________________
પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપશ વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક
5 પ્રભુ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક
આથી જૈનોમાં શિષ્ય દ્વારા ગુરુ માટે કરવામાં આવતી સેવા અહીં હોતી નથી. ખ્રિસ્તી સાધુ-સાધ્વીઓએ ભોજન સિવાય બીજી બધી જ પોતાની પ્રવૃત્તિ જાતે કરવાની હોય છે. દરેક સાધુ-સાધીને પોતાના આધ્યાત્મિક સલાહકાર – માર્ગદર્શક (Mentor) કોઈ ધર્મગુરુહોય છે. જે તેમના ગુરુ સમાન હોય છે.
ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્ત પોતે જ એક ઉત્તમ ગુરુનું ઉદાહરણ પુરું પાડે છે. તેમણે પોતે શિષ્યોને જે ઉપદેશ આપ્યો તે તેમણે તેમના જીવનમાં આચરી બતાવ્યો. શિષ્યોની ભૂલ કે દોષોને ક્ષમ્ય ગણ્યા. ઈસુની સામે જ્યારે તહોમતનામું મૂકવામાં આવ્યું અને રોમન સૂબા પિલાતની સમક્ષ તેમને લઈ જવાતા હતા ત્યારે તેમના પટ્ટ શિષ્ય પીટરે ઈસુને ઓળખવાનો ઈનકાર કર્યો હતો. શિષ્ય પીટરે ઈસુને ઓળખવાનો એક વાર નહીં, પણ ત્રા વાર. તેનાં થોડાં કલાકો પહેલાં જ પીટરે ઈસુને કહ્યું હતું કે, ''મલે બધાની આપની ઉપરની શ્રદ્ધા ડગી જાય, મારી કદી નહીં ડગે.'' આ જ પીટરને ઈસુએ પોતાના પછી ધર્મના વડાનું સ્થાન આપ્યું હતું (આથી પ્રથમ પોપ પીટર ગણાય છે) તે જ રીતે ચાંદીના ત્રીસ સિક્કામાં ઈસુની ધરપકડ કરાવનાર તેમના અન્ય શિષ્ય યહુદા પ્રત્યે પણ ઈસુએ વેરઝે૨ રાખ્યા ન હતા. ઈસુએ ઉત્તમ ગુરુ તરીકે શિષ્યોના દોષને જતાં કર્યાં. આ ઉપરાંત ઈસુએ શિષ્યો સમક્ષ પોતાની મોટાઈન બતાવી બલ્કે નમ્રતા દર્શાવી. તેમણે પોતાના બારે શિષ્યોના પગ ધોઈને નમ્રતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું. શિષ્યોના પગ ધોયા પછી તેમણે શિષ્યોને કહ્યું કે, ''સમજ પડે છે, મેં તમને શું કર્યું ? તમે મને ગુરુદેવ અને પ્રભુ કહો છો, અને એ યોગ્ય છે, કારણ હું છું જ. એટલે પ્રભુ અને ગુરુદેવ હોવાં છતાં મેં તમારા પગ ધોયા, તો તમારે પણા એક બીજાના પગ ધોવા જોઈએ. મેં તમને દાખલો બેસાડ્યો છે; મેં જેમ તમને કર્યું તેમ તમારે પણા કરવું. હું તમને સાચેસાચ કહું છું કે, નોકર કંઈ શેઠ કરતાં અદકો નથી.'' ખરેખર તો શિષ્યોએ ગુરુના પગ ધોવા જોઈએ પણ અહીં તો ગુરુ શિષ્યોના પગ ધુએ છે. આ રીતે ગુરુ તરીકે ઈસુએ શિષ્યોને નમ્રતાનો પદાર્થપાઠ શીખવીને શિષ્યો પ્રત્યેના પોતાના પ્રેમને પરાકાષ્ઠાએ પહોંચાડ્યો. ઈસુના ઉપદેશના અગ્રદૂત ગણાતા યોહાન (સેંટ જ્હોન બેપ્ટિસ્ટ)ના હાથે ઈસુએ સ્નાનસંસ્કાર લઈને તેમની મોટાઈનો ગુરુપણાનો સ્વીકાર કર્યો હતો.
હાનિયેલ, હોશિયા, યોએલ, આમોસ, ઓબદિયા, યૂના, મિખા, નહૂમ, હબાકૂંક, સફનિયા, હગાઈ, ઝખરિયા અને મલાખી. ખ્રિસ્તી ધર્મમાં અધ્યાત્મ સાધના (Retreat)નું મહત્ત્વ છે. તે એક દિવસથી માંડીને ચાર સપ્તાહ સુધીની હોય છે. આ વિષય ઉપર સંત ઈગ્નારો. આધ્યાત્મિક સાધના' નામનો ગ્રંથ લખ્યો છે. તેની રચના પ્રક્રિયા લગભગ વીસ વરસ સુધી ચાલુ રહી. દરેક સાધુ – સાધ્વીએ વ૨સમાં એક વાર તો રીટ્રીટ કરવાની હોય છે. શ્રદ્ધાળુ વર્ગ પાસેથી પણ એવી અપેક્ષા રાખવામાં આવે છે. રીટ્રીટના સંચાલક ધર્મગુરુ તે દરમ્યાન આધ્યાત્મિક ગુરુની ભૂમિકા ભજવે છે. ગુરુ વિના નહીં જ્ઞાન એ ઉક્તિની પ્રતીતિ સાધકને અનુભવાય છે. સંત ઈબ્નાસ પોતાની જીવનકથામાં જણાવે છે કે, ‘એક સર્વસ્વીકૃત સિદ્ધાંત છે : ગુરુ વિના મુક્તિ નથી, ગુરુના માર્ગદર્શન વગર સઘળી સાધના ફોગટ,' હવે ઈગ્નાસને માટે ગુરુને ચરણે બેસવાનો વારો આવ્યો હતો. પણ તેમને કોઈ પાર્થિવ ગુરુ સાંપડ્યો નહિ. ઈશ્વર એમના એકમાત્ર ગુરુ રહ્યા. પોતે કહે છે તેમ ઃ ‘કોઈ શિક્ષક બાળકને ભણાવતી વખતે જે રીતે એની સાથે કામ લેતો હોય છે તે જ રીતે ઈશ્વર એની સાથે કામ લેતો. અલ્કાલામાં ઈગ્નાસ દિયેગો ઓગિયા નામના એક પુરોહિતના પરિચયમાં આવ્યા હતા તે ઈગ્નાસના પ્રાયશ્ચિત ગુરુ બન્યા હતા. ઈગ્નાસ તેમની સમક્ષ પોતાના પાપીની કબૂલાત કરતા. અધ્યાત્મ સાધના (રીટ્રીટ) દરમ્યાન સાધકની આધ્યાત્મિક પ્રગતિ માટે ગુરુએ શું શું કરવું જોઈએ તેનો વારંવાર ઉલ્લેખ 'અધ્યાત્મ સાધના' ગ્રંથમાં આવે છે. રીટ્રીટમાં સાધકને આત્મોન્નતિના માર્ગે લઈ જનાર ગુરુ જ છે.
જ
સાધુ-સાધ્વીઓ અવાર-નવાર પોતાના વિસ્તારના શ્રદ્ધાળુઓની મુલાકાત લઈ તેમને આત્મિક માર્ગે સબળ કરવા સલાહ સૂચન આપે છે - પ્રાર્થના કરાવે છે. દેવળમાં સાધુઓ દ્વારા અપાતો ધર્મોપદેશ પણ શ્રદ્ધાળુઓને અધ્યાત્મમાર્ગે જવામાં મદદરૂપ થાય છે. પ્રાયશ્ચિતની કબૂલાત માત્ર સાધુ જ સાંભળી શકે છે. સાધ્વીઓને તેમ કરવાની છૂટ નથી. પ્રાયશ્ચિત દરમ્યાન શ્રદ્ધાળુને સાધુ દ્વારા ઘણું આત્મિક બળ પ્રાપ્ત થાય છે. સાધુ-સાધીઓ ધર્મસંઘ અને શ્રદ્ધાળુઓને જોડનાર એક મહત્ત્વના સેતુ તરીકેની પ્રશંસનીય ભૂમિકા ભજવે છે. ભરવાડ જેમ પોતાના ઘેટાંઓની પ્રેમથી કાળજી લે છે તેમ સાધુ-સાધ્વીઓ પણ પોતાના શ્રદ્ધાળુઓના આત્મિક વિકાસની કાળજી લે છે.
pun
ઈસુની અગાઉ ઈ.સ. પૂર્વે આઠમી સદીથી ઈ.સ. પૂર્વે ચોથી સદી સુધીમાં ૧૭ પયગંબરો અથવા નબીઓ થઈ ગયા. તેઓ ઈશ્વર વતી બોલી રહ્યા છે એવી ખાતરી સાથે ઉપદેશ આપીને લોકોને અધ્યાત્મ માર્ગે દોરતા હતા. તેમની વાણી બાઈબલના જૂના કરારમાં સંગ્રહિત છે. આ પયગંબરો આ પ્રમાણે હતા : યશાયા, ઈર્મિયા, હઝકિયેલ,
૯૬
પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક
૨૩, મહાવીર નગર, એલ.જે. કોમર્સ કોલેજ પાસે,
વસ્ત્રાપુર, અમદાવાદ - ૧૫.
મોન ૯૮૨૫૩૮૪૬૨૩
ઓગસ્ટ – ૨૦૧૭
પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક * પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક