________________
વીરઃ સર્વ સુરા સુરેન્દ મહિતો, વીરબુધા સંશ્રિતાઃ | વરણાભિહતઃ સ્વકર્મ નિચયો, વીરાય નિત્ય નમઃ |
મારા દિકરા અને દિકરી અમેરીકામાં રહેતાં હતાં. તેમણે અમને સને ૧૯૭૯ ની સાલમાં અમેરીકા બોલાવ્યાં તે વખતે હું અને મારા પત્નિ પહેલી વાર અમેરીકા આવ્યાં. પરીવારને મળવાનો અને અમેરીકા જોવાનો બહુજ ઉમંગ હતો. પરીવાર સાથે અમેરીકા જોવામાં અને સંબંધીઓને હળવાભળવામાં બે માસ પસાર થઈ ગયા. પરીવારની મરજી તેમની સાથે અમને અમેરીકામાં રાખવાની હતી. પરંતુ છોકરાઓ તેમના કામે જતા રહે. અને બાળકો શાળાએ જાય પછી ઘરમાં પ્રવૃત્તિ વિના અમને એકલવાયું લાગવા માંડ્યું. પાડોશી કોઈ ગુજરાતી ભાષા સમજે નહી અને અમે અંગ્રેજી સમજીએ નહી. તેથી મુઝવણ થવા લાગી. ઉમંગ ઓસરી ગયો અને અમને ઈન્ડિયા યાદ આવવા લાગ્યું અને અમે ઈન્ડિયા જતા રહ્યા.
તે દરમિયાન અહીં સધન કેલીફોર્નીયા જૈન સેન્ટરની સ્થાપના થઈ. સને ૧૯૮૮ ની સાલમાં જૈન સેન્ટરે દેરાસરનું મકાન હોલ વગેરે બનાવ્યું. દેરાસરમાં ભગવાનની પ્રતિષ્ઠા કરવાની હતી તે પહેલાં છોકરાઓએ અમને અમેરીકા બોલાવ્યા. દેરાસરમાં ભગવાનની પ્રતિષ્ઠા વિધી સહીત બહુજ ધામધુમથી કરવામાં આવી અમને બહુજ આનંદ આવ્યો. પછી વારંવાર શની રવીવારે દેરાસરમાં ભગવાનના દર્શન પૂજન માટે અને હાલમાં થતાં વ્યાખ્યાનોમાં સાંભળવાં જવાનું થવા માંડ્યું. તે દરમિયાન ઘણા નવા ભાઈ, બહેનો સાથે પરિચય થવા લાગ્યો. ઘણી નવી ઓળખાણો થઈ. એક બીજા સાથે સબંધો બંધાયા અને મિત્રતાની માયા બંધાઈ. હૈયાની વાતો કરી દિલ હળવું કરી આનંદ મેળવવા લાગ્યા. પછી કાયમના માટે પરીવારની સાથે અમેરીકામાં રહેવાનું નક્કી કર્યું.
બાળકો આનંદ પ્રમોદ સાથે ગુજરાતી ભાષા શીખે અને ધાર્મિક જ્ઞાન મેળવે તથા તેમની જીવને વિકાસ થાય તેવી શિક્ષણ પ્રવૃત્તિ, પ્રભુ ભક્તિમાં ભાવ જાગે, સાચી શાંતી મળે અને આત્મકલ્યાણ થાય તેવી અધ્યાત્મીક પ્રવૃત્તિઓ સેન્ટરે શરૂ કરી છે. તેમાં ઘણા ભાઇ બહેનો ભાગ લે છે. ઘણા ભાઈ બહેનો સ્વૈચ્છિક સેવા આપી પ્રેમથી ભણાવે છે. જૈન સેન્ટરે દશ વરસના ગાળામાં ઘણી પ્રગતી કરી છે. આ બધુ સેન્ટરના નિષ્ઠાવાન અને પ્રમાણિક કાર્યકરોનો અનેરો ઉમંગ અને ઉત્સાહ, કામ કરવાની તીવ ધગશ, સ્વાર્થ વગર સેવા કરવાની ભાવના, વિનય અને વિવેકથી બધાં પ્રત્યે વાત્સલ્ય ભર્યું વર્તન અને સંસ્થાને વિકાસ પંથે લઈ જવાની ઉચી ભાવનાને આભારી છે.
ખરેખર સિનિયરો માટે તો આ સંસ્થા સખત ગરમીથી તાપમાં કંટાળેલા અને ચાલતાં થાકેલા પથીકને વડના ઝાડની શિતળ છાયામાં આરામ કરવા બેસવાથી જે શિતળતાની તૃપ્તિ થાય છે તેવી વડની શિતળ છાયાસમી ઉપકારી બની છે.
ચંદુલાલ છગનલાલ શાહના જય જીનેન્દ્ર
I represent Jainism by being proud that I am a Jain, and telling my friends about my
religion. - Kushali Gala (14)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org