________________
સને. ૧૯૧૭, જુલાઇ ૪
JAINA CONVENTION 2017
ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા
સુરત (ગુજરાત)
અમેરિકા જેવા પરદેશમાં પ્રતિ બે વર્ષે જૈન સમાજનું મોટું અધિવેશન ભરાય છે, તે જાણીને ઘણો જ આનંદ થાય છે. જૈન કુળમાં જન્મેલા આત્માઓની આ જ વિશેષતા છે કે આજીવિકા માટે દેશ-વિદેશ જવા છતાં પોતના ધર્મના મૂળ સંસ્કારો ભૂલે નહીં.
અનુમોદના
અમેરિકામાં વસતા ભારતીય જૈનોએ પોતાના સંસ્કારો જાળવી રાખ્યા છે અને ભાવિના બાળકોમાં પણ જળવાઈ રહે તેવા પ્રયત્નો થઈ જ રહ્યા છે તે જ મોટો આનંદનો વિષય છે. તમારા આ ધર્મપ્રયત્નની હું અનુમોદના કરું છું. ધર્મના સંસ્કારો ખરેખર જાળવી રાખજો, તે આત્માના ઉત્થાનનો પાયો છે.
પચીસ છવીસ વર્ષ સુધી મારાથી શક્ય બની શકે તે રીતે ધર્મતત્વ સમજાવવાની પ્રભાવના મેં કરી છે. લોકોએ સારો એવો લાભ લીધો છે. હવે તે માર્ગને વધારે વાગોળવાની જ આવશ્યકતા છે. અમેરિકામાં વસતા જૈનો ઘણા અભ્યાસી છે અને ધર્મતત્વના જિજ્ઞાસુ છે. તે માટે તેઓની આ માર્મિક ભાવનાની હું અનુમોદના કરું છું.
૯૮૯૮૩૩૦૮૩૫
આ પ્રાપ્ત થયેલા સંસ્કારોને બહુ જ સારી રીતે જાળવજો. દિન-પ્રતિદિન તેમાં વધારે વૃદ્ધિ કરજો. મનમોટાવ કે વાડાબંધીમાં ક્યાંય ફસાતા નહીં. વિતરાગ પરમાત્માનો ધર્મ જ આપણા ઉપર ઘણો જ ઉપકાર કરનાર છે તેને સાચવી રાખશો તો બધું જ સચવાશે. વિશેષ વિશેષ આ ધર્મનો અભ્યાસ કરજો. તમારી તથા ત્યાં વસતા જૈન ભાઈ-બહેનોની
વધારે વધારે ઉન્નતિ થાય અને જૈન ધર્મનો વિજય ડંકો વાગે તથા સર્વત્ર જૈન ધર્મનો વધારે વધારે સ્વીકાર થાય તેવી અંતરની અભિલાષા સાથે અમેરિકાના જૈન સંઘોના કાર્યની હું ખૂબ જ અનુમોદના કરું છું.
મોબાઇલ
એ જ લિ.
મહેતા
34
ધીરજલાલ ડાહ્યાલાલ
સુરત (ગુજરાત)