SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ JAINA CONVENTION 2011 નવકાર મહામંત્રનું મહાત્મ્ય નીલાબેન એન. શાહ પરિચય: વતન અને વસવાટ વડોદરા નિઝામપુરા, વ્યવહારિક ભણતર એમ એ ગુજરાતી ધાર્મિક ભણતર- પાંચ પ્રતિક્રમણ, ચાર પ્રકરણ જીવ વિચાર, નવતત્વ, દેડક, લઘુ સંગ્રહણી, ત્રણ ભાષ્ય -ચૈત્યવંદન, ગુરુવંદન અને પચ્છખાણ. ઈ-મેલ nkshah186@gmail.com જેના મનમાં શ્રી નવકાર, તેને શું કરશે સંસાર !” જગતના સર્વ મંત્રોમાં શીરોમણી મંત્ર આ નવકાર મંત્ર જ છે તેથી જ તો તેને સર્વ મંગળો માં ઉત્તમમંગળ રુપ સ્થાન મળ્યું છે. નવકારને કેવળજ્ઞાન મંત્ર તરીકે પણ ઓળખી શકાય છે. એક નાનકડા ચેકમાં લાખો રૂપિયાનો સમાવેશ થાય છે. તેમ નવકારમાં સંપૂર્ણ દ્વાદશાંગી સમાયેલી છે. નવકારમાં સંપૂર્ણ જિનશાસન સમાયેલુ છે. તીર્થમાં શેત્રુંજય, દેવમાં ઈન્દ્ર, યંત્રમાં સિધ્ધ ચક્ર, સતીમાં સીતા, મંત્રમાં નવકાર મંત્ર શ્રેષ્ઠ મંત્ર છે. જેમ નક્ષત્ર સમુદાયનો સ્વામી ચંદ્ર છે તેમ સધળા પુણ્યનાં સમુહનો સ્વામી શ્રી પંચ પરમેષ્ઠીને કરેલો ભાવ નમસ્કાર છે. જે ભાગ્યશાળી આત્માની મનરુપી ગુફામાં નવકારરૂપી સિંહ બેઠેલો છે તેના મનમાં કર્મ રૂપ હાથી કે કુવિકલ્પ રૂપ હરણા પ્રવેશી શકતાં નથી. (1) નવકાર મંત્રના ચાર પર્યાયવાચી નામો (1) આગમિક નામ – શ્રી પંચમંગલ મહાશ્રુત સ્કંધ (2) સૈધ્ધાંતિક નામ – શ્રી પંચ પરમેષ્ઠી નવકાર મંત્ર (3) વ્યવહારિક નામ – શ્રી નમસ્કાર મહામંત્ર (4) રૂઢ નામ – શ્રી નવકાર મંત્ર 59 (2) નવકારના પદો, સંપદાઓ, અક્ષરો નવકાર ૧૪ પૂર્વનો સાર છે. નવકારના નવપદો છે. • નવકારની આઠ સંપદાઓ છે. · નવકારના ૬૮ અક્ષરો છે. પહેલા પાંચ પદના ૩૫ અક્ષરો છે. (પંચ પરમેષ્ઠી) છેલ્લી ચાર (ચુલિકા) ના 33 અક્ષરો છે. (ચુલિકા) · "Live and Help Live" (3) નવકારના પ્રથમ પાંચ પદો....... પંચપરમેષ્ઠી · • નવકારના પ્રથમ પાંચ પદો એક એક અધ્યયન નું મહાત્મ્ય ધરાવે છે.... દેહધારી મુકતાત્મા તે અરિહંત પ્રથમ પદમાં અનંત મહાવીર ભગવંતોને નમસ્કાર થાય છે.... દેહમુક્ત મુક્તાત્મા તે સિધ્ધ બીજા પદમાં શુધ્ધ સ્વરુપી અનંતા સિધ્ધ ભગવંતોને નમસ્કાર થાય છે..... પંચ મહાવ્રત આચરનાર અને બીજાને તેનું પાલન કરાવનાર આચાર્ય ત્રીજા પદમાં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસુરિ મહારાજ વગેરે સમાન ભૂત, ભવિષ્ય વર્તમાન સર્વે આચાર્યોને નમસ્કાર થાય છે..... મુનિને શ્રુત જ્ઞાનનું અધ્યયન કરાવનાર ઉપાધ્યાય
SR No.527533
Book TitleJAINA Convention 2011 07 Houston TX
Original Sutra AuthorN/A
AuthorFederation of JAINA
PublisherUSA Federation of JAINA
Publication Year2011
Total Pages238
LanguageEnglish
ClassificationMagazine, USA_Convention JAINA, & USA
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy