________________
JAINA CONVENTION 2011
"Live and Help Live"
ૐ અર્હમ
के गिने चुने प्रभावशाली अनुयायी अपने तथाकथित प्रवर्तकों और संगठन कर्ताओं को समृद्ध और शक्तिशाली बना कर अपने अन्य स्वार्थों की पूर्ति करने के लिए जैन धर्म के मलस्वरूप की उपेक्षा कर रहे हैं। सच तो यह है कि अहिंसा, करुणा, क्षमा या मैत्री पर आधारित जीवनचर्या के माध्यम से ही आत्मा पर विजय मिल सकती है।
વીતી ગયેલી ક્ષણોને સુધારી નવી શરુઆતની તક તો કોઇને મળતી નથી. પણ આ ક્ષણ થી પ્રારંભ કરીને નવો અંત મેળવવાની તક તો દરેક જણ મેળવી શકે છે !
નિરાશાઓ રોડ પર આવતા બમ્પ છે. જેવી હોય છે. તમારી ગતિ થોડીક વાર માટે રુંધાય જરૂર છે, પણ પછી ની સફર માં તો આનંદ મળે જ છે... માટે બમ્પ પર જ રોકાઇ ના જતા, આગળ વધતા રહેજો!
જય જીનેન્દ્ર, શ્રધ્ધાળુ શ્રાવક અને શ્રાવિકાઓ અમેરિકાનાં ટેક્ષાસ રાજ્યનાં હ્યુસ્ટન શહેરમાં પ્રથમ વાર ૧૬ મો જયના કન્વેન્શન ૨૦૧૧ આયોજીત થઇ રહ્યો છે તે જાણીને અતિ પ્રસન્નતા અને આનંદ થઇ રહ્યો છે. ભગવાન મહાવીર સ્વામીનું સૈકાલિક સત્ય અમૃત વચનોની આજે વર્તમાન સમય માં વધુ ને વધુ આવશ્યકતા સિધ્ધ થઇ રહી છે. આજે સમસ્ત વિશ્વમાં હિંસા, ભય, આતંકવાદ, ઉગ્રવાદ, હત્યા, આત્મ હત્યા, ભુણ હત્યા, પર્યાવરણ પ્રદુષણ અને સુનામી જેવી સમસ્યાઓથી જીવ જગત અને પ્રકૃતિ સુરક્ષીત રહ્યા નથી. આથી વધારે માનસિક, બૌધ્ધિક, અને ભાવનાત્મક પ્રદુષણ વિશ્વ માટે ઘાતક ને વિનાશક બની રહ્યા છે. કેવળ આર્થિક એકાંગી વિચારધારાને કારણે દ્રષ્ટિકોણ બદલાઇ ગયા છે. આવી ભયાનક પરિસ્થિતિની વચ્ચે ભગવાન મહાવીર સ્વામી નાં જીવો અને જીવવામાં મદદ કરો જેવી વાતોને પૂનઃ ઉજાગર કરવાનું કાર્ય જયના એ આ વિર્ષનાં સંમેલન દ્વારા હાથ ધર્યું છે. જૈન શ્રાવક - શ્રાવિકાઓ આ દિશામાં સ્વયં જાગરુકતાનો પરિચય આપશે તો અહિંસા, અપરિગ્રહ, અને અનેકાંતવાદ ના સિધ્ધાંતનો સ્વયં જીવન્માં અમલ કરીને વિશ્વનાં કણ કણ સુધી પહોંચાડવાનો સ્કૂળ અને સાર્થક પ્રયત્ન થશે. ઉઠો જાગો જૈનો આપને બધાજ આદિશામાં શક્તિનું નિયોજન કરીને જૈન ધર્મના આ અમૂલ્ય સિધ્ધાંત મનુષ્ય જાતિને જીવન ગત કરવામાં સહ્યોગ કરો. સંપૂર્ણ જીવ જગતનું મંગલ થાય એવી હ્રદયનાં અંતઃ કરણ થી પ્રભુના ચરણે પ્રાર્થના કરીયે વિશ્વમાં સૌનું જીવન આધ્યાત્મની રિધ્ધી સિધ્ધી સમૃધ્ધિથી સમાધિમય થાય એવી મંગલ ભાવના.. અશ્વિનીપ્રજ્ઞ
જ્યારે જોઇતું હોય એ ના મળે ત્યારે નિરાંત જીવે બેસીને ખુશ થજો, કારણ કે ઇશ્વર તમને કૈંક વધારે સારું આપવાનું પ્લાનીંગ કરી રહ્યા હશે!
209