________________
VAL 2005
.
થાય છે. પછી પક્ષી મહત્ત્વનું નથી રહેતું, પાંજરુ મહત્ત્વનું બની જાય છે. પક્ષી જ ન હોય તો એ લોઢાના પિંજરાનું શું માહાભ્ય? ધર્મ જ ન હોય તો એ સંપ્રદાયનું શું મહત્ત્વ? સંપ્રદાય શરીરના સ્થાને છે અને ધર્મ હૃદયના સ્થાને. હૃદય ધબકતું હોય તો શરીરનો પણ ઉપયોગ છે. જો હદય જ બંધ પડી ગયું હોય તો પછી શરીરને તો લાશ કહેવાય. ગમે તેવી સારી હોય તોપણ લાશને તો ત્યાગવી જ પડે છે, નહીંતર એમાંથી દુર્ગંધ આવે છે. તેમ જ્યાં ધર્મ ન હોય અને મતાંધતા હોય તેનો ત્યાગ કરવો જ રહ્યો, નહીં તો એમાંથી રાગ, દ્વેષ, અહંકાર, વૈમનસ્ય વગેરે ઉત્પન્ન થાય છે. જેટલાં ક્લેશ, યુદ્ધ, ઝઘડા ધર્મના નામે થાય છે તેટલા અન્ય કારણે નથી થતા. આમાં ધર્મ જવાબદાર નથી પણ સાંપ્રદાયિકતા જવાબદાર છે.
જ્યોતિ માટે કોડિયું જરૂરી છે. પણ પ્રકાશ તો જ્યોતિથી પ્રાપ્ત થાય છે, કોડિયાથી નહીં. જ્યાં માત્ર કોડિયું હોય અને જ્યોતિ ન હોય ત્યાં માત્ર અંધકાર હોય છે. જ્યાં ધર્મ નથી પણ માત્ર સાંપ્રદાયિકતા છે ત્યાં માત્ર અંધકાર છે. અજ્ઞાનતાના કારણે લોકો કોડિયાનું તો ધ્યાન રાખે છે, પણ જ્યોતિનું ધ્યાન નથી રાખતા. પરિણામે તેઓ તેમના જીવનમાં પ્રકાશ પામી શકતા નથી, ત્યાં અંધકાર જ રહે છે.
ધર્મ એટલે તમારી ભીતર છુપાયેલા સ્વભાવની અભિવ્યક્તિ. તમારી ભીતર પડેલા ગીતનું પ્રગટ થવું. સદ્ગુરુના અનુગ્રહ અપૂર્વ અંતરસંશોધનથી કોઈક સુપાત્ર જીવ તેને પ્રાપ્ત કરે છે. સૌ જીવો સાંપ્રદાયિકતા છોડી ધાર્મિક બની ત્વરાથી નિજ અનંત સુખની પ્રાપ્તિ કરે એ જ મંગળ ભાવના.
* * *
tending Jain He
pe in Western E11v1
186 Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org