SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ JAINA CONVENTION 2011 પાપથી જે ડરી ગયો સમજ્યો તે તરી ગયો વિજય શાહ વિજય શાહ વ્યવસાયે નાણાકીય સલાહકાર છે.અને શોખથી તે લેખક છે ૧૯૬૪થી લખે છે અને ગુજરાતી સાહિત્યનાં ક્ષેત્રે પ્રયોગાત્મક લખાણોનાં સફળ બ્લોગર છે. હ્યુસ્ટનમાં ચાલતી ગુજરાતી સાહિત્ય સરિતાનાં સક્રિય સભ્ય છે. તેમનો સંપર્કઃ vijaykumar.shah@gmail.com જૈન કૂળમાં જન્મ તેથી જૈન વિધી વિધાનો તપ અને પંચ મહાવ્રતની વાતો તો જાણે ગળથૂથીમાં હતી. પણ મારો ખરો ધર્મોદય થયો જ્યારે સુક્ષ્મજીવાણુ શાસ્ત્રનાં જ્ઞાન સાથે ધર્મારાધના ” કર્મ તણી ગતિ ન્યારી”માટે પ્રો. રમેશ કાપડીયાએ મને ડો સી સી શાહ સાથે અંગ્રેજી રુપાંતરણમાં મને સાથે લીધો. ડો સી સી શાહ બાયો કેમીસ્ટ હતા અને ધર્મે જૈન નહોંતા પણ બાયો કેમેસ્ટ્રીમાં તો તેઓ વિધ્વાન હતા. આ. અરૂણવિજયજી મહારાજનાં ૧૯૮૨માં સુરત ખાતે થયેલ ચાતુર્માસિક શિબિરનાં પ્રવચનોનું તેઓ અંગ્રેજીમાં બોલતા અને હું અને કાપડીયા સાહેબ તેમને જૈન શબ્દોમાં પ્રશ્ન થાય ત્યારે અર્થઘટન માટે તેમની સાથે રહેતા અને ચર્ચા કરતા. એક વખતે શાહ સાહેબ બોલ્યા જૈન જ્ઞાન કેટલુ સહજ અને સરળ છે એક જ વાક્યમાં ઘણું બધું કહી દીધું ” પાપથી જે ડરી ગયો..સમજો તે તરી ગયો.” ઘરે પાછા વળતા ડો શાહ સાહેબનાં ચહેરા પર આવેલી ચમકે મને વિચારતો કરી દીધો હતો. ૭૭ વર્ષનાં ડો. શાહે તેમની જિંદગીમાં ઘણું વાંચેલું હતું અને એમને મને જે સહજ લાગતું હતું તે વાક્ય ઉપર જાણે જિંદગીનું કોઇ પરમ સત્ય લાધ્યું હોય તેવો આનંદ હતો. “Live www Help Live બીજે દિવસે કાપડીયા સાહેબને આ ઘટના કહી તો તેમણે પણ આ વાત જરા જુદી પણ સર્જનાત્મક રીતે કહી-” વિજય આપણો ધર્મ છે તેથી ઘણી વખત તેમાં રહેલ સત્યોને આપણે બહુ સહજ રીતે લઇએ છે.. જરા કલ્પના તો કર આ માઇક્રોસ્કોપ તો હજી ૨૦૦ વર્ષ પહેલા શોધાયુ અને આપણે હવે કહીયે છે કે હવામા જીવાણુ છે પાણી માં જીવાણુ છે પણ ભગવંતો એ કેવળજ્ઞાનથી ૨૫૦૦ વર્ષ પહેલા કહ્યું છે કે જીવ ક્યાં છે અને તેમને અભય આપવા આપણે શું કરવુ જોઇએ. મારું વિચાર તંત્ર ઝંકૃત થઇ રહ્યું હતુ. હા અજ્ઞાન ને કારણે તો આ લખ ચોરાશીનાં ફેરા છે...જેને અજાણતા આપણે મારીયે છે તે ભવાંતરે આપણ ને મારનાર થનાર છે અને અજ્ઞાની મન તેને સહજ માને છે. અમેરિકામાં આવીને એક ચલ ચિત્ર જોયુ હતુ ” હની આઇ સ્રીન્ક ધ કીડ્સ” ની કલ્પના કથા જુઓ સમજાય કે સવારથી તે નાના જીવોને કેટલા બધા ભયો છે..મને નાનો હતો અને ગીરનાર દર્શને જતા પાઠશાળાનાં શીક્ષક નેમચંદભાઇ જયણા માટે નાની સાવરણી અને સુપડી લીધી ત્યારે અહિંસાનો એક અનોખો અર્થ સમજાયો હતો..અહિંસા એટલે મારવુ નહી તે એકલુંજ નહી પણ ચાલતા પગ નીચે કોઇ સુક્ષ્મજીવો કીડી કે મંકોડા ના મરે તેનું ધ્યાન રાખવું, જયણા બારીકાઈ અને તે બારિકાઈ પણ ભવાંતરોનાં ભ્રમણો માંથી રખડતા બચાવી શકે છે. પાપથી ડરવા પાપ ક્યાં છે અને પાપ શું છે તે સમજાવાનું એક સુંદર સુત્ર “અતિચાર” છે..જેમાં જ્યાં જ્યાં જીવોછે તે 115
SR No.527533
Book TitleJAINA Convention 2011 07 Houston TX
Original Sutra AuthorN/A
AuthorFederation of JAINA
PublisherUSA Federation of JAINA
Publication Year2011
Total Pages238
LanguageEnglish
ClassificationMagazine, USA_Convention JAINA, & USA
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy