SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ J[1]__ 17 ( 184 Jain Education International_2010_03 by Pujya Shri Rakeshbhai Jhaveri ધર્મ અને સંપ્રદાય દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે - ધાર્મિક અને અધાર્મિક. વળી અધાર્મિક લોકો પણ બે પ્રકારના હોય છે ઃ નાસ્તિક અથવા ભૌતિક અને સાંપ્રદાયિક. સાંપ્રદાયિક વ્યક્તિની ગણના ધાર્મિકમાં ન થતાં અધાર્મિકમાં થાય છે. સાંપ્રદાયિક વ્યક્તિ ધાર્મિક હોવાની મા પણ લે છે અને તે અધાર્મિકતાની પુષ્ટિ પણ કરે છે. તેને ધાર્મિક થવા માટે ક્રાંતિમાંથી પસાર થવું પડે છે. વૃત્તિઓને ત્યા વિના જૈન કઈ રીતે બની શકાય? જાગ્યા વિના બૌદ્ધ કઈ રીતે બની શકાય? અહંકારને શૂળી પર ચડાવ્યા વિના hristian (ખ્રિસ્તી) કઈરીતે બની શકાય? માત્ર કોઈ સંગઠન કે સંસ્થા કે સંઘ કે આશ્રમ સાથે જોડાવાથી કે કોઈના અનુયાયી બનવાથી ધાર્મિક નથી બની જવાતું. ધાર્મિકતાનો સંબંધ તો આંતરિક ગુણો સાથે છે. ધાર્મિક બનવું એટલે આંતરિક ગુણોનો વિકાસ કરવો. સ્વયંની પરિણતિ ઉપર નજર રાખવી. સાંપ્રદાયિકત્તા એટલે ધાર્મિક થવાથી બચવું. જ્યારે જીવ પોતાનો પક્ષ છોડી સદ્દગુરૂના ચરણને સેવે છે ત્યારે તે પરમાર્થને પાર્ષે છે. તેને નિજપદનો લક્ષ થાય છે. ધર્મનો સંબંધ સ્વયં સાથે છે. ધર્મ એ કોઈ સામાજિક ઘટના નથી પણ એક અત્યંત વૈયક્તિક ઘટના છે. એને બીજા સાથે સંબંધ નથી પણ સ્વયં સાથે સંબંધ છે. વ્યક્તિ બીજાની સાથે શું કરે છે એની સાથે તેનો સંબંધ નથી પરા વ્યક્તિ સ્વયં પોતાની સાથે શું કરે છે એની સાથે તેનો સંબંધ છે. પોતાની સત્તાનો બોધ જ પોતાને ધર્મમાં લઈ જાય છે. બીજો કોઈ માર્ગ તેને ધાર્મિક નથી બનાવતો. મંદિર, શિવાલય વગેરે બધું બહાર છે, સંસારનો જ ભાગ છે. ત્યાં જવાથી સ્વમાં પહોંચી જવાતું નથી. હા, એ સ્વ તરફ ઇશારો અવશ્ય કરે છે અને તેથી ભીતરના સ્મરણમાં સહાયભૂત બની શકે છે. ધર્મ એક નિતાંત વૈયક્તિક વાત છે, વ્યક્તિની ભીતર બનતી ઘટના છે. સંગઠન અને ભીડ સાથે તેને કોઈ સંબંધ નથી. સંગઠન ધર્મ નથી, માત્ર સંગઠનમાં સંમિલિત થવાથી માણસ ધાર્મિક નથી બની જતો. એ સાથે તે ધર્મઆરાધના કરી શકે પણ ધર્મ થાય છે વ્યક્તિની ભીતરમાં. માત્ર સંગઠનના સદસ્ય બનવું એ ધર્મ નથી. ઘણી વાર તો સંગઠનની સદસ્યતા જ તેને ધાર્મિક બનવામાં બાધારૂપ બને છે. સંગઠનમાં હોવાનો અર્થ છે સંપ્રદાયમાં હોવું. સંપ્રદાયમાં ધર્મ ઓછો જોવા મળે છે અને સાંપ્રદાયિકતા વધારે જોવા મળે છે. સાંપ્રદાયિકત્તા તોડે છે, જ્યારે ધર્મ જ છે. ધર્મના બાહ્ય સ્વરૂપના કારણે સંપ્રદાયનો જન્મ થાય છે. જ્યાં સુધી શબ્દનો આગ્રહ, વેષનો આગ્રહ, સાધનાપદ્ધતિનો આગ્રહ, વ્યક્તિનો આગ્રહ હશે ત્યાં સુધી સાંપ્રદાયિકતા હશે અને સાંપ્રદાયિકતા હશે ત્યાં સુધી દષ્ટિરાગ, અહંકાર, વૈમનસ્ય, વિરોધ વગેરે રહેશે. જે એક મનુષ્યને બીજા મનુષ્યની સાથે જોડી ન શકે, તે મનુષ્યને પરમાત્મા સાથે કઈ રીતે જોડી શકે? સાંપ્રદાયિકતા મૈં ધાર્મિકતા નથી. ધર્મને સમાજ સાથે સંબંધ નથી. સમાજ પાસે કોઈ આત્મા, કોઈ ચેતનાકેન્દ્ર હોતું નથી. તે તો કેવળ અંતર Extending Jain Heritage in Western Environment For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.527527
Book TitleJAINA Convention 2005 07 JCNC
Original Sutra AuthorN/A
AuthorFederation of JAINA
PublisherUSA Federation of JAINA
Publication Year2005
Total Pages204
LanguageEnglish
ClassificationMagazine, USA_Convention JAINA, & USA
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy