________________
JAINA CONVENTION 2011
"Live and Help Live"
હ્યુસ્ટન નાં જૈન સમાજની પાઠશાળાએ ફરી ઉજવી શબ્દ સ્પર્ધા.
મોના શાહ માતૃભાષાની જાળવણી એ સંસ્કારનો એક ભાગ છે તેવું માનતા હ્યુસ્ટન નાં જૈન સમાજની પાઠશાળાએ ફરી ઉજવી શબ્દ સ્પર્ધા. માર્ચનાં પહેલ રવિવારે યોજાયેલ આ સ્પર્ધા માટે ગુજરાતી અને હિન્દીનાં જુદા જુદા વર્ગો જાન્યુઆરી થી સક્રીય થયા હતા એવું ટાંકતાં અમિષાબેન કાપડીયા, મોના શાહ અને હીતેન્દ્ર કુર્તાએ જણાવ્યું કે શબ્દ સ્પર્ધા એ જ્ઞાન સાથે ગમ્મત સાબિત થઇ રહી હતી. દરેક વર્ગનાં વિદ્યાર્થીઓ અને તે વર્ગનાં વર્ગ શિક્ષકોનો આ અંગે ઉત્સાહ અદભુત હતો. પ્રારંભિક તબક્કાની સ્પર્ધા આગલા અથવાડીયે જે તે વર્ગમાં રમાઇ ગયા પછી તે વિજેતાઓની આખરી સ્પર્ધા જૈન સેંટરનાં મુખ્ય હૉલમાં સવારનાં ૧૧ કલાકે રમાઈ. હૉલ ખીચો ખીચ ભરાયેલ હતો અને પ્રતિસ્પર્ધકો ઉંચા નીચા થતા હતા.
અમિતા બેન કાપડીયાએ શબ્દ સ્પર્ધાના નિયમો વાલીઓને સમજાવ્યા અને જજ તરીકે મુંબઇ થી આવેલા શ્રીમતી પન્નાબેન દોશીને ઘડીયાળ આપીને ટાઇમકીપર બનાવ્યા અને આરતીબેન છેડા અને વિજયભાઇ શાહ ને જજ તરીકે નિમ્યા.અને શબ્દ સ્પર્ધા શરુ થઇ. છબીમાં દીપસુતા કોઠારી અને ફોરમ જોન્સા શબ્દો આપતા જણાય છે. અને હીતેન્દ્ર કરવા શ્રોતાજનો ને કેમેરામાં કેદ કરી રહ્યા છે. કુલ્લે ૬ વર્ગ હતા હિન્દીનાં ૩ અને ગુજરાતીનાં ૩ અને તે દરેક્ના વર્ગ શિક્ષકો શબ્દો આપી રહયા હતા. ગત વર્ષ કરતા આ વખતે પાવર પોઈંટ ના પ્રયોગો પ્રભાવી હતા. નીતાબેન દેસાઇ તો પાવર પોઇંટ્સ સેકંડો બતાવતા જણાયા હતા. જુદા જુદા વર્ગનાં અને જુદી જુદી સ્પર્ધાનાં સ્પર્ધકો અને તેમના ચહેરા ઉપરના ભાવો સ્પષ્ટ પણે કહેતા હતા કે આ જ્ઞાન સાથેની ગમ્મત તેમને પસંદ પડી રહી છે. આ સ્પર્ધાના પરિણામો નીચે મુજબ છે
e
|
कलम
છે
રાW/
199