________________
10th Biennial Jaina Convention
10th Biennial JAINA Convention
લોભ વગરના અને ૬ નિર્મખવી ખોટી વાતની પકડ, નિષ્પક્ષપાતપણુ અને મધ્યસ્થ ભાવ) હોય છે. આવા દેવો નો સ્થાપેલો ધર્મ અને ઉપદેશક ગુરૂ નો જ ધર્મ કસોટી એ ચડી શકે ને તેવા પુરૂષોનો જ ધર્મ સાચી ગણાય.
પ્રઃ ધર્મ ના ભેદો કેટલા? ધર્મ ના ૨ ભેદો છે. () અણગાર ધર્મ-સાધુ નો ધર્મ, તેમાં મૃત અને ચારિત્ર આવે, અને (ર) આગાર ધર્મ-શ્રાવક સંસારી નો ધર્મ
પ્રઃ શ્રાવક ધર્મ કોને કહેવાય? શ્રાવક ધર્મ ના ચાર પાયા- દાન,શિયળ, તપ અને ભાવ. દાન-ચાર જાતના દાન, તે જ્ઞાનદાન, આહારદાન, ઓષધદાન અને અભયદાન. અભયદાન સૌથી ઉત્તમદાન, તેમાં પ્રાણી માત્રની સાથે મૈત્રીભાવના રાખી ને શ્રાવક જીવમાગનો રક્ષક બની જાય છે. અભયદાન દે છે ત્યારે નવવાડ વિશુદ્ધ બમર્ચય પાળી ઉતમ શીલ ધર્મ પાળે છે, અને ૧૨ તપ માં થી કોઈપણ એક તપ પાળી ભાવના ભાવિ ધ્યાનમગ્ન થઈ પોતાના સર્વે કર્મ ખપાવી સિધ્ધ થઈ શકે છે.
પુરૂષાર્થ ચાર જાતના- ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ મોક્ષ નુ સાધ્ય. અર્થ અને કામ સાધન છે. અર્થ ધન કમાવવુ. કાયદા નું કામ કરવા અને કામ (ઘર, સ્ત્રી, પુત્ર, પરિવાર માં રચ્યા રહેવું અને આનંદ થી ભોગવવી તે કર્મ બંધના હેતુ છે. પણ પરિગ્રહ નો મોહ છોડી ધનાદિ નો ઉપયોગ દાનધર્મ માં કરીએ તો સદગતિ અપાવી શકે, એટલે દાન અર્થ ની વિશુધ્ધી કરે
શિયળ-કામ,વિષયસેવન વિ.દુર્ગતિ નું જ કારણ બને પણ તેજ કામ ને સ્વપત્નીપતી માંજ સંતોષ માં મર્યાદિત કરે તો શિયળધર્મ બની જાય. સિતાજી, દોપદીજી આદિ અનેક સતીઓ નાં દાખલા ઓ મોજુદ છે.
તપ- બાર પ્રકારના તપ. ()બાહસંર-જે શરીર ને સ્પર્શ અને (ક)આભ્યતર જે આત્મા ને સ્પેશે. આ તપ માંથી કોઈપણ તપ ની સાધના કરવાથી પુર્વે કરેલા કર્મો ને ખપાવિ શકાય છે.
ભાવ-ભાવષુવક દાન,શિયળ અને તપની આરધના કરવાથી અને ભાવના ભાવવા થી મોક્ષની પ્રાપ્તિ થાય છે.
પ્રઃ ધર્મ કેવી રીતે થાય? ન ધર્મમાં તિર્થંકર ભગવાને દયા ને ધર્મ નું મૂળ કર્યું છે. જેના દિલમાં દયા, અનુકંપા ન હોય તો તે જીવ કયારેય સમકિત ન પામે તો પછી સધર્મ અને મોક્ષ ની તો વાત જ કંયા કરવી? દયા પાળવા માટે જીવે માત્ર ની સમજણ ની જરૂરત છે. તે તત્વો સમજવાથી, સ્વાધ્યાય કરવાથી ને જીવનમાં ઉતારવાથી જ આવશે. ધર્મ સત્ય થી ઉપજે, દયા દાનથી વધ, ક્ષમાથી સ્થાપના થાય અને કષાય ક્રોધ, માન,માયા,લોભ, રાગ અને દેષ) થી નાશ થાય. ધર્મ નો પરિવાર-દયા ધર્મ ની માતા, સતકર્મ પિતા, સમસ્ત ગુખો-બાળકો, સદબુધ્ધિ-ભાઈ, સંતોષ પુત્ર, સમતા-પુત્રી, પવિગતો-ખેન અને ક્ષમાં ધર્મ ના મિત્ર છે..
ધર્મ ભાવના: મા હંમેશા આવી જ ભાવના ભાવતો રહે છે. કે: (૧) હું કયારે કેવળી પ્રરૂપિત દયાધર્મ પાળીશ ર) મને સહધર્મ નાં ઉપદેશક અરિહંત, ગણધાદિ, સદગુરુ નો યોગ થશે (૩) મને કયારે સધર્મ નું શ્રવણ થશે. તેના ઉપર શ્રધ્ધા બેસસે અને જ્યારે સંયમધર્મ નું પાલન કરીશ. આ બધી મળવા અતિ દુર્લભ છે. તે મને કયારે પ્રાપ્ત થશે તે ચિંતવવું તે જ ધર્મભાવના છે. આવો કલ્યાણકારી ધર્મ કોણ કરી શકે? દેવો વિષયમાં આશકત છે. નારકીઓ નિરંતર દુખ માં પડયા છે. તિર્યચો વિવેક રહિત છે. તેથી માત્ર મનુષ્ય જ ધર્મ કરણી કરી શકે છે.
એવો અનુપમ માનવભવ આપણને મળેલો છે, માટે થાય તેટલી ધર્મકરણી શરીર માં શકિત છે. ત્યાં સુધી સત્વરે શુધ્ધ ભાવથી કરીએ એવી હિતશિક્ષા આપણને ધર્મભાવના આપે છે. (લખાણ માટે ૫. ભરતભુષણ, શતાવધાની, સ્વ પંડિત મુનિશ્રી રત્નચંદજી મહારાજ ની ભાવના શતક ના ગયું ત્યાં શ્રી રસિકલાલ છગનલાલ શેઠ- બાર ભાવના ની ચોપડી નો આધાર લીધેલ છે.).
-Kirit Daftary, 3322 Woodlake Dr. Waco, TX --254-776-4209
PHILADELPHIA, PA
Jain Education Interational 2010_03
For Pri 163 Personal Use Only
www.jainelibrary.org