SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ JAINA CONVENTION 2011 "Live and Help Live" વિગેરે ચિહ્નો જણાય ત્યારે જરાય આળસ કર્યા વગર નિષ્ણાત ડોક્ટરની તપાસ કરાવવી જરૂરી છે. આવા ચિહ્નો હોય તો કેન્સર જ હોય તેવું જરૂરી નથી પરંતુ સાવધાની રાખવાથી અને ડોક્ટર ની સલાહ લેવાથી રોગ વધે તે પહેલા દવા-સારવાર થઇ શકે અને જીવન બચી શકે. કેન્સર આવા ચિહ્નો વગર પણ થઇ શકે છે માટે જ American Cancer Society ની ભલામણ મુજબના સ્ક્રીનીંગ ટેસ્ટ કરાવવા ખાસ જરૂરી છે કારણ કે પ્રાથમિક તબક્કે કેન્સર નું નિદાન થાય તો યોગ્ય સારવારથી દર્દી બચી શકે છે. નિદાન જેટલું વહેલું થાય તેટલું કેન્સરથી બચવું સહેલું બને.. કેન્સરના નિદાન માટેના સ્ક્રીનીંગ ટેસ્ટ: કેન્સરના નિષ્ણાત ડોકટરો ના જણાવ્યા મુજબ મુખ્ય મુખ્ય કેન્સરોનું નું વહેલું નિદાન થઇ શકે તે માટે વાર્ષિક ડોકટરી તપાસ વખતે નીચેના સ્ક્રીનીંગ ટેસ્ટ કરાવવા જરૂરી છે. વાર્ષિક તપાસ દરેકે જન્મદિવસ વખતે કરાવવા થી બધાને યાદ રહે છે અને ચોક્કસ પણે medical appointments ગોઠવાઈ જાય છે. નિયમિત વાર્ષિક શારીરિક તપાસ કેન્સરના તથા અન્ય દર્દી થી બચવાનું પહેલું પગથીયું છે. જેના કુટુંબમાં કેન્સર નો હિસ્ટરી હોય તેના માટે નીચેના ટેસ્ટ ના standards વિશેષ કડક છે તે તમારા ડોક્ટર કહી શકશે. ૧. બહેનોના છાતી ના કેન્સર- ૪૦ વર્ષથી મોટી વયના બહેનોએ દર વર્ષે મેમોગ્રામ કરાવવો જરૂરી છે. છાતીમાં ગાંઠ દેખાય કે કંઈ ફેરફાર લાગે કે લોહી નીકળે કે પરુ નીકળે તો તે ડોક્ટર ને તુરત બતાવવું. ૨. બહેનોના સર્વિકલ કેન્સર - ૨૧ વર્ષથી મોટી વયની બહેનોએ દર વર્ષે પેપ-સ્મીઅર ટેસ્ટ કરાવવો જરૂરી છે. 3. ગર્ભાશય નું કેન્સર - menopause એટલે કે માસિક ધર્મ કાયમ માટે બંધ થતી વખતે કે પછી વધારે પડતું બ્લીડીંગ થાય તો અવશ્ય ડોક્ટર ની સલાહ લેવી. ૪. ભાઈઓ તથા બહેનોના નાના-મોટા આંતરડાનું કેન્સર - ૫૦ વર્ષથી મોટી વયના ભાઈ-બહેનોએ કોલોનોસ્કોપી નો ટેસ્ટ કરાવવો જરૂરી છે. ત્યાર બાદ દસ વર્ષે કે પાંચ વર્ષે આ ટેસ્ટ ફરી વાર કરાવવાનો હોય છે. ૫. ભાઈઓને Prostrate કેન્સર - ૪૫ વર્ષથી મોટી વયના પુરુષોએ વાર્ષિક બ્લડ ટેસ્ટ કરાવતી વખતે PSA ટેસ્ટ તથા Digital Rectal Examination - DRE કરાવવી જરૂરી છે. ૬.ભાઈઓ તથા બહેનોનું જીભનું, જડબાનું, મોઢાનું તથા ગળાનું કેન્સર - ભારતમાં નાના-મોટા ઘણા લોકો પાન-માવા, ગુટકા, મસાલા અને તમાકુ ખાય છે, બજર-છીકણી સુંઘે-વાપરે છે, બીડી-સિગારેટ પીવે છે, તેથી મોઢાનું, ગળાનું અને ફેફસાનું કેન્સર થવાની શક્યતા ખુબ વધી જાય છે. ખુબ મોટો ખર્ચ આ વ્યસનો પાછળ થાય છે. મોટા ભાગના મોઢા ના કેન્સર જીભ ના તળિયેથી શરુ થાય છે અને ત્યાર બાદ ગળામાં તથા ફેફસામાં પણ ફેલાય શકે છે. ભારતમાં આપના સગા વહાલા, મિત્રો વિગેરે તમાકુના આવા વ્યસનો થી પીડાતા હોય તો કેન્સર જેવા ભયંકર રોગથી બચવા તેમને તે વ્યસનો તજી દેવા બનતા સઘળા પ્રયત્નો કરવા કરાવવા દરેકની ફરજ છે. Cancer Awareness Volunteers Training: American Cancer Society cell Orange County Health Authority oll સહકારથી માર્ચ ૨૨, ૨૦૦૯ ના દિવસે ૩૨ volunteers ને Colon, Prostate , Breast અને Cervical કેન્સર ના રોગ થી બચવા માટે રોગના ચિહ્નો તથા સ્ક્રીનીંગ tests ની માહિતી Jain Center of Southern California માં આપવામાં આવેલ જેથી આ volunteers પોતપોતાના સગા-વહાલા તથા મિત્રોને સ્ક્રીનીંગ ટેસ્ટ માટે જવા પ્રેરી શકે. self Breast Examination Workshop : Jain Center of Southern Califonia માં April ૧૯, ૨૦૦૯ ના દિવસે બહેનોને છાતીમાં કેન્સર ના ચિહ્નો ની જાત તપાસ કરવાની જાણકારી તથા તાલીમ ડોક્ટર નયના વોરા તથા ડોક્ટર અર્ચના શાહે આપેલ. કેન્સર ના જાત અનુભવ ના વાર્તાલાપ: દિનેશભાઈ શાહ, હેમંતભાઈ નાગડા તથા પ્રીતીબેન શાહે પોતે કેન્સર માંથી શી રીતે બચી શકાય તેનું વર્ણન ખુબ સારી રીતે કર્યું. કેન્સર સામેની લડતમાં તમે શું કરી શકો: વ્યક્તિગત રીતે કેન્સરના સ્ક્રીનીંગ ટેસ્ટ અવશ્ય કરાવો અને ભૂલાય ના જાય તે માટે તમારા જન્મ દિવસ ની પહેલા Medical Appointments નું આયોજન કરો. કેન્સર પ્રતિકાર અને જન જાગૃતિ માટે તમારા સગા-સ્નેહીઓને કેન્સર ના સ્ક્રીનીંગ ટેસ્ટ માટે માહિતી આપો. કેન્સર થી પીડાતા દર્દીઓને હોસ્પિટલ માં જઈને ખબર અંતર પૂછી શકો, ટીફીન ભોજન પહોંચાડો અને કોઈ કામ હોય તો કરી આપો, આર્થિક મદદ આપી શકાય તો આપો કારણ કે કેન્સરની બીમારી બધી રીતે પાયમાલ કરી નાખે છે.નોકરી જતી રહે છે,જીવન-નિર્વાહની પણ મુશ્કેલી પડે છે. કહેવત છે કે'રામના બાણ વાગ્યા હોય તે જાણે', ના ઇચ્છીએ કે કોઈને કેન્સર થાય પરંતુ જ્યાં સુધી એ રોગ ની સામેની લડત જીતી શકયા નથી ત્યાં સુધી કેન્સર ના દર્દીને તથા કુટુંબને હંફ આપી શકીએ તો તેની પીડા ઓછી થાય અને કુટુંબીજનોને આ દર્દ સામે લડત લડવામાં મદદ મળી રહે. કેન્સર ચેપી રોગ નથી તેથી ડરવાનું કોઈ કારણ નથી; દર્દીના સંપર્ક માં આવવાથી આ રોગ ફેલાતો નથી. શરીરના કોશો cells કન્ટ્રોલ વગર વધે ત્યારે કેન્સર નો રોગ થાય છે. કેન્સરને નાથવાની લડતમાં તમારું યોગદાન આપી માનવતાનો દીપક પ્રગટાવો તેવી ભાવના ભાવીએ છીએ. If we find Cancer EARLY, 90% survive Nalini Shah Cancer Fund 473 Stanford Court, Irvine CA 92612 • 949-509-6716 mgshah@yahoo.com If we find Cancer LATE, 10% survive 162
SR No.527533
Book TitleJAINA Convention 2011 07 Houston TX
Original Sutra AuthorN/A
AuthorFederation of JAINA
PublisherUSA Federation of JAINA
Publication Year2011
Total Pages238
LanguageEnglish
ClassificationMagazine, USA_Convention JAINA, & USA
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy