________________
પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક - પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક
1 પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક 5 રીતરિવાજ સમજાવવા. શિષ્ય પાસે ચીવર, પાત્ર અને જે જરૂરી વસ્તુઓ ન હોય તે આપવી... માંદો પડે ત્યારે આવશ્યક સહાય કરવી... ધર્મવિષયક શંકા જાગે તો તેનું નિવારણ કરવું...
વિનયપિટકમાં ઉપાધ્યાય અને શિષ્યનાં કર્તવ્યોનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે.
ઉપાધ્યાયની અનુપસ્થિતિમાં શિષ્ય યોગ્ય આચાર્યનો
અંતેવાસી બનીને પોતાનાં કર્તવ્યો કરતો.
ગુરુશિષ્ય પરંપરાનું આ સ્વરૂપ અન્ય ધર્મોની જેમ બૌદ્ધધર્મમાં પણ જળવાયું છે. અને ત્યારબાદ સંઘના મુખ્ય આચાર્યએ ગુરુપદને શોભાવ્યું હતું.
બૌદ્ધધર્મના અનેક મહાન આચાર્યો - જેમણે બૌદ્ધધર્મની વિવિધ વિચારધારાઓ અને સંપ્રદાયનો પ્રચાર-પ્રસાર કર્યો છે તેમાં મુખ્યત્વે બૌદ્ધ સંગીતિઓનું સાંગાયન કરનાર, તેમાં અધ્યક્ષ તરીકે કાર્ય કરનાર આચાર્ય મહાકાયપ, રૈવત, મોગલીપુત્ર, તિસ્સ, મહરિ ખત, અભ્યાોખ, પાર્શ્વ, વસ્તુમિત્ર, શ્રદ્ધેય મહાથે૨ (બર્મા) ભદંત રેવંત વગેરેને ગણાવી શકાય. તે ઉપરાંત વિવિધ સાંપ્રદાયિક આચાર્ય કે ગુરુવર્ય અને પાલિસાહિત્યના સદ્દકથાકારો જેમકે આચાર્ય નાગસેન, બુદ્ધદત્ત, બુદ્ધઘોષ, ધમ્મપાલ, મહાનામ, અનિરૂદ્ધ તથા બૌદ્ધ આચાર્ય કુમારલાત, મૈત્રેયનાથ, વસુબંધુ, આર્યદેવ, આસંગ, નાગાર્જુન, શાંતિનાથ, શાન્તરક્ષિત, ધર્મકીર્તિ વગેરે જ્ઞાનસંપળ ધર્મપ્રણેતા હોવાની સાથે પ્રખર યશપ્રાપ્ત ગુરુવર્ય પણ હતા. બૌદ્ધધર્મના ઈતિહાસમાં તેઓ પ્રસિદ્ધ અને પૂજનીય છે. તેમણે ધર્મના પ્રચાર - પ્રસાર અને વિકાસમાં મોટું પ્રદાન કર્યું છે. આ મહાન ધર્મગુરુઓએ બૌદ્ધધર્મના અનુયાયીઓને માર્ગદર્શન આપ્યું છે, પણ તે સાથે ગૌતમ બુદ્ધે અને વિશેષતઃ ‘મિલિન્દપ્રશ્ન’ ગ્રંથમાં આચાર્ય નાગસેને રાજા મિલિન્દે સૃષ્ટિનાં સર્વ ચરાચર તત્ત્વો પ્રતિ જાગૃતષ્ટિ રાખીને સર્વમાંથી સાધનાના ઉપલક્ષ્યમાં સદ્ગુણો ગ્રહણ કરવાનો બોધ પણ
આપ્યો છે.
સાધનામાર્ગમાં ચરાચર સૃષ્ટિના સર્વ સભ્યો પ્રતિ ગુરુભાવ અને ગ્રહણાશીલતા :
પ્રસિદ્ધ પાલિગ્રંથ 'મિલિન્દ્રપ્રશ્ર'ના ‘ઓપક્કમકથાપા (પંચ્ડ)માં ભિક્ષુએ લોકચારિકા કરતી વખતે જાગૃત રહીને ચરાચર વિશ્વમાં દૃશ્યમાન મનુષ્યો - પ્રાણી - પક્ષીઓ અને સર્વ વસ્તુઓમાં રહેલી વિશિષ્ટતા - જે અર્હત્વપ્રાપ્તિ માટે, પારમિતા સિદ્ધ કરવા માટે ઉપયોગી જણાતી હોય તેને ગ્રહણ
આપ્યો છે. ગુરુ દત્તાત્રેયના ૨૪ વિવિધ ગુરુઓ હતા - એટલે કે લોકવ્યવહારમાં સંસર્ગમાં આવેલી વ્યક્તિઓ અને પશુપક્ષીઓમાં જોયેલી વિશેષ લાક્ષણિકતાઓને ધર્મમાર્ગે આગળ વધવા માટે ઉપયોગી જણાતાં તેમણે પોતાના જીવનમાં
સ્વીકારી હતી અને તેમના પ્રત્યે ઋણભાવ વ્યક્ત કર્યો હતો.
૯૨
તેવી રીતે ‘મિલિન્દપ્રશ્ન' ગ્રંથમાં રાજા મિલિન્દના પ્રશ્નના ઉત્તરમાં બૌદ્ધ આચાર્ય નાગસેન પણ જણાવે છે કે જિજ્ઞાસુએ
લોકચારિકા કરતી વખતે વિવિધ ગુણો પ્રાપ્ત કરવા માટે જાગૃત નહિ. જે પશુ-પક્ષીઓને સમાજ હીનતમ માને છે - જો કે રહેવું જોઈએ અને કોઈ પણ પ્રકારનો સંકોચ રાખવો જોઈએ હોય છે કે જે પારમિતાને સિદ્ધ કરવા માટે અતિ ઉપયોગી ગર્દભ, વાંદરો, કાગડો, કૂકડો વગેરે પાસે પણ એવી વિશેષતા સિદ્ધ થઈ શકે. તેમનામાં રહેલા સોનું અનુશીલન કરવું કે
તે ધર્મમાર્ગમાં સહાયક બની એ છે.
‘ઓપમ્મકથા પંચ્ય’માં વિવિધ પશુ-પક્ષીઓ જેમકે મરઘી, કાચબો, ગરોળી, ઉંદર, નોળિયો, હરણ, સૂવર, હાથી, બળદ વગેરે પાસેથી કંઈક પા માર્ગદર્શક વ્યવહાર - વિશેષતા જોવા મળે છે. તે જ રીતે વાંસ, ધનુષ્ય, પૃથ્વી, નાવ, શાલવૃક્ષ, કમળ, પાણી, હવા, આકાશ, સૂર્ય, નદી, પાણી, તરાજૂ, દીપક, થાંભલા, છત્રી, લોખંડ આદિ ચરાચરમાં વ્યાપ્ત સાધનસામગ્રી પણ જીવનના કોઈને કોઈ વિવિધ ક્ષેત્રને પ્રકાશિત કરવાની ક્ષમતા ધરાવે છે. આ સર્વેમાં એલા વિશેષ સદ્ગો અને ક્ષમતાનું વિશદ વર્ણન આ ગ્રંથમાં આપેલું છે. તેમના સદ્ગુશોને ગ્રહણ કરવા અને અનુશીલન ક૨વા માટે પણ તેમને ગુરુપદે સ્થાપવા જોઈએ એવો સ્પષ્ટ ધર્મબોધ આચાર્ય નાગર્સને રાજા મિલિન્દને આપ્યો છે. સન્માર્ગની - ધર્મમાર્ગની કેડીને અજવાળનાર સર્વ કોઈ આપણા ગુરુ છે એવી વ્યાપક શૈશ્યભાવનાને અહીં જાગૃત કરી છે. ભગવાન બુદ્ધે પણ આ ભાવનાને સ્વીકારી છે. જ્ઞાની મહાપુરૂષની જેમ ક્ષુદ્રાતિક્ષુદ્ર જણાતાં જીવજંતુઓ પણ જીવનના કોઈક ક્ષેત્રને ગુરુની જેમ જ સમાજમાં અજવાળી દે છે. પશુ-પક્ષીઓના ગુણ ગ્રો કરવાની સાધનામાર્ગની આ શ્રમણ પરંપરા - સંત પરંપરામાં પણ ચાલુ રહી છે. રાજસ્થાનના પ્રસિદ્ધ સંત દાદુદયાલે પણ કહ્યું છે ઃ
'દાદૂ, સબહી ગુરુ કીચે, પશુ પંખી બનરાઈ, તીન લોક ગુણ પંચ સૌ સબહી માંહિ ખુદાઈ.’ બૌદ્ધધર્મમાં પણ ગુરુપદ માટેનો વ્યાપકભાવ સૃષ્ટિના
ક૨વા માટે, આત્મસાત કરવા માટે તત્પર રહેવાનો બોધ ચરાચર તત્ત્વોમાં અધ્યારોપિત થયો છે.
પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક
ઓગસ્ટ – ૨૦૧૭
પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ
પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશે