________________
ધી
E #BE A માં ન હોય મા ધરી સમાન રા
નવીન ની
ઈ
JAINA CONVENTION 2017
તા. ૧૯૧૭, જુલાઈ ૪
દેવ - ગુરૂ અને ધર્મતત્વ
ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા
(સુરત) ગુજરાત
આપણે આપણા આત્માનું કલ્યાણ કરવું હોય તો ઉત્તમોત્તમ ધર્મનું આચરણ કરવું જોઇએ. ધર્મતત્વ જ આ જીવનને પવિત્રતર બનાવનાર છે. દાન-શીયળ-તપ અને ભાવ એમ ચાર પ્રકારનો ધર્મ વીતરાગ પરમાત્માના શાસનમાં જણાવેલો છે.
જે જે પર પદાર્થ છે તેને પરના ઉજાગર માટે ત્યજી દેવી અન્યને આપી દેવી તે દાન કહેવાય છે. દાન કરવાથી પરનું જીવન હિંસાદિ દોષો વિનાનું બને અને પોતાને સાંસારિક ભાવોની મમતા ઓછી થાય. એમ બંનેનું કલ્યાણ થાય.
શીયળ એટલે સંસ્કારી જીવન. આવું જીવન કરવાથી દોષો ટળી જાય, ગુણો પ્રગટ થાય અને પરોપકારાદિ ઉત્તમોત્તમ કાર્ય થાય. તપ વિશેષ કરવાથી માથા-કમરભાવ જીવનમાંથી દૂર થઈ જાય. શરીર નિરોગી બને અને ચિત્તમાંથી વાસના તથા વિકારો નાશ થઈ જાય. ભાવના ધર્મ તો આત્માના પરિણામને જ સુધારી નાખે. મોહની માન્યતાનો ધ્વંસ કરી નાખે. ચિત્તમાં અજવાળુ લાવે અને મનનો હઠાગ્રહ અને કુટિલતાનો સર્વદા ત્યાગ કરાવે છે.
તે કારણથી જ જૈન દર્શનમાં આ ચાર પ્રકારનો ધર્મ જ મહાન તત્વ કહ્યું છે આ ધર્મ સર્વસ પ્રણીત છે. પરંતુ સામાન્ય વ્યકિતે જણાવેલ નથી તથા સર્વથા નિર્દોષ છે. તેનો આશ્રય કરનારને પણ નિર્દોષ બનાવનાર છે. પરમાત્મા તીર્થંકર ભગવંતનો પણ આયુષ્ય કર્મવાળા જ હોવાથી આયુષ્ય સમાપ્ત થતાં જ ધર્મની સ્થાપના કરીને મોક્ષ સીધાવે છે. જે કારણથી તેઓની પછી તેઓએ બતાવેલ આ માર્ગને સાધુ-સાધ્વીજી (ગુરૂ ભગવંતો) વધારે વધારે વિસ્તૃત કરે છે. જગતના જીવોને આ ધર્મમાં જોડે છે અને જોડાયેલાઓનું પ્રતિદિન વ્યાખ્યાન – અધ્યયન આદિ કરવા વડે સંરક્ષણ કરે છે.
આ પ્રમાણે મૂળથી ધર્મ બનાવનારા અરિહંત દેવ કહેવાય છે. તેઓની ગેરહાજરીમાં તેમના કહેલા ધર્મનો પ્રચાર પ્રસાર કરનારા સાધુસંતો ગુરુ કહેવાય છે. આ બન્ને પ્રકારના ઉપકારીઓ ધર્મના સ્થાપક તથા ધર્મના પ્રચારક છે. તેઓની કૃપાથી જ સંસારી લોકો ધર્મતત્વને સમજે છે અને સમજીને સંસાર પરિચિત કરે છે અથવા સંસારનો ત્યાગ કરીને સાધુ થાય છે.
આપણા સર્વે ઉપર આ ત્રણે તત્વનો ઘણો જ ઉપકાર છે. ધર્મ સ્થાપવા દ્વારા અરિહંતો ઉપકારી છે. અરિહંતોએ સ્થાપેલા ધર્મના પ્રચાર કરવા દ્વારા ગુરુઓ ઉપકારી છે અને ધર્મ તો આત્માનો જ ગુણ હોવાથી આત્માનો ઉપકાર કરનાર છે.
જૈન ધર્મ જેવો નિર્દોષ અને આત્માનો અવશ્ય ઉપકાર કરનારો જ છે. આજ સુધી અનેક તીર્થકર ભગવંતોએ અને ગુરુ ભગવંતોએ આ ધર્મ કહ્યો છે અને સેવ્યો છે છતાં ક્યાંય વાદ-વિવાદ કે ઝઘડો કે મત-મતાંતર નથી. આપણે આ કુળમાં પડ્યોદયથી જન્મ્યા છીએ તો તેને બરાબર જાણીએ માનીએ-માણીએ અને જીવનમાં આત્મસાત કરીએ, જેનાથી અવશ્ય કલ્યાણ થાય જ.
જ્યાં સાધુ-સાધ્વીજી પોતાના ચુસ્ત આચાર પાલનના કારણે ત્યાં જઈ શકતા નથી તો પણ ત્યાં આવતા સાચા પ્રચારક પંડિતો અને સાથીઓ દ્વારા આ વસ્તુને બરાબર સમજીએ તથા જીવનમાં ઉતારીએ અને માનવ જીવન સફળ કરીએ.
ફોન નંબર
એ જ આશા
ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા સૂઇગામ (ગુજરાત)
૯૮૯૮૩૩૦૮૩૫
82