર્માનુરાગી સમસ્ત ભાઈ-બહેનો, આપણા જિનાલયમાં પ્રભુની પ્રતિષ્ઠા થયાને 10 વર્ષ પૂર્ણ થાય છે. તે જાણીને ઘણો જ આનંદ વ્યક્ત કરું છું.
જિનાલય ” એ ધર્મ કરવાનું પરમ સાધન છે. તેના માધ્યમથી જૈન સંઘની અંદર એકતા થાય છે. પરસ્પર મૈત્રીભાવ અને ભ્રાતૃભાવ વધે છે. બાળકો અને ઓછા જ્ઞાનવાળા જીવો પણ ધર્મ કરવાની પ્રેરણા પામે છે. તેમાં ઉજવાતા ઉત્સવોથી જૈન સમાજના તમામ નર-નારીઓ હર્ષ અને આનંદના હેલે ચડે છે. ભાવનામાં લીન થાય છે. તીર્થકર નામકર્મ જેવા પુણ્યને ઉપાર્જન કરે છે. સ્વાધ્યાય કરવાનું પણ આ જ પવિત્ર સ્થાન છે. ત્યાનાં વાસિત પવિત્ર પરમાણુઓ જ આત્માને પવિત્ર કરે છે.
જુગારખાનામાં દરરોજ જતો માણસ જુગાર રમવા પ્રેરાય છે. દારૂના પીઠે વારંવાર જતો માણસ દારૂ પીવાની લતે ચડે છે. આવા અનુભવો જગત સમક્ષ છે જ, તો શુભ નિમિત્તી આ આત્માને ટૂંકા સમયમાં કે લાંબા સમયે પણ શુભ બનાવે જ. શુભાશુભ નિમિત્ત પ્રમાણે જ આત્મદ્રવ્ય પરિણામ પામે છે. ભુતકાળમાં જેટલા આત્માઓએ કલ્યાણ સાધ્યું છે તે સર્વેએ તીર્થંકરાદિ મહાત્માઓની વાણી સાંભળવા દ્વારા સાધ્યું છે.
આપણા જૈન સંઘે પશ્ચિમાત્ય સંસ્કૃતિ વાળા દેશમાં પણ અધ્યાત્મની સંસ્કૃતિનો વારસો ટકાવનારૂં અને તે માર્ગને વેગ આપનારું આવું પરમપવિત્ર સ્થાન ઉભુ કર્યું છે અને તેને નિર્વિઘ્ન દશ વર્ષ પુર્ણ થયાં છે. દિન-પ્રતિદિન તેમાં વૃદ્ધિ થઈ છે. તે જાણીને કોને આનંદ ન થાય ? બાળકોની પાઠશાળાના કેટલા સુંદર પધ્ધતિસર ક્લાસો ચાલે છે ? પ્રૌઢ સ્ત્રી-પુરૂષોના ક્લાસમાં પણ મોટી એવી સંખ્યા લાભ લે છે. સાધુ-સંતોનાં તથા જૈન ધર્મના અભ્યાસી વક્તાઓ ના પ્રવચન ગોઠવાય છે. અનુકુળતા મુજબ દેરાસરમાં સ્નાત્ર મહોત્સવ, પૂજાઓ, તથા સિધ્ધચક પૂજન જેવા મોટા પ્રસંગો રચાય છે.
ચાલું દિવસોમાં પણ રાત્રિક્લાસમાં હોલ ભરચક રહે છે. આ બધું શું સૂચવે છે ? ધર્મનો પ્રેમ, શાસનની ભક્તિ, દિન-પ્રતિદિન વધી જ છે.
આ જિનાલય ” હોવાથી આ સ્થાનમાં માત્ર જિનેશ્વર પરમાત્મા ની જ મૂર્તિ બીરાજમાન કરાય છે. દેવ-દેવીઓની મુર્તિ પણ શાસનરક્ષક તરીકે મુકાય છે. તેથી બીજા કોઈની મૂર્તિ આ સ્થાનમાં શોભાસ્પદ નથી. વીતરાગ પરમાત્માની સમાન અન્ય કોઈ વ્યક્તિ નથી. તેઓની પૂજા આપણા આત્માને વીતરાગ બનાવવા માટે કરાય છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org